ભૌતિકશાસ્ત્ર

વીલ, હરમાન

વીલ, હરમાન (જ. 9 નવેમ્બર 1885, ઍલ્મ્શૉર્ન, હેમ્બર્ગ પાસે; અ. 8 ડિસેમ્બર 1955, ઝુરિક) : વિવિધ અને વિસ્તૃત ફાળા દ્વારા શુદ્ધ તથા સૈદ્ધાંતિક ગણિતશાસ્ત્ર વચ્ચે સેતુ તૈયાર કરનાર જર્મન અમેરિકન ગણિતશાસ્ત્રી. ખાસ કરીને તેમણે ક્વૉન્ટમ યાંત્રિકી અને સાપેક્ષવાદના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ગોટિંગન યુનિવર્સિટીમાંથી 1908માં તેઓ સ્નાતક થયા. તે…

વધુ વાંચો >

વેઈસ, રેઈનર (Weiss, Rainer)

વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…

વધુ વાંચો >

વેગ (Velocity)

વેગ (Velocity) : નિશ્ચિત દિશામાં બિંદુવત્ પદાર્થના સ્થાનાંતરનો દર. એટલે કે ચોક્કસ દિશામાં ગતિ કરતાં દૃઢ પદાર્થે અવકાશમાં એકમ સમયમાં કાપેલ અંતર. રેખીય વેગને અંતર અને સમયના ગુણોત્તર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. આથી તેનો એકમ મીટર/સેકન્ડ થાય છે અને પારિમાણિક સૂત્ર M°L1T1 બને છે. વેગ અને ઝડપ વચ્ચે તફાવત…

વધુ વાંચો >

વેલ્ટમૅન, માર્ટિનસ જે. જી.

વેલ્ટમૅન, માર્ટિનસ જે. જી. (જ. 27 જૂન 1931, વાલવિજ્ક (Waalwijk), નેધરલૅન્ડ) : ડચ ભૌતિકવિજ્ઞાની. 1999ના નોબેલ પારિતોષિકના ગેરાદુસ’ટી હૂફ્ટ(Geradus’t Hooft)ના સહવિજેતા. આ નોબેલ પારિતોષિક તેમને ભૌતિકવિજ્ઞાનમાં વિદ્યુતમંદતા (electroweak) આંતરક્રિયાની ક્વૉન્ટમ સંરચના પર પ્રકાશ પાડવા માટે એનાયત કરવામાં આવેલ. તેમણે એવી ગણિતીય રીત વિકસાવી જેના થકી આ બ્રહ્માંડની રચના કરનારા અવપરમાણુ…

વધુ વાંચો >

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…

વધુ વાંચો >

વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)

વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…

વધુ વાંચો >

વૉલ્ટન, અર્નેસ્ટ થૉમસ સિન્ટૉન

વૉલ્ટન, અર્નેસ્ટ થૉમસ સિન્ટૉન (જ. 6 ઑક્ટોબર 1903, દગાંવર્ન વૉટરફૉર્ડ, આયર્લૅન્ડ; અ. 25 જૂન 1995, બેલ્ફાસ્ટ) : કૃત્રિમ રીતે પ્રવેગિત કરેલ પરમાણુ-કણો વડે પારમાણ્વિક ન્યૂક્લિયસના તત્વાંતરણ (transmutation)ને લગતા મૂળભૂત કાર્ય બદલ, કૉક્રોફ્ટની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે 1951નો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ શરૂ કરી 1926માં ગણિતશાસ્ત્ર તથા…

વધુ વાંચો >

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો (જ. 18 ફેબ્રુઆરી 1745, કોમો, લોમ્બાર્ડી; અ. 5 માર્ચ 1827, કોમો) : વિદ્યુતબૅટરીના ઇટાલિયન શોધક. ઇટાલિયન આલ્પ્સની તળેટીમાં કોમો નામે વિશાળ અને સુંદર સરોવર આવેલું છે. તેની પાસે તવંગરોની ઠીક ઠીક વસ્તી ધરાવતું કોમો નગર છે અને તે આકર્ષક પ્રવાસન-સ્થળ છે. ત્યાં વસતો વોલ્ટાનો પરિવાર…

વધુ વાંચો >

વોલ્ટેજ-રેગ્યુલેટર ટ્યૂબ

વોલ્ટેજ–રેગ્યુલેટર ટ્યૂબ : એવી પ્રયુક્તિ કે ઇલેક્ટ્રૉનિક પરિપથ જે નિવેશિત (input) વિદ્યુતદબાણ અને ભાર-પ્રવાહ(load current)માં ફેરફારો કરવાથી નિર્ગત (output) ભાર-વોલ્ટેજને લગભગ અચળ જાળવી રાખે. વિદ્યુત-સાધનો (ઉપકરણો) અમુક મર્યાદિત હદ સુધી જ વિદ્યુત-દબાણના ફેરફારો(અનિયમિતતા)ને સહન કરી શકે છે. વિદ્યુતદબાણની વધુ પડતી અનિયમિતતા સાધનને નુકસાન કરે છે. આવા સંજોગોમાં વિદ્યુતદબાણ(voltage)-નિયંત્રકનો ઉપયોગ કરવામાં…

વધુ વાંચો >

વ્યતિકરણ

વ્યતિકરણ : એકસરખી આવૃત્તિ(અથવા તરંગલંબાઈ)ના બે કે વધુ તરંગો એક જ સમયે કોઈ એક બિંદુ આગળ સંયોજાતાં મળતી પરિણામી અસર. આમ થતાં પરિણામી તરંગનો કંપવિસ્તાર વ્યક્તિગત તરંગોના કંપવિસ્તારના સરવાળા બરાબર થાય છે. વ્યતિકરણ કરતા તરંગો વિદ્યુતચુંબકીય; ધ્વનિ, પાણીના અથવા હકીકતમાં કોઈ પણ આવર્તક વિક્ષોભ(disturbance)ના તરંગો હોઈ શકે છે. રેડિયો કે…

વધુ વાંચો >