મહેશ ચોકસી
બ્લી, નેલી
બ્લી, નેલી (જ. આશરે 1865, પૅન્સિલવેનિયા; અ. 1922) : જાણીતાં મહિલા-પત્રકાર. મૂળ નામ એલિઝાબેથ સિમૅન. તેઓ ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’માં રિપોર્ટર તરીકે કામગીરી બજાવતાં હતાં. ન્યૂયૉર્ક સિટીના બ્લૅકવેલ ટાપુ પર આવેલી મનોરોગીઓ માટેની હૉસ્પિટલમાં તેઓ પણ એક મનોરોગી તરીકે દાખલ થઈ ગયાં અને ત્યાંની દુર્દશાભરી હાલતનો જાત-અભ્યાસ કરી, તેનો હૃદયસ્પર્શી અખબારી ચિતાર…
વધુ વાંચો >બ્લૂમફિલ્ડ, લિયોનાર્દ
બ્લૂમફિલ્ડ, લિયોનાર્દ (જ. 1887, શિકાગો; અ. 1949) : વિદ્વાન ભાષાશાસ્ત્રી. તેમણે હાર્વર્ડ, વિસ્કૉન્સિન અને શિકાગો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. અનેકવિધ શૈક્ષણિક કામગીરી બજાવ્યા પછી, 1921માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જર્મન ભાષા તેમજ ભાષાશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. 1927માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં જર્મેનિક વ્યુત્પત્તિશાસ્ત્રના અને 1940માં યેલ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર નિયુક્ત…
વધુ વાંચો >બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ
બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ (જ. 1818, હૉમર, ન્યૂયૉર્ક; અ. 1894) : મહિલા-અધિકાર અને મહિલા-પોશાક-વિષયક સુધારાના અગ્રણી પુરસ્કર્તા. મહિલાઓ માટે સમાન હકની માગણીને વાચા આપવા તથા તે બાબતે જાગૃતિ લાવવા અને લોકમત કેળવવાના ઉદ્દેશથી તેમણે ‘ધ લિલી’ નામના અખબારની સ્થાપના કરી; 1849થી 1855 દરમિયાન તેમણે તેનું તંત્રીપદ સંભાળ્યું. પોશાક-વિષયક સમાનતાના આગ્રહને…
વધુ વાંચો >બ્લૂર, એલા ઉર્ફે રિવી
બ્લૂર, એલા ઉર્ફે રિવી (જ. 1862, સ્ટેટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક; અ. 1952) : જાણીતા ઉદ્દામવાદી અને મહિલાઓ માટેના હક માટેનાં આંદોલનકાર. તેઓ ‘મધર બ્લૂર’ તરીકે બહુ જાણીતાં હતાં. ઓગણીસમા વર્ષે જ તેમનાં લગ્ન થયાં હતાં; એથી જ કદાચ તેઓ સ્ત્રીઓ માટેના અધિકાર માટે જાગ્રત અને સક્રિય બન્યાં. તેમની રાજકીય સક્રિયતાના કારણે…
વધુ વાંચો >બ્લૅક, ક્વેન્ટિન
બ્લૅક, ક્વેન્ટિન (જ. 1932, સેકસ્બી, લંડન) : બાળકો માટેના લેખક અને ચિત્રાંકનકાર (illustrator). પ્રારંભમાં તેમણે કેમ્બ્રિજ ખાતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો. ત્યારપછી તેઓ ધંધાદારી ચિત્રાંકનકાર બન્યા. એ રીતે તે ‘પંચ’ તથા અન્ય જાણીતાં સામયિકો માટે કાર્ટૂન-ચિત્રો દોરવાનું કાર્ય સંભાળતા રહ્યા. રસેલ હૉબર્ન, રૉલ્ડ ડેલ અને અન્ય બાલલેખકોનાં પુસ્તકોમાંનાં તેમનાં ચિત્રાંકનો ભારે…
વધુ વાંચો >બ્લૅક, યુજિન રૉબર્ટ
બ્લૅક, યુજિન રૉબર્ટ (જ. 1898, આટલાન્ટા, કૅલિફૉર્નિયા; અ. 1992) : વિશ્વબૅંકના પ્રમુખ (1949–62). તેમણે જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે કારકિર્દીનાં પ્રારંભ કર્યો વૉલસ્ટ્રીટના એક બૅંકર તરીકે. 1947માં તેઓ વિશ્વબૅંકમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે જોડાયા. ઉત્તરોત્તર આગળ વધતાં, 1949માં તેઓ એ બૅંકના પ્રમુખ બન્યા. વિશ્વબૅંકની સહાયનો ઝોક બદલવામાં તેઓ મુખ્ય…
વધુ વાંચો >બ્લૅચ, હૅરિયેટ
બ્લૅચ, હૅરિયેટ (જ. 1856, સેનેકા ફૉલ્સ; ન્યૂયૉર્ક; અ. 1940) : સ્ત્રીઓ માટેના અધિકાર અંગેના આંદોલનનાં આગેવાન. તેમણે વૅસર કૉલેજ ખાતે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1907માં તેમણે ‘ઇક્વૉલિટી લીગ ઑવ્ સેલ્ફ-સપૉર્ટિંગ વિમેન’ નામની સંસ્થા સ્થાપી. એ રીતે તેઓ સ્ત્રીઓના અધિકાર માટે ખૂબ સક્રિય આંદોલનકાર બની રહ્યાં. 1908માં તેમણે વિમેન્સ પોલિટિકલ યુનિયનની સ્થાપના…
વધુ વાંચો >બ્લૅની, જૉફ્રેનૉર્મન
બ્લૅની, જૉફ્રેનૉર્મન (જ. 1930, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : સામાજિક ઇતિહાસકાર. તેમણે મેલબૉર્ન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને એ જ યુનિવર્સિટીમાં આર્થિક ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1988થી તેઓ ત્યાં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1966માં તેમણે ‘ધ ટિરની ઑવ્ ડિસ્ટન્સ’ નામનું પુસ્તક લખ્યું અને તેમાં ભૌગોલિક અલગતાએ ઑસ્ટ્રેલિયાની પ્રજા તથા તેના ઇતિહાસને અમુક ચોક્કસ …
વધુ વાંચો >બ્લૅન્કર્ન-કૉન, ફેની
બ્લૅન્કર્ન-કૉન, ફેની (જ. 1918, ઍર્મ્સ્ટડડેમ) : જાણીતાં રમતવીર. 1948માં વિશ્વ ઑલિમ્પિક રમતોમાં તેઓ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં ખૂબ ઝળકી ઊઠ્યાં અને 4 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા બન્યાં. તેમને જેમાં વિજય મળ્યો તે રમતસ્પર્ધાઓમાં 100 મી. અને 200 મી. દોડ, 80 મી.ની વિઘ્ન-દોડ અને 4 x 100 મી.ની રીલે દોડનો સમાવેશ થાય છે. મહેશ…
વધુ વાંચો >બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના
બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના (જ. 1831, યુક્રેન; અ. 1991) : જાણીતાં થિયૉસૉફિસ્ટ. તેમનાં લગ્ન એક રશિયન જનરલ સાથે કુમારાવસ્થામાં જ થયાં હતાં; પણ તે લગ્નજીવન ઝાઝું ટક્યું નહિ. પતિને ત્યજીને તેઓ પૂર્વના દેશોના પ્રવાસે નીકળી પડ્યાં અને ખૂબ વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1873માં તેઓ અમેરિકા ગયાં અને 1875માં ન્યૂયૉર્ક સિટીમાં હેનરી સ્ટીલ…
વધુ વાંચો >