મ. ઝ. શાહ

ક્લેરોડેન્ડ્રોન

ક્લેરોડેન્ડ્રોન : વર્ગ દ્વિબીજદલાના કુળ વર્બિનેસીનો વેલારૂપ છોડ તે અજા – C. Splendens R. Br. અને આકર્ષક વૃક્ષરૂપ છોડ તે થૉમ્સન – C. thomsonae Balfour. તે વેલને ચડવા માટે મજબૂત કમાન કે દીવાલનો ટેકો જોઈએ. શિયાળામાં રાતાં ફૂલનાં ઝૂમખાં લચી પડે છે અને આહલાદક ફૂલો ક્વચિત્ વસંતઋતુ સુધી રહે છે.…

વધુ વાંચો >

ખાખરો

ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે. સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0…

વધુ વાંચો >

ગણેશવેલ

ગણેશવેલ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક નયનરમ્ય વેલ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus plumosus Baker. (અં. Asporagus fern) છે. તે સદાહરિત આરોહી વનસ્પતિ છે અને શતાવરી સાથે સામ્ય ધરાવતી છતાં વધારે લાંબી વેલ છે. તેનું પ્રકાંડ લીસું હોય છે અને અસંખ્ય ફેલાતી શાખાઓ ધરાવે છે. તેનાં સુંદર સોયાકાર આભાસી…

વધુ વાંચો >

ગરમાળો

ગરમાળો : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનીએસી કુળની એક નયનરમ્ય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia fistula Linn. (સં. આરગ્વધ, કર્ણિકાર; હિં. અમલતાસ; બં. અમલતાસ, સોનાર સાંદાલી, રાખાલનડી; મ. બાહવા, બોયા; ગુ. ગરમાળો; ક. હેગ્ગકે; ત. કોમરે; મલા. કટકોના; તે. રેલ્લાચેટ્ટુ; અં. ગોલ્ડન-શાવર; ઇંડિયન લેબર્નમ, પર્જિગ કે સિયા ફિસ્ચ્યુલા) છે. તે પર્ણપાતી…

વધુ વાંચો >

ગલતોરો

ગલતોરો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia pulcherrima Sw. (બં. કૃષ્ણચુર; ગુ. ગલતોરો, શંખેશ્વર; હિં. ગુલુતરા; સં. રત્નગંધી; મલા. માયિલ્કોન્ના; ત. માયિર્કોન્રાઈ, નાલાલ; અં. પીકૉક ફલાવર, બાર્બેડોસ પ્રાઇડ) છે. તે એક વિદેશી (exotic), સહિષ્ણુ (hardy), શુષ્કતા-રોધી (drought-resistant) ક્ષુપ કે 5 મી. સુધીની ઊંચાઈ ધારણ…

વધુ વાંચો >

ગાર્ડીનિયા

ગાર્ડીનિયા (Gardenia L) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની પ્રજાતિ. તે ક્ષુપ અને નાનાં વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિઓની બનેલી છે; અને ખાસ કરીને જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 6 જાતિઓ દેશજ (indigenous) છે. કેટલીક વિદેશી જાતિઓ ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. કેટલીક જાતિઓ ઇમારતી લાકડું…

વધુ વાંચો >

ગાલ્ફિમિયા

ગાલ્ફિમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મૅલ્પિથિયેસી કુળની એક પ્રજાતિ. તે મોટી શાકીય, ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે મળી આવતી જાતિઓની બનેલી છે; અને દુનિયામાં તેની 26 જાતિઓ મળી આવે છે; તે પૈકી 22 જાતિઓ મેક્સિકોમાં થાય છે. Galphimia angustifolia ટૅક્સાસ સુધી, G. Speciosa  નિકારાગુઆ અને ચાર જાતિઓ દક્ષિણ અમેરિકામાં…

વધુ વાંચો >

ગુલખેરૂ

ગુલખેરૂ : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Althea officinalis Linn. (ગુ. મ. ગુલખેરૂ, ખૈરા; હિ. ગુલખેરીઓ, ખૈરા, ખિત્મી; ક. સીમેટુટી; ત. સિમૈટુટી; અં. માર્શમેલો) છે. તે મૃદુ રોમમય, બહુવર્ષાયુ, 60–180 સેમી. ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. તે હિમાલયના પ્રદેશમાં કાશ્મીરથી પંજાબ સુધી જોવા મળે છે.…

વધુ વાંચો >

ગુલછડી

ગુલછડી : હિં. रजनीगंधा, गुलचबु, અં. garden lily, sea daffodil, tube rose, લૅ. Polyanthes tuberosa L. એકદળીના કુળ એમરીલિડેસીનો લગભગ ત્રીસેક સેમી. ઊંચો છોડ. તેની વચ્ચે વચ્ચે સાઠેક સેમી. ઊંચી દાંડીઓ ફૂટે છે. તે દાંડીઓ ઉપર સફેદ ચળકતાં ભૂંગળાં કે ગળણી આકારનાં સુગંધી ફૂલો ઑગસ્ટથી જાન્યુઆરી માસ સુધી આવે છે.…

વધુ વાંચો >

ગુલબાસ

ગુલબાસ : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mirabilis jalapa Linn. (સં. નક્તા; મ. ગુલબાશી, સાયંકાળી; બં. વિષલાંગુલિયા; હિં. ગુલવાસ; તે. ચંદ્રકાંતા, ચંદ્રમાલી; તા. અંધીમાલીગાઈ; ક. ચંદ્રમાલીગ, સંજામાલીગ; મલા. અંતીમાલારી; અં. ફોર ઓ’ક્લૉક પ્લાન્ટ, માર્વલ ઑવ્ પેરૂ) છે. તેના સહસભ્યોમાં વખખાપરો, પુનર્નવા, બોગનવેલ, વળખાખરો વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >