મરાઠી સાહિત્ય

સાને ગુરુજી

સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…

વધુ વાંચો >

સાવળારામ પી.

સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…

વધુ વાંચો >

સાવંત વસંત લાડોબા

સાવંત, વસંત લાડોબા (જ. 11 એપ્રિલ 1935, સંગુલવાડી, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેમણે એમ.એ., પીએચ.ડી. અને સાહિત્યવિશારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એસ. પી. કે. મહાવિદ્યાલય, સાવંતવાડીમાં મરાઠી વિભાગના રીડર તથા વડા રહ્યા. તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણેના કારોબારી મંડળના સભ્ય; 1983-85 સુધી આકાશવાણી, રત્નાગિરિની સલાહકાર સમિતિના સભ્ય…

વધુ વાંચો >

સાવંત શિવાજીરાવ

સાવંત, શિવાજીરાવ (જ. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ…

વધુ વાંચો >

સુધાંશુ

સુધાંશુ (જ. 6 એપ્રિલ 1917, બારામતી, મહારાષ્ટ્ર; અ. 20 સપ્ટેમ્બર 2006, ઔદુંબર, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠીના ખ્યાતનામ કવિ, સ્વાતંત્ર્યસેનાની અને દત્તગુરુના આજન્મ ઉપાસક. મૂળ નામ હણમંત નરહર જોશી. ‘સુધાંશુ’ આ કવિનામ કાવ્યવિહારી નામના બીજા મરાઠી કવિએ તેમને આપ્યું. ત્યારથી તેમની બધી જ કાવ્યરચનાઓ આ તખલ્લુસથી જાણીતી થઈ છે. શિક્ષણ…

વધુ વાંચો >

સુર્વે નારાયણ

સુર્વે, નારાયણ (જ. 1926, મુંબઈ) : આધુનિક મરાઠી દલિત સાહિત્યના અગ્રણી સર્જક અને પુરસ્કર્તા, જીવનવાદી કવિ. મુંબઈની કમલા કાપડ મિલના એક મહિલા કામદાર કાશીબાઈને 1926માં માહિમના ભેજવાળા વિસ્તારના એક ઉકરડા પરથી લાવારિસ હાલતમાં પડેલું એક નવજાત શિશુ મળ્યું અને પુત્રપ્રાપ્તિના આનંદમાં વિભોર બની ગયેલી આ મહિલા અને તેના પતિએ તેને…

વધુ વાંચો >

સુલતાન કયીત બેની કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન કયીત બેની કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તમાં કેરો મુકામે આવેલું જાણીતું સ્થાપત્ય. સુલતાન કયીત બેનીએ 1472-1474 દરમિયાન તેનું બાંધકામ કરાવ્યું હતું. કબરના સ્થાપત્યની સાથે મદરેસાનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ચાર મદરેસા, કબર, સાહિલ (લોકોને પાણી પીવા માટેનો ફુવારો) અને કુટ્ટા (પ્રાથમિક શાળા) આવેલાં છે. કબરના ઉપરના…

વધુ વાંચો >

સૌંદર્ય આણિ સાહિત્ય

સૌંદર્ય આણિ સાહિત્ય : બી. એસ. મરઢેકરનો જાણીતો નિબંધસંગ્રહ (1955). આ સંગ્રહ સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચન વિશેનો છે. તે ત્રણ ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં 7 નિબંધો છે; જેમાં ‘સૌંદર્યપરક કથન’, ‘સૌંદર્યપરક લાગણીઓ’ અને સજાતીય પ્રશ્નોના પ્રકારની સમજૂતી છે. બીજો ભાગ 10 નિબંધોનો છે. તેમાં સાહિત્યના સૌંદર્ય અને તેની મહાનતાના…

વધુ વાંચો >

સ્વામી

સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને…

વધુ વાંચો >

હાતકળંગળેકર મ. દ.

હાતકળંગળેકર, મ. દ. (જ. 1 ફેબ્રુઆરી 1927, હાતકળંગળે, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યના અગ્રણી વિવેચક. આખું નામ મનોહર દત્તાત્રેય હાતકળંગળેકર. ચોથા ધોરણ સુધીનું શિક્ષણ વતનમાં લીધા પછી મૅટ્રિકની પરીક્ષા સાંગલી ખાતેની હાઈસ્કૂલમાંથી પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ તર્કશાસ્ત્ર વિષય સાથે ત્યાંની જ વિલિંગ્ડન કૉલેજમાં સંપન્ન કર્યું અને એમ.એ.ની પરીક્ષામાં…

વધુ વાંચો >