મહેશ ચોકસી

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન (જ. 1936, હફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : સાહસખેડુ અને યુવાનેતા. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી. પછી તેઓ 1957માં રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા. તેમણે લગભગ 40 ઉપરાંત સાહસલક્ષી પ્રવાસો ખેડ્યા. એ ઉપરાંત સાયન્ટિફિક એક્સપ્લૉરેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા ‘બ્રિટિશ-ટ્રાન્સ-અમેરિકાઝ’ (1972) અને ‘ઝેર રિવર’ (1975/84) નામના સાહસપ્રવાસોની આગેવાની પણ સંભાળી. તેમણે ઑપરેશન…

વધુ વાંચો >

બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ

બ્લૅસ્કો ઇવાન્યેન્થ, વિસેન્ટ (જ. 1867, વૅલેન્શિયા, સ્પેન; અ. 1928) : વાસ્તવવાદી નવલકથાલેખક. તેમની વિશેષતા એ રહી છે કે સ્પેનના ગ્રામીણ જીવન તેમજ સામાજિક ક્રાંતિનું તેમણે વાસ્તવલક્ષી ચિત્રણ કર્યું છે. તેમની નોંધપાત્ર કૃતિ તે ‘બલ્ડ ઍન્ડ સૅન્ડ’ (1909) તથા ‘ધ ફોર હૉર્સમેન ઑવ્ ધ એપૉકેલિપ્સ’ (1916). તેમાં પ્રથમ વિશ્વયુદ્ધનું  અત્યંત જીવંત…

વધુ વાંચો >

બ્લો, સુસાન એલિઝાબેથ

બ્લો, સુસાન એલિઝાબેથ (જ. 1843, સેંટ લૂઈ, મિસૂરી; અ. 1916) : અમેરિકાનાં શિક્ષણકાર. નાનપણથી જ તેઓ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલાં હતાં. પ્રારંભથી તેમને જર્મન આદર્શવાદીઓની વિચારસરણી તથા પ્રવૃત્તિમાં ખૂબ રસ પડ્યો હતો. ફ્રેડરિક ફ્રૉબલની કૃતિઓ વાંચ્યા પછી 1873માં તેમણે સેંટ લૂઈમાં અમેરિકાની સર્વપ્રથમ સાર્વજનિક કિંડરગાર્ટન શાળાનો આરંભ કર્યો. 1874માં કિંડરગાર્ટન પદ્ધતિના…

વધુ વાંચો >

બ્લૉંડી, ચાર્લ્સ

બ્લૉંડી, ચાર્લ્સ (જ. 1824, હેઝડિન, ફ્રાન્સ; અ. 1897) : અંગકસરતના સાહસિક ખેલાડી. ચુસ્ત બાંધેલા જાડા તાર પર ચાલવાના પ્રયોગ માટે તેઓ બહુ જાણીતા બન્યા હતા. આવા ચુસ્ત બાંધેલા તાર પર તેમણે 1859માં નાયગ્રા ધોધ પાર કર્યો હતો. પછી ક્યારેક આંખે પાટા બાંધીને, ક્યારેક ઠેલણગાડી સાથે, ક્યારેક પોતાની પીઠ પર અન્ય…

વધુ વાંચો >

બ્વેનો, મૅરિયા

બ્વેનો, મૅરિયા (જ. 1939, સાઓ પાઉલો, બ્રાઝિલ) : ટેનિસનાં જાણીતાં મહિલાખેલાડી. 1959, 1960 અને 1964માં વિમ્બલડન ખાતે વિજેતા બન્યાં. 4 વખત તેઓ અમેરિકાનાં ચૅમ્પિયન બન્યાં હતાં. અમેરિકન ખેલાડી ડાર્લેન હાર્ડ સાથે, તેઓ વિમ્બલડન ડબલ્સનું પદક 5 વાર જીત્યાં અને અમેરિકાના ડબલ્સમાં 4 વાર વિજેતા બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ટેનિસ-ખેલાડી હોવા છતાં,…

વધુ વાંચો >

ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય

ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય (જ. 23 સપ્ટેમ્બર 1921, ભાવનગર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર. તેમનું ઉપનામ ‘ભાવરંગ’. મુંબઈની ‘ધ વિક્ટૉરિયા મ્યૂઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ (1941). સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં સંગીતનો ડૉક્ટર ઇન મ્યૂઝિક (D.MUS) કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી (1950). તેમણે શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

ભાગવત, દુર્ગા

ભાગવત, દુર્ગા (જ. 10 ફેબ્રુઆરી 1910, ઇંદોર) : મરાઠીનાં નામાંકિત લેખિકા તથા લોકસાહિત્યનાં વિદુષી. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શાળાનું શિક્ષણ નાસિક, અહમદનગર તથા પુણેમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 1932માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ‘અર્લી બુદ્ધિસ્ટ જ્યુરિસ્પ્રૂડન્સ’ નામના શોધનિબંધ માટે તેમને 1935માં પીએચ.ડી.ની ડિગ્રી…

વધુ વાંચો >

ભાટી, નારાયણસિંગ

ભાટી, નારાયણસિંગ (જ. 1930, માલૂંગા, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘બરસન રા દીગોરા ડુંગર લાગિયન’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાનીમાં એમ.એ.ની તથા પીએચ.ડી.ની તેમજ કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી. રાજસ્થાની ભાષાના સંશોધન તથા સંદર્ભસાહિત્ય માટેની અગ્રણી સંસ્થા ‘રાજસ્થાની શોધ સંસ્થાન’ના…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ)

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ) : બનારસ હિંદુ યુનિવર્સિટીના વિશાળ વિદ્યા-સંકુલમાં આવેલું મ્યુઝિયમ. તેમાં શિલ્પો, ચિત્રકૃતિઓ તથા વસ્ત્રોનો અસાધારણ સંગ્રહ છે. રાય કૃષ્ણદાસ જેવી એકલ વ્યક્તિના ખાનગી સંગ્રહમાંથી આ મ્યુઝિયમનો ઉદભવ થયો. 1950માં તે યુનિવર્સિટીને સોંપાયા પછી બીજા કેટલાક લોકોએ કલાકૃતિઓ આપીને તેની સમૃદ્ધિ વધારી. શિલ્પકૃતિઓના 3 વિભાગો છે :…

વધુ વાંચો >