મહેશ ચોકસી
ડિ ક્વિન્સી, ટૉમસ
ડિ ક્વિન્સી, ટૉમસ (જ. 15 ઑગસ્ટ 1785; મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 8 ડિસેમ્બર 1859, એડિનબર) : આંગ્લ નિબંધકાર અને વિવેચક. 15 વર્ષની વયે મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં દાખલ થયા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે છાપ ઊભી કરી, પરંતુ નરમ તબિયત તથા તે વખતે પ્રચલિત બનેલી કલ્પનારંગી રખડપટ્ટીની ભમ્રણાના માર્યા 17 વર્ષની વયે શાળા…
વધુ વાંચો >ડેઉસ એક્સ મૅક્નિ
ડેઉસ એક્સ મૅક્નિ : નાટ્યસંદર્ભમાં વપરાતા મૂળ ગ્રીક શબ્દસમૂહનું લૅટિન ભાષાંતર. તેનો શબ્દાર્થ થાય ‘યંત્રમાંથી અવતરતા દેવ’. તાત્વિક રીતે જોતાં નાટ્યવસ્તુનો વિકાસ સાધવા કે સમાપન માટે કોઈ કૃત્રિમ તરકીબ (device) પ્રયોજવામાં આવે અથવા કોઈ નાટ્યબાહ્ય પરિબળ કે તત્વ તરફથી કોઈ અણધાર્યો કે અસંભવિત હસ્તક્ષેપ કરવામાં આવે તેને આ રીતે ઓળખવામાં…
વધુ વાંચો >ડેકા, હરેકૃષ્ણ
ડેકા, હરેકૃષ્ણ (જ. 1943) : આસામી સાહિત્યકાર. તેમની કૃતિ ‘આન એજન’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યા પછી તેઓ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. 1988માં તેઓ ગુવાહાટીના પશ્ચિમી રેંજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ તરીકે નિમાયા હતા. તેઓ નૈસર્ગિક પ્રતિભાશક્તિ ધરાવતા લેખક છે. પોલીસ…
વધુ વાંચો >ડેથ ઑવ્ અ સેલ્સમૅન
ડેથ ઑવ્ અ સેલ્સમૅન (1949) : અમેરિકન લેખક આર્થર મિલરનું નાટક. પ્રથમ વાર ભજવાયું અને પ્રકાશન પામ્યું કે તરત જ વિવેચકો તરફથી તેને સહજ આવકાર સાંપડ્યો. ન્યૂયૉર્ક સિટીના મૉરોસ્કો થિયેટરમાં તેના 742 પ્રયોગો થયા અને પુલિત્ઝર પ્રાઇઝ તેમજ ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડ એમ બંને ઇનામોનું તે વિજેતા બન્યું. નાટ્યવસ્તુના…
વધુ વાંચો >ડેવિસ, સ્ટુઅર્ટ
ડેવિસ, સ્ટુઅર્ટ (જ. 7 ડિસેમ્બર 1894, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 24 જૂન 1964 ન્યૂયૉર્ક) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. 1910થી 1913 દરમિયાન રૉબર્ટ હેનરી પાસે કલાનો અભ્યાસ કર્યો. જૉન સ્લોઅન સાથે ‘ધ માસિઝ’ નામના ડાબેરી સામયિકમાં ચિત્રકાર તરીકે કામગીરી બજાવી. ‘ધ આર્મરી શો’ નામની કૃતિ પછી તે ફ્રાન્સમાંના ‘આવાં ગાર્દ’ કલાપ્રવાહ…
વધુ વાંચો >ડૉલ્સ હાઉસ
ડૉલ્સ હાઉસ : નૉર્વેના નાટ્યકાર ઇબ્સન(1828–1906)-રચિત નાટક. પ્રથમ વાર ભજવાયું ત્યારથી જ તેમાંના નારીમુક્તિના સામાજિક વિષયને કારણે તેને મહદંશે આવકાર સાંપડ્યો હતો; પરંતુ ઇબ્સન માટે તેમજ આધુનિક પ્રેક્ષકવર્ગને મન તો માનવ-માનવ વચ્ચેના વિશાળ સંબંધો માટેની યથાર્થ ભૂમિકા વિશે નાટકમાં વ્યક્ત થયેલી ચિંતા મહત્વની બની રહી. નૉરા હેલ્મરને પોતાના પતિને ત્યજી…
વધુ વાંચો >ડ્યૂરર, આલ્બ્રેટ
ડ્યૂરર, આલ્બ્રેટ (જ. 21 મે 1471, ન્યૂરેમ્બર્ગ, જર્મની; અ. 6 એપ્રિલ 1528, ન્યૂરેમ્બર્ગ) : જર્મન રેનેસાંના અગ્રણી ચિત્રકાર તથા એન્ગ્રેવર. માઇકલ વૉલગેમટ (1434–1519) પાસેથી કલાની તાલીમ પામ્યા. ઇટાલિયન રેનેસાંના કલાવિષયક ખ્યાલો તથા ચિત્રાકૃતિઓથી તે ભારે પ્રભાવિત થયા હતા. પરિદર્શન (perspective) તથા પ્રમાણબદ્ધતા જેવાં ચિત્રકલાનાં વૈજ્ઞાનિક પાસાં અને પ્રશ્નોમાં તેમને ભારે…
વધુ વાંચો >ઢેરે, રામચંદ્ર ચિંતામણ
ઢેરે, રામચંદ્ર ચિંતામણ (જ. 21 જુલાઈ 1930 નિગોડ) : મરાઠી સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષક પૂનાની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક શિક્ષણ પૂના ઇંગ્લિશ સ્કૂલ અને પૂનાની રાત્રિ શાળામાં લીધું. 1966માં ગ્રૅજ્યુએટ થયા. તેમની કૃતિ ‘શ્રી વિઠ્ઠલ : એક મહાસમન્વય’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. પ્રાચીન મરાઠી સાહિત્ય તથા સંસ્કૃતિના સંશોધનક્ષેત્રે…
વધુ વાંચો >તારાસિંગ
તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…
વધુ વાંચો >તિવારી, વી. એન.
તિવારી, વી. એન. (જ. 1936, પતિયાળા; અ. 1984) : પંજાબી કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘ફુટપાથ તોં ગૅરેજ તક’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પંજાબીમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રી તેમજ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ભાઈ વીરસિંગ સ્ટડીઝ ઇન મૉડર્ન લિટરેચરના પ્રાધ્યાપકપદ સાથે…
વધુ વાંચો >