મ. શિ. દૂબળે
જરખ
જરખ : માંસાહારી (Carnivora) શ્રેણીના હાયેનિડે કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Hyaena hyaena Linn. અંગ્રેજી : Indian Hyaena. તે કૂતરાની જેમ હંમેશાં નખ બહાર રાખે છે. તેને પગદીઠ ચાર આંગળીઓ હોય છે. બાંધો કૂતરા જેવો. બિલાડીની જેમ મોં પર મૂછ; આગલા પગ સહેજ ઊંચા, પાછળના પગ પ્રમાણમાં ટૂંકા; પૂંછડી ટૂંકી.…
વધુ વાંચો >જીવન
જીવન : બહારથી મેળવેલાં તત્વો વડે પોષણરક્ષણ અને સંચલન કરનારી પ્રજનનશીલ જીવંત પદાર્થોની અવસ્થા. વિષાણુ (virus) એક નિર્જીવ ન્યૂક્લિયોપ્રોટીનનો કણ છે; પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જૈવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવોની વિશેષતાઓ : (1) ચયાપચય (metabolism) :…
વધુ વાંચો >જીવાવરણ (biosphere)
જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી.…
વધુ વાંચો >જૈવરાસાયણિક જનીનવિદ્યા
જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ…
વધુ વાંચો >જૈવ-સંશ્લેષણ
જૈવ-સંશ્લેષણ (biosynthesis) : સજીવોના શરીરમાં થતી ચયીન (anabolic) પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને અનુક્રમે (1) અકાર્બનિક તત્વોમાંથી ઉત્પાદન પામતાં પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનો, (2) અકાર્બનિક અને પ્રાથમિક કાર્બનિક રસાયણોમાંથી બહુશર્કરા (polysaccharides), સંકીર્ણ સ્વરૂપનાં લિપિડો, પ્રોટીનો, ન્યૂક્લિઇક ઍસિડો, વિટામિનો જેવા સંકીર્ણ સ્વરૂપના જૈવરસાયણિક પદાર્થોનું નિર્માણ અને (3) અન્યોન્ય રૂપાંતરણથી ઉત્પન્ન થતા પ્રાથમિક ખાદ્ય…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >ઝાલર (gills)
ઝાલર (gills) : જળનિવાસી પ્રાણીઓનાં શ્વસનાંગો. આ શ્વસનાંગો દ્વારા પ્રાણીઓનાં શરીર અને પર્યાવરણ વચ્ચે વાયુની આપલે થાય છે. ઝાલરો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનને સ્વીકારે છે, જ્યારે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન નિર્માણ થયેલ કાર્બનડાયૉક્સાઇડનો ત્યાગ કરે છે. માછલી જેવાં પ્રાણીઓમાં ઝાલરો શરીરના અંત:સ્થ ભાગ રૂપે આવેલી હોય છે અને તે કંઠનળી સાથે…
વધુ વાંચો >ટ્યૂના
ટ્યૂના (ગેદર/કુપ્પા) : સ્કૉમ્બ્રિડે નામે ઓળખાતા બાંગડા (mackerel) કુળની અને દરિયાઈ મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની એવી માછલીઓની કેટલીક જાતો. ટ્યૂના માછલી સ્વાદિષ્ટ ગણાય છે. તેનો ઉદ્યોગ મોટા પાયા પર થાય છે. થીજેલી અને કૅનિંગ કરેલી માછલીનું વેચાણ થતું હોય છે. ટ્યૂના માછલીની ગતિ અત્યંત ઝડપી હોય છે. આ ગતિ શ્વસન-પ્રક્રિયા માટે…
વધુ વાંચો >ડાયનોસૉર
ડાયનોસૉર : મધ્યજીવ કલ્પ(mesozoic era)માં આજથી આશરે 20થી 22 કરોડ વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતો સરીસૃપોનો એક સમૂહ. ગ્રીક ભાષામાં ડાયનોસૉર એટલે ભીષણ ઘો (terrible lizard). જોકે ડાયનોસૉર ઘો નથી; પરંતુ ઘોની જેમ ડાયનોસૉર પણ એક સરીસૃપ છે. મોટાભાગનાં ડાયનોસૉર વિશાળકાય હતાં. ડિપ્લોડૉક્સ જેવા ડાયનોસૉરની લંબાઈ 27 મી. હતી અને વજન…
વધુ વાંચો >