મ. શિ. દૂબળે

ઉપાંગો (appendages)

ઉપાંગો (appendages) : પ્રાણીઓમાં સાંધાઓ દ્વારા મુખ્ય શરીર સાથે જોડાયેલાં અંગો. આમ તો અનેક પ્રાણીઓનાં શરીર પરથી સાંધા વગરની શાખાઓ કે પ્રવર્ધરૂપે અંગો નીકળતાં હોય છે. દા.ત., કેટલાક પ્રજીવોમાં કેશતંતુઓ (cilia) અને કશાઓ (flagella) તરીકે ઓળખાતા તંતુ જેવા પ્રવર્ધો નીકળે છે, જે મુખ્યત્વે પ્રચલન(movement)નું કાર્ય કરે છે. કોષ્ઠાંત્રી જળવ્યાળ(hydra)માં મુખની…

વધુ વાંચો >

ઉભયજીવીઓ

ઉભયજીવીઓ (Amphibians) માછલીઓમાં ઉત્ક્રમણથી ઉદભવ પામેલા, જળચર તેમજ સ્થળચર એમ બંને રીતે જીવવાનું અનુકૂલન ધરાવતાં ઉભયચર પૃષ્ઠવંશીઓ. જીવકલ્પ(paleozoic era)ના ડેવોનિયન યુગ દરમિયાન ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યાં. તેમના અર્વાચીન વંશજો તરીકે દેડકાં, સાલામાંડર અને ઇક્થિયોફિસ જેવાં પ્રાણીઓ આજે જાણીતાં છે. આજે પૃથ્વી પર મુખ્યત્વે પૃષ્ઠવંશી સ્થળચરો તરીકે વાસ કરનારાં સરિસૃપો, પક્ષીઓ તેમજ…

વધુ વાંચો >

ઉરાંગઉટાંગ (orangutan)

ઉરાંગઉટાંગ (orangutan) મેરુદંડી સમુદાયનું પૃષ્ઠવંશી વર્ગનું સસ્તન પ્રાણી વંશ : અંગુષ્ઠધારી; અને કુળ : પાગિડેના. આ પ્રાણીનું શાસ્ત્રીય નામ Pongo pygmius છે. ઉરાંગઉટાંગ કદમાં ગોરીલા કરતાં સહેજ નાનું હોય છે. આજે તેનો વાસ સુમાત્રા અને બૉર્નિયોના વાયવ્ય પ્રદેશમાં આવેલાં અરણ્યો પૂરતો મર્યાદિત છે. નરની ઊંચાઈ આશરે 1.40 મીટર જેટલી અને…

વધુ વાંચો >

ઍગેરિકેલ્સ

ઍગેરિકેલ્સ : બેસિડિયોમાયસિટ્સ ગદા ફૂગ (club fungus) વર્ગની અને સામાન્ય રીતે ઝાલર ફૂગ (gill-fungus) નામથી ઓળખાતી ફૂગનું એક ગોત્ર. આ ગોત્ર 16 કુળમાં અને 4,000 જાતિમાં વહેંચાયેલું છે. Agaricaceae સૌથી જાણીતું કુળ છે. આ કુળના બીજાણુ(spores)ધારી કોષો (બેસિડિયા), ઝાલર નામથી ઓળખાતા પાતળા પટ (sheet) પર છવાયેલા હોય છે. આર્થિક ધોરણે…

વધુ વાંચો >

એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ

એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ (ATP) : સજીવોના શરીરમાં થતી જૈવ પ્રક્રિયાઓ માટે પોતાના ઉચ્ચઊર્જા બંધ(high energy bond)ના વિમોચનથી કાર્યશક્તિ પૂરી પાડનાર જૈવ અણુ. ATPમાં ત્રણ ફૉસ્ફેટના અણુઓ હોય છે અને તેનું રચનાત્મક બંધારણ નીચે મુજબ હોય છે :   એડિનોસીન અણુ સાથે જોડાયેલા ફૉસ્ફેટોના બંધોના વિઘટનથી મુક્ત થતી ઊર્જા અંદાજે નીચે મુજબ…

વધુ વાંચો >

એન્થ્રૅક્સ

એન્થ્રૅક્સ : મુખ્યત્વે Bacillus anthracis બૅક્ટેરિયાને લીધે પ્રાણીઓને થતો ચેપી રોગ. આ રોગનો ફેલાવો પ્રાણીઓ દ્વારા માનવમાં પણ થઈ શકે છે. ચામડી કે ફરના સંપર્કથી અથવા તો માંસ અને અસ્થિ-ખોરાક (bone-meal) ખાવાથી માણસ એન્થ્રૅક્સથી પીડાય છે. ઢોર, ઘેટાં, બકરી, ભુંડ, ઘોડા જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓમાં આ રોગ સહેલાઈથી પ્રસરે છે. પરિણામે…

વધુ વાંચો >

ઍમાયલેઝ (amylase)

ઍમાયલેઝ (amylase) : વનસ્પતિજન્ય કાર્બોદિત, સ્ટાર્ચ અને પ્રાણીજન્ય ગ્લાયકોજન બહુશર્કરાઓનું પાચન કે વિઘટન કરનાર સામાન્ય ઉત્સેચકસમૂહ. તે આથવણકારક (fermentable) બહુશર્કરાનું મુખ્યત્વે માલ્ટોઝમાં વિઘટન કરે છે, જ્યારે આથવણ-નિરોધી અને ધીમી ગતિએ આથવણ થતી બહુશર્કરાનું વિઘટન ડેક્સ્ટ્રોઝમાં કરે છે. α-1, 6 બંધન ધરાવતી બહુશર્કરાને ડેક્સ્ટ્રોઝ કહે છે; જ્યારે ખોરાકી બહુશર્કરાને ઍમાયલોઝ કહે…

વધુ વાંચો >

ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર)

ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર) : સજીવોના જીવરસ-(protoplasm)ના બંધારણના અગત્યના ભાગરૂપ એવા પ્રોટીન જેવા જૈવ-અણુઓ(biomolecules)ના નાઇટ્રોજનયુક્ત એકમો (units). ઍમિનોઍસિડના અણુમાં આમ્લિક (acidic) અને બેઝિક (basic) બન્ને પ્રકારના મૂલકો આવેલા છે. આથી આ ઍસિડ ઉભયધર્મી (amphoteric) છે અને દ્વિઆયન (zwitterion) તરીકે જાણીતા છે. ઍમિનોઍસિડની સંરચના : સજીવ ગમે તે (દા.ત., અમીબા કે વડનું વૃક્ષ)…

વધુ વાંચો >

ઑપેરિન, ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ

ઑપેરિન, ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ [જ. 2 માર્ચ 1894, ઉગ્લિક (મૉસ્કો પાસે); અ. 21 એપ્રિલ 1980, મૉસ્કો] : રાસાયણિક દ્રવ્યોમાંથી સજીવની ઉત્પત્તિના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર મહાન રશિયન જીવવિજ્ઞાની. તેમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી વનસ્પતિદેહધર્મશાસ્ત્ર(plant physiology)નો મુખ્ય વિષય લઈને ડૉક્ટરેટ મેળવી. અભ્યાસ દરમિયાન વનસ્પતિદેહધર્મશાસ્ત્રી કે. એ. તિમિર્યાઝેવ – જે ડાર્વિનના સંપર્કમાં આવેલ હતા…

વધુ વાંચો >

ઔષધો (પશુ)

ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે. પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે.…

વધુ વાંચો >