મહેશ ચોકસી
ગૌહર, ગુલામનબી
ગૌહર, ગુલામનબી (જ. 26 જૂન 1934, ચરારી શેરીફ, કાશ્મીર; અ. 19 જૂન 2018, બડગાંવ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી સાહિત્યકાર. આ લેખકની ‘પુન તે પાપ’ નામની કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફારસી સાહિત્યમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે પછી એલએલ.બી.ની ડિગ્રી પણ…
વધુ વાંચો >ગ્વિન, ઓકિમા
ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15…
વધુ વાંચો >ઘનતાવાદ (Cubism)
ઘનતાવાદ (Cubism) : વીસમી સદીનો ચિત્રકલા અને શિલ્પકલા ક્ષેત્રનો એક પ્રભાવશાળી પ્રવાહ અને વાદ. કેટલાક આધુનિક ઍબ્સ્ટ્રૅક્ટ ઝુંબેશોનું આદ્ય પ્રેરણાસ્થાન બની રહ્યો છે. તે ઇમ્પ્રેશનિસ્ટ અભિગમમાંથી મુક્ત થવા તથા પ્રવૃત્તિઓની નરી ર્દશ્યાત્મકતાનું સ્થાન લેવા પિકાસો તથા બ્રાક જેવા કલાકારોએ જે ચિત્રશૈલી પ્રયોજી તેમાંથી ‘ક્યૂબિઝમ’ નામે ઓળખાતી ચિત્રશૈલીનો 1907થી 1914 દરમિયાન…
વધુ વાંચો >ચર્યાપદ (ઊડિયા)
ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…
વધુ વાંચો >ચાપેક, કરેલ
ચાપેક, કરેલ (જ. 9 જાન્યુઆરી 1890, બોહેમિયા, ચેકોસ્લોવાકિયા; અ. 25 ડિસેમ્બર 1938, પ્રાગ, ચેકોસ્લોવાકિયા) : ચેકોસ્લોવાકિયાના નવલકથાકાર અને નાટ્યકાર. ડૉક્ટર પિતાના આ પુત્રે પૅરિસ, બર્લિન તથા પ્રાગની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચિત્રકાર તથા સ્ટેજ-ડિઝાઇનર બનેલા પોતાના ભાઈ જોસેફ ચાપેક(1887–1945)ના સહયોગમાં તેમણે 1910થી નાટકો લખવાનો આરંભ કર્યો. આ સહલેખનના પરિણામે લખાયેલાં…
વધુ વાંચો >ચારણ, રેવતદાન ‘કલ્પિત’
ચારણ, રેવતદાન ‘કલ્પિત’ (જ. 1924, મથામિયા મારવાડ, જોધપુર, રાજસ્થાન; અ. 26 એપ્રિલ 1990, જોધપુર ) : રાજસ્થાની કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઉછાલૌ’ને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એમ.એ. તથા કાયદાની સ્નાતક ડિગ્રી તથા સાહિત્યરત્નની ઉપાધિ તેમણે મેળવેલ. તેમણે રાજસ્થાની, હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. વ્યવસાયે…
વધુ વાંચો >ચિત્રકલા
ચિત્રકલા મુખ્ય ર્દશ્ય કલાપ્રકાર. તમામ ર્દશ્ય કલાની જેમ તે સ્થળલક્ષી (spatial) કલા છે. એથી સમયલક્ષી (temporal) કલાથી ઊલટું એમાં સમગ્ર કૃતિ સમયક્રમમાં નહિ પણ એકસાથે જ પ્રસ્તુત થાય છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે અને તેમાં પ્રતિનિધાનાત્મક (representational), કલ્પનાત્મક અથવા અમૂર્ત ડિઝાઇન પ્રયોજવામાં આવે છે. આ ડિઝાઇન દ્વિપરિમાણી (bidimensional) હોય છે…
વધુ વાંચો >ચૌધરી, નીરદ સી.
ચૌધરી, નીરદ સી. (જ. 23 નવેમ્બર 1897, કિશોરગંજ, હાલ બાંગ્લાદેશ; અ. 1 ઑગસ્ટ 1999, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી ગદ્યના સમર્થ સ્વામી લેખાતા ભારતીય સાહિત્યકાર. ‘મૉડર્ન રિવ્યૂ’(કોલકાતા)ના સહાયક તંત્રી, અગ્રણી રાજકીય નેતા શરદ બોઝના એક વખતના મંત્રી, ઑલ ઇન્ડિયા રેડિયોના વૃત્તાંતવિવેચક – એમ તેમની પ્રતિભા વિવિધ ક્ષેત્રે વિકસી છે. એમાં સૌથી…
વધુ વાંચો >ચૌધરી મેદિની
ચૌધરી મેદિની (જ. 1927, રામચા, જિ. કામરૂપ, અસમ; અ. 13 ફેબ્રુઆરી 2003, ગૌહત્તી) : અસમિયા નવલકથાકાર. ‘વિપન્ન સમય’ નામની તેમની ઐતિહાસિક નવલકથા બદલ તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. પ્રારંભમાં કેટલોક સમય તેમણે શાળામાં શિક્ષક તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >ચૌધરી, રમાપદ
ચૌધરી, રમાપદ (જ. 28 ડિસેમ્બર 1922, ખડકપુર, રેલવે કૉલોની, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 2018, કોલકાતા) : બંગાળી કથાસર્જક. તેમની ‘બાડિ બદલે જાય’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ‘આનંદ બજાર પત્રિકા’ના સંયુક્ત તંત્રી હતા. મુખ્યત્વે તેઓ નવલકથાકાર છે;…
વધુ વાંચો >