યાસીન દલાલ

અલારખિયા હાજી મહંમદ શિવજી

અલારખિયા, હાજી મહંમદ શિવજી (જ. 13 ડિસેમ્બર 1878; અ. 22 જાન્યુઆરી 1921) : ‘વીસમી સદી’ માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અને બ્રિટન-અમેરિકાનાં ખ્યાતનામ સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાનો આદર્શ સેવનાર નિષ્ઠાવાન પત્રકાર. તેમણે 1901માં ‘ગુલશન’ કાઢ્યું હતું, જે એક વર્ષ ચાલેલું. 1916માં ‘વીસમી સદી’નો પ્રારંભ. ‘વીસમી સદી’ના અંકો…

વધુ વાંચો >

આયંગર, એસ. કસ્તુરી

આયંગર, એસ. કસ્તુરી (જ. 15  ડિસેમ્બર 1859 કુંભકોણમ્, ચેન્નાઇ ; અ. 12 ડિસેમ્બર 1923 ચેન્નાઇ ) : ‘હિન્દુ’ દૈનિકના પૂર્વ તંત્રી. અડગ નિશ્ચયબળ, ધૈર્ય અને દેશદાઝથી ‘હિન્દુ’ને દેશનું એક અગ્રણી દૈનિક બનાવ્યું. એ દિવસોમાં રાજકીય જાગૃતિનો હજી પ્રારંભકાળ હતો અને વિદેશી હકૂમત અનેક રીતે અખબારોને અંકુશમાં લેવાના પ્રયત્નો કરતી ત્યારે…

વધુ વાંચો >

‘જ્ઞાનદીપક’

‘જ્ઞાનદીપક’ : સ્ત્રીકેળવણી અને સમાજસુધારાનો ઉદ્દેશ ધરાવતું ઓગણીસમી સદીનું સૌરાષ્ટ્રનું ગુજરાતી માસિકપત્ર. મણિશંકર કીકાણીની સુધારાલક્ષી અને કેળવણીપ્રસારની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ, રૂપશંકર ઓઝા – ‘સંચિતે’ જૂનાગઢમાં સુમતિપ્રકાશ સભાની સ્થાપના કરી અને એના ઉપક્રમે 1883માં ‘જ્ઞાનદીપક’ માસિકનો પ્રારંભ કર્યો. સભા અને સામયિકના સંચાલન માટે એક સંચાલનમંડળની સ્થાપના કરેલી, જેમાં જૂનાગઢના અગ્રણી નાગરિકો…

વધુ વાંચો >

ડાઈ વેલ્ટ

ડાઈ વેલ્ટ : જર્મનીનું અગ્રણી દૈનિક. તેનો પ્રારંભ એપ્રિલ, 1946માં એચ. બી. ગાર્લેન્ડ નામના બ્રિટિશ લશ્કરી અધિકારી – અને પછીથી જર્મન ભાષાના અધ્યાપક – દ્વારા થઈ હતી. હાન્સ ઝેહરર એના પ્રથમ તંત્રી હતા. એને લંડનના ‘ટાઇમ્સ’ની જર્મન આવૃત્તિ બનાવવાની એમની ઇચ્છા હતી. પ્રથમ અંક છ પાનાંનો હતો, જેમાં બે પાનાં…

વધુ વાંચો >

પત્રકારત્વ

પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી…

વધુ વાંચો >

પ્રેસ કમિશન

પ્રેસ કમિશન : વર્તમાનપત્રોની કામગીરી અને એમના પ્રશ્નોમાં ઊંડે ઊતરી તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કરવા સરકાર દ્વારા નીમવામાં આવતું પંચ. 1954માં ભારત સરકારે પ્રથમ અખબારી પંચ નીમેલું જેણે અખબારોની કામગીરી અંગેનો એક સર્વગ્રાહી અહેવાલ સરકારને સુપરત કરેલો. એણે જે ભલામણો કરી, એમાંની એક ભલામણ પ્રેસ કાઉન્સિલની રચનાને લગતી હતી.…

વધુ વાંચો >

પ્રેસ કાઉન્સિલ

પ્રેસ કાઉન્સિલ : વૃત્તપત્રો અને શાસન તેમજ લોકો વચ્ચે ન્યાયિક પદ્ધતિએ કાર્ય કરીને સમજફેર ઘટાડી સંવાદ સ્થાપવાના હેતુથી સરકારે સ્થાપેલી સંસ્થા. અખબારી સ્વાતંત્ર્યના રક્ષણ અને અખબારો તથા સમાચાર-સંસ્થાઓના ધોરણની જાળવણી તથા સુધારણાના હેતુથી 7 સપ્ટેમ્બર 1978ના રોજ સંસદે ધ પ્રેસ કાઉન્સિલ ઍક્ટ, 1978 તરીકે ઓળખાતો ખરડો પસાર કર્યો. એના હેતુઓમાં…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >