મીનુ પરબીઆ
લેસિથિડેસી
લેસિથિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 15 પ્રજાતિઓ અને 325 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણ પ્રદેશોમાં વૃક્ષ સ્વરૂપે થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય હોય છે અને શાખાને છેડે ગુચ્છમાં થાય છે. પુષ્પવિન્યાસ એકાકી પરિમિત (solitary cymose) કે કલગી (raceme) પ્રકારનો જોવા…
વધુ વાંચો >લોગેનિયેસી
લોગેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી; ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae); શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae); ગોત્ર : જેન્શિયાનેલ્સ; કુળ : લોગેનિયેસી. તે 32 પ્રજાતિઓ અને લગભગ 800 જેટલી જાતિઓ ધરાવે છે. તે પૈકી અડધી પ્રજાતિઓ જૂની…
વધુ વાંચો >વર્બિનેસી
વર્બિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમિએલીસ (Lamiales), કુળ – વર્બિનેસી. આ કુળનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. વર્બિનાની કેટલીક જાતિઓ ઠંડા પ્રદેશમાં પણ…
વધુ વાંચો >વર્બેસ્કમ (Verbascum L.)
વર્બેસ્કમ (Verbascum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 300 ઉત્તર શીતકટિબંધ તથા યુરેશિયન જાતિઓ ધરાવે છે. આ જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને મૂળ સોટી મૂળતંત્ર ધરાવે છે. તેનાં મૂળ ટેરેક્સેકમની જેમ કરચલીવાળાં હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો પણ મોટાભાગનાં પીળા રંગનાં પુષ્પો…
વધુ વાંચો >વુલ્ફિયા
વુલ્ફિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પ્રજાતિ. તેની આશરે 10 જેટલી જાતિઓ ઉષ્ણ અને શીતપ્રદેશોમાં થાય છે. Wolfia arrhiza નામની જાતિ વનસ્પતિજગતની સૌથી નાની સપુષ્પ વનસ્પતિ છે. સ્થિર પાણીનાં ખાબોચિયાં, કુંડ, હોજ અને તળાવમાં થતી આ વનસ્પતિ અત્યંત વિશિષ્ટ છે. તેના નાનકડા ગોળાકાર લાલ રંગના છોડ પાણીમાં તરતા…
વધુ વાંચો >વૂડફૉર્ડિયા
વૂડફૉર્ડિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ, Woodfordia fruiticosa (ધાવડી, ધાતકી), ભારત, માડાગાસ્કર, શ્રીલંકા, ચીન અને સુમાત્રાથી ટીમોર સુધીના ઉષ્ણ પ્રદેશોમાં મળી આવે છે. તે નદીની ભેખડો કે રસ્તાની આસપાસ ઊગે છે. તે મધ્યમ કદનું ક્ષુપ છે. તેનાં પર્ણો સંમુખ, ક્વચિત્ ભ્રમિરૂપ (whorled), અંડાકાર…
વધુ વાંચો >વેલિસ્નેરિયા (જલસરપોલિયાં)
વેલિસ્નેરિયા (જલસરપોલિયાં) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકેરિટેસી કુળની એક પ્રજાતિ. તેનું ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તેની એક જલજ નિમજ્જિત (submerged) શાકીય જાતિનું વૈજ્ઞાનિક નામ Vallisneria spiralis L. (ગુ. જલસરપોલિયાં, પ્રાનવગટ; અં. ઇલ-ગ્રાસ ટેપ-ગ્રાસ) છે. તે વિરોહયુક્ત (stoloniferous) હોય છે. પર્ણો…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વ્હાલિયેસી
વ્હાલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરે તેનો સમાવેશ સેક્સિફ્રેગેસી કુળમાં કર્યો હતો. જોકે ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓએ વ્હાલિયેસીને સ્વતંત્ર કુળ તરીકેનો દરજ્જો આપ્યો છે અને તેનું સ્થાન સેક્સિફ્રેગેસી અને રુબિયેસી વચ્ચે હોવાનું સ્વીકારે છે. આ કુળ એક પ્રજાતિ અને આશરે પાંચ જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ દક્ષિણ…
વધુ વાંચો >સાલ્વેડોરેસી
સાલ્વેડોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 3 પ્રજાતિ અને આશરે 12 જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉપોષ્ણથી ઉષ્ણ અને શુષ્ક મરુદભિદીય (xerophytic) અને ખાસ કરીને સમુદ્રકિનારાની ખારી ભૂમિમાં થયેલું છે. આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ એશિયાઈ સમુદ્રતટો પર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી…
વધુ વાંચો >