યુદ્ધશાસ્ત્ર
કીચનર હોરેશિયો હર્બર્ટ
કીચનર, હોરેશિયો હર્બર્ટ (જ. 24 જૂન 1850, બાલી લાગફર્ડ, આયર્લૅન્ડ; અ. 5 જૂન 1916, વેસ્ટ ઑવ્ યૉર્કને, સ્કોટલૅન્ડ) : ખાર્ટુમના અમીરનો ઇલકાબ ધરાવનાર સુદાનનો વિજેતા અને પ્રતિભાવંત બ્રિટિશ સેનાપતિ. પિતા લશ્કરી અધિકારી. સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડન નજીકની ‘રૉયલ મિલિટરી એકૅડેમી’માં અભ્યાસ. 1870માં ફ્રાન્કો-પ્રુશિયન યુદ્ધમાં ફ્રાંસના પક્ષે સ્વયંસેવક તરીકે ભાગ લીધો. 1871માં…
વધુ વાંચો >કુંજાલી મરક્કાર
કુંજાલી મરક્કાર : પંદરમી સદીના અંતે અને સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોના નૌકા-કાફલાનો લાંબા સમય સુધી સામનો કરનાર નૌકાધીશ. 1498માં વાસ્કો-દ-ગામા અને તેના અનુગામી વહાણવટીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ તેજાનાની શોધમાં આવ્યા અને ચડિયાતા નૌકાદળ અને શસ્ત્રો તથા ભારતીય રાજાઓના પરસ્પર દ્વેષ અને કુસંપને કારણે હિંદી મહાસાગરમાં અબાધિત વર્ચસ્ જમાવી મધદરિયે વહાણો…
વધુ વાંચો >કૂકરી
કૂકરી : ગુરખા સૈનિકોનું ખાસ પ્રકારનું શસ્ત્ર. તેનું પાનું વળાંકવાળું અને એક તરફ તીક્ષ્ણ ધારવાળું હોય છે. બધી જ કૂકરી કદ તથા વજનમાં એકસરખી હોતી નથી, પરંતુ ગુરખા સૈનિકો શસ્ત્ર તરીકે જે ધારણ કરે છે તેની લંબાઈ આશરે 35.5 સેમી. જેટલી હોય છે. તેનો ઉદગમ પ્રાગૈતિહાસિક કાળમાં હિમાલયના પહાડી પ્રદેશમાં…
વધુ વાંચો >કૂટયુદ્ધ
કૂટયુદ્ધ : કૌટિલ્યે ગણાવેલા યુદ્ધના ત્રણ પ્રકાર પૈકીનો એક. આ ત્રણ પ્રકાર તે : (1) પ્રકાશ કે ખુલ્લું યુદ્ધ, (2) કૂટ કે ગુપ્ત યુદ્ધ તથા (3) મૂક કે તૂષ્ણી યુદ્ધ. પ્રકાશ યુદ્ધમાં કોઈ કપટનો આશરો લેવાતો નહિ. તે ધર્મયુદ્ધ મનાતું. કૂટયુદ્ધમાં કુટિલ નીતિનો આશરો લેવાતો તથા તેમાં કપટ, લાંચ વગેરેથી…
વધુ વાંચો >ખુવારી
ખુવારી : યુદ્ધમાં સૈનિકો કે અધિકારીઓનાં મૃત્યુ, ઈજા, શત્રુ દ્વારા યુદ્ધકેદી તરીકે ધરપકડ અથવા બેપત્તા થવારૂપે થતી હાનિ. પરંતુ હવે યુદ્ધ દરમિયાન નાગરિકોનું મૃત્યુ થાય અથવા તેમને ઈજા થાય તો તેની પણ યુદ્ધની ખુવારીમાં ગણતરી થાય છે. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 39,36,590 જેટલી ખુવારી થઈ હતી. સ્વિટ્ઝર્લૅન્ડના એક વિદ્વાન ઝાં-જાક…
વધુ વાંચો >ગુપ્તચર તંત્ર (intelligence network)
ગુપ્તચર તંત્ર (intelligence network) : યુદ્ધના કે શાંતિના ગાળા દરમિયાન દેશના સંરક્ષણની ર્દષ્ટિએ ઉપયુક્ત ગણાતી માહિતી ગુપ્ત રાહે પ્રાપ્ત કરવાની કાર્યરીતિ. તેમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારની માહિતીનો સમાવેશ થતો હોવા છતાં વિદેશો વિશેની અને તેમાં પણ જે દેશો સાથે રાજદ્વારી સંબંધો સારા ન હોય અથવા વણસ્યા હોય તેવા દેશોની…
વધુ વાંચો >ગેરીલા યુદ્ધપદ્ધતિ
ગેરીલા યુદ્ધપદ્ધતિ : પ્રણાલીગત સામસામેના યુદ્ધને બદલે સૈનિકોનાં નાનાં જૂથો દ્વારા શત્રુ પક્ષ પર અણધાર્યા છાપામાર હુમલાની પદ્ધતિ. સ્પૅનિશ શબ્દ ‘ગૅરિઆ’ (guerria = લડાઈ) પરથી ‘ગેરીલા’ એવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે, જેનો અર્થ ‘નાની લડાઈઓની યુદ્ધપદ્ધતિ’ એવો થાય છે. 1808–14ના પેનિન્સ્યુલર યુદ્ધ દરમિયાન ‘ગેરીલા’ શબ્દ પ્રચલિત થયો અને વિશ્વના જુદા…
વધુ વાંચો >ગૅસ-માસ્ક
ગૅસ-માસ્ક : હવાને પ્રદૂષિત કરનારાં દ્રવ્યો અને પદાર્થો સામે શ્વાસોચ્છવાસમાં રક્ષણ મેળવવા માટે પહેરવામાં આવતો મુખવટો. આધુનિક યુદ્ધોમાં વિષાળુ રાસાયણિક દ્રવ્યો તથા વાયુના વધતા ઉપયોગને લીધે યુદ્ધભૂમિ પરના સૈનિકોના આત્મરક્ષણ માટે ગૅસ-માસ્ક અનિવાર્ય બન્યો છે. માથે પહેરવાના ટોપ (helmet) સાથે પણ તે પહેરી શકાય છે. પહેરનારનો ચહેરો સારી રીતે ઢંકાઈ…
વધુ વાંચો >ગોપન-વ્યૂહ (camouflage)
ગોપન-વ્યૂહ (camouflage) : શત્રુની નજરથી બચવા અને તેને છેતરવા યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા આચરવામાં આવતી નીતિરીતિ. તેને છદ્માવરણ પણ કહે છે. ફ્રેન્ચ શબ્દ ‘camoufler’ પરથી અંગ્રેજીમાં દાખલ થયેલ ‘camouflage’ શબ્દનો પ્રયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો. ગોપનનો મુખ્ય હેતુ શત્રુના નિરીક્ષણને નિષ્ફળ બનાવવાનો અને તે દ્વારા તેના ઇરાદાઓ નાકામયાબ કરવાનો હોય…
વધુ વાંચો >ગોળી (bullet)
ગોળી (bullet) : પિસ્તોલ કે રાઇફલ જેવાં શસ્ત્રો વડે છોડવામાં આવતી ઘાતક વસ્તુ. અંગ્રેજી શબ્દ bullet મૂળ ફ્રેન્ચ શબ્દ boulet પરથી પ્રચલિત બન્યો છે અને તેનો અર્થ થાય છે small ball નાની ગોળી; પણ તે ગોળ નહિ પણ નળાકાર હોય છે અને ટોચ શંકુ આકારની હોય છે. રિવૉલ્વર માટેની ગોળી…
વધુ વાંચો >