મહેશ ચોકસી

શેવડે, વસંત ત્ર્યંબક

શેવડે, વસંત ત્ર્યંબક (જ. 1917, મુંબઈ; અ ?) : સંસ્કૃત ભાષાના કવિ અને વિદ્વાન. તેમની મહાકાવ્ય સમી રચના ‘વિંધ્યવાસિનીવિજય મહાકાવ્ય’ બદલ 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમરાવતીમાં મેળવ્યું. 1941માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનો ગહન અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

શેવિન્સ્કા, ઇરિના

શેવિન્સ્કા, ઇરિના (જ. 24 મે 1946, લેનિનગ્રાડ, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : લાંબા કૂદકાનાં નામી મહિલા ખેલાડી અને દોડવીર. 1964ની ઑલિમ્પિક રમતોમાં લાંબા કૂદકાની સ્પર્ધામાં રજત ચંદ્રકના વિજેતા બનીને તેમણે પોતાની પ્રતિષ્ઠા જમાવી. પોલૅન્ડની રિલૅ ટુકડીમાં તેઓ સુવર્ણ ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1965માં તેમણે 100 મી. તથા 200 મી. દોડમાં વિશ્વવિક્રમ સ્થાપ્યા.…

વધુ વાંચો >

શેષ નમસ્કાર

શેષ નમસ્કાર (1971) : બંગાળી લેખક. સંતોષકુમાર ઘોષ (જ. 1920) રચિત નવલકથા. તેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1972ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ નવલકથા તેમની માતાને ઉદ્દેશીને પત્રાવલિ રૂપે લખાયેલી છે. એ તેમની મહત્ત્વાકાંક્ષી રચના છે. તેમાં પશ્ચાદ્વર્તી અને ભાવિલક્ષી અભિગમથી જીવનને સમજવા-પામવાની અવિરત ઝંખના વ્યક્ત કરવામાં આવી છે. આ…

વધુ વાંચો >

શેષાન, ટી. એન.

શેષાન, ટી. એન. (જ. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ; અ. 10 નવેમ્બર 2019 ચેન્નાઈ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર. ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી…

વધુ વાંચો >

શૉ આલ્ફ્રેડ

શૉ આલ્ફ્રેડ (જ. 29 ઑગસ્ટ 1842, નૉટિંગહેમશાયર, યુ.કે.; અ. 16 જાન્યુઆરી 1907, ગેડિંગ, નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ દડો ફેંકનાર બૉલર તેઓ હતા. તેમના યુગના તેઓ ઇંગ્લૅન્ડના સૌથી છટાદાર ગોલંદાજ હતા. એ ઉપરાંત તેઓ ઉપયોગી બૅટધર પણ હતા. મીડિયમ અથવા સ્લો મીડિયમ પેસની ગોલંદાજીમાં તેઓ ફ્લાઇટ…

વધુ વાંચો >

શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ

શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ (જ. 14 ફેબ્રુઆરી 1819, મૂર્ઝબર્ગ, પેન્સિલવેનિયા; અ. 17 ફેબ્રુઆરી 1890) : ટાઇપરાઇટર વિકસાવનાર અમેરિકન સંશોધક. તેમણે શાળાશિક્ષણ પૂરું કર્યા બાદ તાલીમી પ્રિન્ટર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 4 વર્ષ બાદ માબાપ સાથે વિસ્કોન્સિનમાં સ્થળાંતર કર્યું. થોડા વખતમાં જ મેડિસોનમાં ‘વિસ્કોન્સિન એન્ક્વારર’ના સંપાદક બન્યા, એક વર્ષ બાદ સાઉથપૉર્ટ…

વધુ વાંચો >

શ્રીતિલકાયસોર્ણવ

શ્રીતિલકાયસોર્ણવ: (1969થી 1971) : સંસ્કૃતના વિદ્વાન માધવ શ્રીહરિ અણે (1880-1968) રચિત ગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સંસ્કૃતમાં લખેલો આ તેમનો એકમાત્ર ગ્રંથ છે અને તેનું મરણોત્તર પ્રકાશન થયું હતું. મહાન દેશભક્ત ટિળકના જીવન વિશેનું આ મહાકાવ્ય છે. તેમાં 12 હજાર શ્લોક છે. તેની ચિત્રાત્મક…

વધુ વાંચો >

શ્રીનિવાસ આયંગર, કે. આર.

શ્રીનિવાસ આયંગર, કે. આર. (જ. 17 એપ્રિલ 1908, સત્તુર, જિ. કામરાજ્ય, તામિલનાડુ) : અંગ્રેજીમાં લખતા ભારતના નામાંકિત લેખક, કવિ અને વિવેચક. તેમની કૃતિ ‘ઑન ધ મધર’ નામની જીવનકથાને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજી ભાષામાં એમ.એ. અને ડી.લિટ્.ની ડિગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેળવી. તેમણે શ્રીલંકા, બેલગામ, બાગલકોટ…

વધુ વાંચો >

શ્રીમાળી, રામેશ્વર દયાળ

શ્રીમાળી, રામેશ્વર દયાળ (જ. 1938, કરાંચી [હાલ પાકિસ્તાનમાં]) : જાણીતા રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મહારો ગાંવ’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1963માં બી.એ. અને 1966માં બી.એડ.ની ડિગ્રી મેળવી; ત્યારબાદ જયપુર ખાતેની રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખાનગી વિદ્યાર્થી તરીકે હિંદી સાહિત્યમાં (1968) અને અર્થશાસ્ત્રમાં (1973) અનુસ્નાતક કક્ષાની ડિગ્રીઓ મેળવી. તેમણે…

વધુ વાંચો >

શ્રીવર પેમ

શ્રીવર પેમ (જ. 4 જુલાઈ 1962; બાલ્ટીમોર, મૅરીલૅન્ડ, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા ટેનિસખેલાડી. 1978માં 16 વર્ષની વયે યુ.એસ. ઓપનમાં ફાઇનાલિસ્ટ બનનાર સૌથી નાની વયનાં ખેલાડી તરીકે તેમણે વિક્રમ સ્થાપ્યો. કારકિર્દીના આવા છટાદાર પ્રારંભ છતાં તેઓ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સની ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. જોકે ડબલ્સની રમતનાં તેઓ અગ્રણી ખેલાડી નીવડ્યાં…

વધુ વાંચો >