મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સફા (ઇખ્વાનુસ્સફા)

સફા (ઇખ્વાનુસ્સફા) (The Brethren of Sincerity) : એક ઉદાર-મતવાદી સંગઠન, જેનો ઉદ્ભવ દસમા સૈકામાં દક્ષિણ ઇરાકના પ્રખ્યાત નગર બસરામાં થયો હતો. આ સંગઠનમાં ઉચ્ચ ચારિત્ર્ય તથા નીતિમત્તા ધરાવતા સદાચારી લોકોને સભ્ય બનાવવામાં આવતા હતા, તેથી તે સ્વચ્છ(લોકો)ની બિરાદરી તરીકે ઓળખાતું હતું. જે સમયે સમાજમાં ધર્માન્ધતા તથા સંકુચિતતા વધી રહી હતી…

વધુ વાંચો >

સરખુશ મોહમ્મદ અફઝલ

સરખુશ મોહમ્મદ અફઝલ (જ. 1640, કાશ્મીર; અ. 1714) : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીરના સમયના દરબારનો મહત્ત્વનો ફારસી કવિ અને કલિમાત-અશ-શુઅરા નામના જાણીતા તઝકિરાનો લેખક. તેના પિતા મોહમ્મદ ઝાહિદ, મુઘલ શહેનશાહ શાહજહાનના એક અમીર અબ્દુલ્લાખાન ઝખ્મીની સેવામાં હતા. સરખુશ પણ શરૂઆતમાં આ જ અમીરનો દરબારી અને તેના અવસાન બાદ આલમગીરની સેવામાં…

વધુ વાંચો >

સરહિંદી નાસિર અલી

સરહિંદી નાસિર અલી (જ. ? ; અ. 1696-97) : ફારસી કવિ. પૂરું નામ નાસિર અલી ઇબ્ન રજબઅલી; ‘અલી’ ઉપનામ હતું. તેઓ ઉચ્ચ કોટિના ફારસી કવિ હતા. તેમનું વતન લાહોર હતું, પરંતુ ઉત્તર પ્રદેશના સરહિંદમાં સમગ્ર જીવન પસાર કર્યું હતું. તેઓ સરહિંદના નવાબ સૈફખાન અને નવાબ ઝુલફિકારખાન સાથે રહ્યા હતા, છતાં…

વધુ વાંચો >

સાદિક હિદાયત

સાદિક હિદાયત (જ. 1903, તેહરાન; અ. 1951, પૅરિસ) : વીસમી સદીના ઈરાનના તેજસ્વી સાહિત્યકાર. તેઓ ફારસીમાં વ્યક્ત થયેલા આધુનિક વિચારોના પ્રતીક જેવા હતા. સાદિક હિદાયતનો જન્મ ઈરાનના એક શિષ્ટ અને કુલીન કુટુંબમાં થયો હતો. તેમના પિતામહ રિઝા કુલી ખાન હિદાયત (અ. 1872) ઈરાનના કાજારી વંશના સમ્રાટોના દરબારમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવતા…

વધુ વાંચો >

સાવજી સલમાન

સાવજી સલમાન (જ. ?; અ. 1376) : ખ્વાજા જમાલુદ્દીન સલમાન ફારસીમાં કસીદા રચનાની પ્રાચીન પરંપરાના છેલ્લા કવિ. તેમના અવસાન બાદ ઈરાનમાં સફવી વંશનું રાજ્ય સ્થપાતાં માત્ર ધાર્મિક પ્રકારનાં પ્રશંસાકાવ્યોની રચનાનો યુગ શરૂ થયો અને બાદશાહો તથા અમીર-ઉમરાવોની પ્રશંસા લખવાની પરંપરા મહદ્અંશે અંત પામી. તેમણે કસીદાકાવ્યો ઉપરાંત ગઝલ, મુક્તક, રુબાઈ તથા…

વધુ વાંચો >

સિકંદર મંઝૂ

સિકંદર મંઝૂ (જ. 1553, મહેમદાવાદ; અ. 1630) : ગુજરાતના પ્રથમ પંક્તિના ફારસી ઇતિહાસ ‘મિરાતે સિકંદરી’ના ખ્યાતનામ લેખક. તેમનું પૂરું નામ સિકંદર ઇબ્ન મુહમ્મદ ઉર્ફે મંઝૂ ઇબ્ન અકબર. તેમની આ કૃતિ મધ્યકાલીન ગુજરાતના રાજકીય બનાવોનું સંપૂર્ણ વૃત્તાંત આપવાની સાથે તે સમયની સાંસ્કૃતિક, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનો પણ વિસ્તૃત અહેવાલ ધરાવે છે.…

વધુ વાંચો >

સિજ્ઝી અમીર હસન

સિજ્ઝી અમીર હસન (જ. 1255, બદાયૂન; અ. ?) : પ્રથમ પંક્તિના ફારસી કવિ. તેમનું મૂળ નામ નજમુદ્દીન હસન અને તેમના પિતાનું નામ અલા હતું. તેમના વડવાઓ હાશિમી કુળના હતા. તેમનું વતન સિજિસ્તાન અથવા સીસ્તાન હોવાથી તેઓ સિજ્ઝી કહેવાતા. નજમુદ્દીન પોતાને ‘હસન અલા સિજ્ઝી’ તરીકે ઓળખાવતા. હસનનો ઉછેર દિલ્હીમાં થયો હતો.…

વધુ વાંચો >

સીદી બશીરની મસ્જિદ

સીદી બશીરની મસ્જિદ : સલ્તનતકાલીન ગુજરાતની જાણીતી મસ્જિદ. અમદાવાદના મધ્યકાલીન સ્થપતિ અને સૂફી સંત સીદી બશીરે આ મસ્જિદ બંધાવી હતી. સંત હજરત શાહઆલમ સાહેબના ખલીફાઓમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું હતું. અમદાવાદના રેલવે-સ્ટેશનની બાજુમાં સારંગપુર પાણીની ટાંકીની સામે આ મસ્જિદ આવેલી છે. હાલમાં તેનો કમાનવાળો ભાગ તથા મિનારા જ જળવાઈ રહ્યા…

વધુ વાંચો >

સીદી સઈદ

સીદી સઈદ (જ. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; અ. 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના…

વધુ વાંચો >