યોગેન્દ્ર કૃ. જાની
ઔષધનિર્માણ ઉદ્યોગ
ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…
વધુ વાંચો >જીવાણુજન્ય રોગોનાં ઔષધો
જીવાણુજન્ય રોગોનાં ઔષધો વ્યાખ્યા : સૂક્ષ્મ જીવાણુ અથવા બૅક્ટેરિયા, ફૂગ તથા વિષાણુ (virus) વગેરેથી થતા રોગો જીવાણુજન્ય રોગો કહેવાય છે; તેમાં કૉલેરા, ટાઇફૉઇડ, ન્યુમોનિયા, મૅનિન્જાઇટિસ, ઝાડા, દરાજ, ખરજવું, હર્પિસ, અછબડા, એઇડ્ઝ (AIDS) વગેરે ઘણા રોગોની ગણના થાય છે. જે તે રોગોના જીવાણુ શરીરમાં પ્રવેશ કરી વિભાજન/વિકાસ દ્વારા વૃદ્ધિ પામે છે.…
વધુ વાંચો >જીવાણુરહિત રોગોનાં ઔષધો
જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU)…
વધુ વાંચો >પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો
પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા…
વધુ વાંચો >પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ
પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ કુદરતમાં મળી આવતી વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોનું વર્ગીકરણ. ભારત તેની પલટાતી આબોહવા તથા વાનસ્પતિક વિવિધતા માટે જાણીતો છે. ઔષધીય તત્વો તથા ઉડ્ડયનશીલ તેલો ધરાવતા આવા આશરે 2,000 જેટલા છોડ અથવા વનસ્પતિ છે. ઔષધ બે રીતે મળે છે : (i) પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળતાં…
વધુ વાંચો >પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો
પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો : કુદરતમાંથી મેળવવામાં આવતાં ક્રિયાશીલ સત્વો તથા તેમાંથી રાસાયણિક સંશ્લેષણ દ્વારા મેળવાતાં ઔષધો. પ્રાકૃતિક વનસ્પતિવૃક્ષો, છોડનાં મૂળ, પર્ણો અને અન્ય ભાગોમાં રહેલાં ક્રિયાશીલ તત્વો કે સત્વોને સામાન્ય રીતે અર્ક રૂપે મેળવવામાં આવે છે. આવા અર્ક કાં તો સીધા ઔષધ તરીકે વપરાય છે અથવા તેમને માવજત…
વધુ વાંચો >પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ
પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ વનસ્પતિનાં મૂળ, પર્ણ વગેરેમાં કુદરતી રીતે મળી આવતાં સંયોજનોનું રાસાયણિક અન્વેષણ અને તેમની ઔષધીય ઉપયોગિતા. પ્રાચીન ભારતમાં વનસ્પતિના ઔષધીય ઉપયોગો પર આધારિત એક શ્રેષ્ઠ ચિકિત્સાપદ્ધતિ વિકસાવાઈ હતી, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે. ચાર હજાર વર્ષ પુરાણી આ પદ્ધતિ વિશ્વવિખ્યાત છે. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ…
વધુ વાંચો >ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો
ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો : ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં શર્કરાસમૂહયુક્ત ફ્લેવોનૉઇડ સંયોજનો. સેન્ટ જૉર્જ તથા તેમના સાથીદારોએ જોયું કે કુદરતી સ્રોતમાંથી પ્રાપ્ત કરેલા વિટામિન-સીની એક બનાવટ રક્તવાહિનીની દીવાલોને વિટામિન-સી કરતાં વધુ મજબૂતાઈ પૂરી પાડે છે. આ બનાવટમાં રહેલો અજાણ્યો પદાર્થ લીંબુમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો અને તેને સાઇટ્રિન નામ આપવામાં આવ્યું. તે…
વધુ વાંચો >બાષ્પશીલ તેલયુક્ત ઔષધો
બાષ્પશીલ તેલયુક્ત ઔષધો છોડ અથવા વૃક્ષના વિવિધ ભાગોમાંથી મેળવાતાં સુગંધિત ઉડ્ડયનશીલ તેલ ધરાવતાં ઔષધો. આવાં ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલનું નામ જે તે છોડ યા વૃક્ષના નામ મુજબ જ રાખવામાં આવે છે. આવું તેલ અર્ક પણ કહેવાય છે, કારણ કે તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી ભૌતિક રીતો દ્વારા અર્ક રૂપે મેળવાય છે.…
વધુ વાંચો >રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો
રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો…
વધુ વાંચો >