મોહિયુદ્દીન બોમ્બેવાલા

ઇમામ અહમદ ઇબ્ન હંબલ

ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. નવેમ્બર 780, બગદાદ; અ. 2 ઑગસ્ટ 855 બગદાદ) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી.…

વધુ વાંચો >

ઇલાહાબાદી, અકબર

ઇલાહાબાદી, અકબર (જ. 16 નવેમ્બર 1846, બારા, જિ. અલ્લાહાબાદ; અ. 15 ફેબ્રુઆરી 1921 પ્રયાગરાજ) : લોકપ્રિય ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અકબર હુસેન. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી પોતાના શોખ અને ખંતથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ‘મુખ્તારી’ની પરીક્ષા પાસ કરીને એકધારી પ્રગતિ કરી 1894માં ન્યાયાધીશ થયા. બ્રિટિશ શાસન તરફથી ‘ખાનબહાદુર’નો ખિતાબ…

વધુ વાંચો >

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ

દેસાઈ, ઝિયાઉદ્દીન અબ્દુલહૈ (જ. 18 મે 1925, ધંધૂકા, જિ. અમદાવાદ; અ. 24 માર્ચ 2002) : નિવૃત્ત નિયામક, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, દિલ્હી. અરબી, ફારસી અને ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસવિદ. પિતા શિક્ષક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધૂકામાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1946માં ફારસી મુખ્ય વિષય સાથે બી.એ.(ઑનર્સ)ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >