મોહિયુદ્દીન બૉમ્બેવાલા
ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી
ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી (જ. 7 મે 1599, સરહિંદ; અ. 17 ઑગસ્ટ 1668, સરહિંદ) : ભારતમાં ખ્યાતિ પામેલ સૂફી સિલસિલામાંના એક સુપ્રસિદ્ધ સૂફી વિદ્વાન. તેઓ મુજદ્દદ અલ્ફસાની શેખ અહમદ સરહિન્દીના પુત્ર હતા. 14 વર્ષની ઉંમરે જરૂરી શિક્ષણ મેળવીને તેઓ અધ્યાત્મ તરફ વળ્યા. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઊંડી ભક્તિભાવનાના કારણે…
વધુ વાંચો >ગઝલ
ગઝલ : અરબી ભાષામાં કસીદા કાવ્યસ્વરૂપના અંગ તરીકે પ્રયોજાયેલ અને પછી ફારસી, ઉર્દૂમાં થઈને હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયેલો કાવ્યપ્રકાર. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસીમાં, પછી ઉર્દૂમાં અને છેવટે વ્રજ અને ગુજરાતીમાં લખાયાનો ઇતિહાસ છે. ‘‘ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ…
વધુ વાંચો >ગરનાતા
ગરનાતા : સ્પેન કે ઉન્દુલુસમાં આવેલ પ્રાચીન રાજ્ય. વર્તમાન સ્પેનના એક સૂબા ગરનાતાનું પાટનગર આ જ નામે જાણીતું છે. સમુદ્રસપાટીથી 550 મી.ની ઊંચાઈએ આવેલું રમણીય શહેર છે. તે 42° ઉ. અ. અને 4° પૂ. રે. ઉપર આવેલું છે. હદ્દારા તથા શુનીબ નદીઓની વચ્ચે આવેલો આ ફળદ્રુપ પ્રદેશ ખેતીવાડી, ફળફૂલ અને…
વધુ વાંચો >ગવ્વાસી (મુલ્લાં)
ગવ્વાસી (મુલ્લાં) : સોળમી સદીનો ગોલકોંડા રાજ્યનો દરબારી કવિ. સોળમી શતાબ્દીના આરંભમાં દક્ષિણ ભારતમાં બહમની શાસનના પતનમાંથી જે પાંચ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમાં ગોલકોંડા (કુતુબશાહી) અને બિજાપુર (આદિલશાહી) રાજ્યોએ સાહિત્યકળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ગોલકોંડાના શાસકો મોહંમદ કુલી કુતુબશાહ, મોહંમદ કુતુબશાહ તેમજ અબ્દુલ્લા કુતુબશાહ પોતે સારા કવિઓ…
વધુ વાંચો >ગંજ મઆની
ગંજ મઆની : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બહાદુરશાહના શાસનકાળ વખતે કવિ-લેખક મુતીઈએ લખેલ ઇતિહાસગ્રંથ. 1530માં હજયાત્રા કરી મુતીઈ એડનના કિનારે આવેલ મોખા બંદરથી જહાજ દ્વારા ગુજરાત આવવા નીકળ્યા અને 1531માં સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરે ઊતર્યા. આ વખતે બહાદુરશાહે ત્યાં પડાવ નાખી લશ્કરી જમાવટ કરી હતી. મુતીઈ પણ બહાદુરશાહ સાથે…
વધુ વાંચો >ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા
ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા (જ. 27 ડિસેમ્બર 1797, આગ્રા; અ. 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી) : શ્રેષ્ઠ ઉર્દૂ અને ફારસી કવિ. તેમનું નામ અસદુલ્લાહખાન, મિર્ઝા નૌશા ઉર્ફ હતું અને ‘ગાલિબ’ તેમનું તખલ્લુસ રાખ્યું હતું. શરૂઆતમાં ‘અસદ’ ઉપનામથી પણ તેમણે ગઝલો લખી હતી. તેમના પૂર્વજો અયબક તુર્કમાન હતા અને અઢારમી સદીમાં શાહઆલમના શાસનકાળ…
વધુ વાંચો >ગુજરી
ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >જમીલ મઝહરી મીર કાઝિમ અલી
જમીલ મઝહરી મીર કાઝિમ અલી (જ. 1905, બિહાર; અ. 1980) : ઉર્દૂ કવિ. તેમના પિતાનું નામ સૈયદ ખુરશીદ હુસેન હતું. તેમણે મોટીહારીમાં તેમનું પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1931માં ફારસીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે તેમની કારકિર્દી કૉલકાતા દૈનિકમાં પત્રકાર તરીકે શરૂ કરી; પરંતુ બ્રિટિશ શાસન વિરુદ્ધના…
વધુ વાંચો >જાફરી, અલી સરદાર
જાફરી, અલી સરદાર (જ. 29 નવેમ્બર 1913, બલરામપુર, જિ. ગોંડા, ઉત્તરપ્રદેશ; અ. 1 ઑગસ્ટ 2000) : ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ લેખક. બલરામપુર અને અલીગઢમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે જાણીતા થયા. સરદાર જાફરી તેમનું ઉપનામ છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >