મહેશ ચોકસી

વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ

વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ (જ. 22 ઑગસ્ટ 1964, સ્વીડન) : સ્વીડનના ટેનિસ-ખેલાડી. વિચક્ષણ પ્રતિભા ધરાવતા કિશોરાવસ્થાના ટેનિસ ખેલાડી. 17 વર્ષ અને 288 દિવસની ઉંમરે 1982માં તેઓ ફ્રેન્ચ ઓપન સ્પર્ધાના વિજેતા બન્યા. પુરુષોની એકલ (singles) સ્પર્ધાના ‘ગ્રૅન્ડ સ્લૅમ’ના વિજેતા બનનાર તેઓ એ સમયે સૌથી નાની વયના ખેલાડી હતા. વળી ઓપન ટેનિસના…

વધુ વાંચો >

વિલૅસ ગીર્લેમો

વિલૅસ ગીર્લેમો (જ. 17 ઑગસ્ટ 1952, બૂએનૉસ આઇરિસ, આર્જેન્ટિના) : દક્ષિણ અમેરિકાના એક મહાન ટેનિસ-ખેલાડી. 1981માં તેમની રમતના મુખ્ય પ્રભાવને કારણે જ આર્જેન્ટિના ડેવિસ કપની અંતિમ સ્પર્ધા સુધી પહોંચી શકેલું. તેમનો સૌપ્રથમ મહત્વનો વિજય તે 1974ની ‘માસ્ટર્સ’ની રમતોમાં. 1977માં તેઓ ફ્રેન્ચ વિજયપદકના વિજેતા બન્યા. તેઓ યુએસ અને દક્ષિણ આફ્રિકન વિજયપદકના…

વધુ વાંચો >

વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા)

વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા) (જ. 21 નવેમ્બર 1921, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં મહિલા-ક્રિકેટ-ખેલાડી. ફેબ્રુઆરી, 1958માં મેલબૉર્ન ખાતેની ઇંગ્લૅન્ડ સામેની ઑસ્ટ્રેલિયાની મૅચમાં તેમણે 11.16ની ગોલંદાજી કરીને મહિલા ટેસ્ટ ક્રિકેટ માટેની સૌથી ઉત્તમ ગોલંદાજી બની રહી. પ્રથમ દાવમાં તેમણે ‘હૅટ-ટ્રિક’ની એટલે ઉપરા-ઉપરી 3 વિકેટ લેવાની સિદ્ધિ નોંધાવી  ટેસ્ટ મૅચમાં મહિલા-ખેલાડીની એ…

વધુ વાંચો >

વિશ્વનાથ રેડી, કેતુ

વિશ્વનાથ રેડી, કેતુ (જ. 10 જુલાઈ 1939, રંગસાંઈપુરમ્, જિ. કડપ્પા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અધ્યાપનની કારકિર્દી પછી ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી તેલુગુ સ્ટડીઝના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. હાલ લેખનની સ્વતંત્ર કારકિર્દી. તેઓ એ. પી. પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના અધ્યક્ષ (1996); તેલુગુ અકાદમીના સંપાદક મંડળના સભ્ય…

વધુ વાંચો >

વીક્સ, એવરટન

વીક્સ, એવરટન (જ. 26 ફેબ્રુઆરી 1925, બ્રિજટાઉન, બાર્બાડૉસ) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ-ખેલાડી. તેઓ છટાદાર ફટકાબાજ હતા અને એ રીતે અનેક ટીમના ગોલંદાજી-આક્રમણને તેઓ વેરવિખેર કરી મૂકતા. ભારત સામેની ટેસ્ટશ્રેણીમાં તેમણે 2 વખત 100 ઉપરાંતની સરેરાશ નોંધાવી હતી : 1948-49માં 111.28ની સરેરાશથી 779 રન અને 1953માં 102.28ની સરેરાશથી 716 રન. 1948માં…

વધુ વાંચો >

વીરપ્પા મોઈલી, એમ.

વીરપ્પા મોઈલી, એમ. (જ. 12 જાન્યુઆરી 1940, મારપદી, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી બી. એ. અને બૅંગાલુરુ યુનિવર્સિટીમાંથી બી. એલ., ઍડવોકેટ તથા કર્ણાટક વિધાનસભાના સભ્ય અને સક્રિય રાજકારણી તરીકેની કારકિર્દી. અનેક સત્ર સુધી વિધાનસભાના સભ્ય રહ્યા. લઘુઉદ્યોગોના મંત્રી (1974-78); પ્રવાસન, આયોજન તથા સહકારના મંત્રી (1980-83); શિક્ષણમંત્રી,…

વધુ વાંચો >

વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ

વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ (જ. 27 મે 1887, ટૉનબ્રિજ, કૅન્ટ, યુ.કે.; અ. 18 ઑક્ટોબર 1978, હૅલિફેક્સ, નૉવા સ્કૉટિયા, કૅનેડા) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ અજોડ ડાબોડી ગોલંદાજ હતા. તેમની ઝમકદાર બૅટિંગ તમામ ઊગતા ખેલાડીઓ માટે લાંબો સમય નમૂનારૂપ બની રહી. તેમનું કદ મોટું હતું અને તેઓ એક મહાન સર્વક્ષેત્રીય (all-rounder) ખેલાડી પણ…

વધુ વાંચો >

વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ

વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ (જ. 19 જાન્યુઆરી 1930, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટખેલાડી. તેઓ સૌથી સફળ વિકેટકીપર નીવડવા ઉપરાંત આધારભૂત જમણેરી બૅટધર પણ બની રહ્યા. દક્ષિણ આફ્રિકા વતી તેઓ વિક્રમજનક 50 ટેસ્ટમાં રમ્યા. 1961-62માં ન્યૂઝીલૅન્ડ સામે તેમણે 26 બૅટધરોને આઉટ કર્યા. (તેમાં 23 કૅચ અને 3 સ્ટમ્પિંગ હતાં.)…

વધુ વાંચો >

વૅડ, વર્જિનિયા

વૅડ, વર્જિનિયા (જ. 10 જુલાઈ 1945, બૉર્નમાઉથ, હૅમ્પશાયર, યુ.કે.) : યુ.કે.નાં મહિલા ટેનિસ-ખેલાડી. તેઓ 1977ની વિમ્બલડનની સિંગલ્સની સ્પર્ધામાં વિજેતા બન્યાં. પ્રેક્ષકોએ આ જીત ખૂબ હોંશથી વધાવી, કારણ કે એ વિમ્બલડનનું શતાબ્દી-વર્ષ હતું અને પોતાના જ દેશના ખેલાડી ઘરઆંગણે વિજેતા બને એ બહુ મોટી ઘટના હતી. તેઓ લગભગ તેમની બત્રીસમી વર્ષગાંઠ…

વધુ વાંચો >

વેદ, રાહી

વેદ, રાહી (જ. 22 મે 1933, જમ્મુ) : ડોગરી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘આલે’ને 1983ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. તેઓ આકાશવાણી સાથે તેમજ અનેક ડોગરી, હિંદી અને ઉર્દૂ સામયિકો સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે પ્રગટ કરેલાં 10 પુસ્તકોમાં 3 મૂળ હિંદીમાં લખાયેલાં…

વધુ વાંચો >