ભૌતિકશાસ્ત્ર
ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન
ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન (જ. 14 ઑગસ્ટ 1777, રુડકોલિંગ, ડેન્માર્ક; અ. 9 માર્ચ 1851, કૉપનહેગન) : ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય સોયનું વિચલન (deflection) કરી શકે છે એની શોધ તેમણે કરી. આ ઘટનાનું મહત્વ ઝડપથી સ્વીકૃતિ પામ્યું, જેથી વીજચુંબકીયવાદ(electro-magnetic theory)ના વિકાસને પ્રેરણા મળી. 1806માં ઓર્સ્ટેડ કૉપનહેગન યુનિવર્સિટીમાં પ્રૉફેસર…
વધુ વાંચો >ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ
ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 2 સપ્ટેમ્બર 1853, રિગા, લેટવિયા પ્રજાસત્તાક; અ. 4 એપ્રિલ 1932, લિપઝિગ પાસે, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રને એક અલગ શાખા તરીકે વિકસાવવામાં નિર્ણાયક પ્રદાન કરનાર 1909ના નોબેલ પારિતોષિક-વિજેતા વિજ્ઞાની. તેમને નાનપણથી જ રાસાયણિક પ્રયોગો કરવાનો શોખ હતો. 1878માં લેટવિયાની ઉત્તરે આવેલ રાજ્યની ડોરપટ યુનિવર્સિટી(હવે તાર્તુ સ્ટેટ યુનિવર્સિટી)માંથી…
વધુ વાંચો >ઓહમનો નિયમ
ઓહમનો નિયમ : જ્યૉર્જ સિમન ઓહમ (1787-1854) નામના જર્મન શિક્ષકે 1827માં પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કરેલ નિયમ. આ પ્રયોગો અનુસાર વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતવિભવ(electrical potential)માં વધારો કરતાં તેમાં વહેતા આનુષંગી વિદ્યુતપ્રવાહ(I)માં વધારો થાય છે. એટલે કે IαV અથવા અથવા અહીં R એક અચળાંક છે. તેને વાહકનો પ્રતિરોધ (resistance) કહે છે.…
વધુ વાંચો >કક્ષક :
કક્ષક : જુઓ ‘કક્ષા તથા કક્ષક’.
વધુ વાંચો >કક્ષા તથા કક્ષક
કક્ષા તથા કક્ષક : પરમાણુકેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રૉનનો પથ (કક્ષા) અને પરમાણુ અથવા અણુની આસપાસના જે ક્ષેત્રમાં ઇલેક્ટ્રૉન જોવા મળે અથવા હોવાની સંભાવના હોય તે ક્ષેત્ર. ભૌતિકશાસ્ત્રી નીલ બોહરે 1913માં orbit એટલે કે કક્ષા શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરેલો. દરેક પરમાણુમાં બધા ઇલેક્ટ્રૉન આવી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે તેવી સંકલ્પના બોહરે…
વધુ વાંચો >કણ
કણ (particle) : કોઈ દ્રવ્યનો અવગણી શકાય તેવા પરિમાણવાળો સૂક્ષ્મ ભાગ અથવા નિશ્ચિત દ્રવ્યમાન, પરંતુ નહિવત્ વિસ્તૃત પિંડ કણને દ્રવ્યમાન હોય છે પણ કદ હોતું નથી, તેથી તે જગા રોકતો નથી. કણનું સ્થાન, બિંદુ વડે દર્શાવી શકાય છે. જો પિંડ કેન્દ્ર કે ધરીની આસપાસ ચાકગતિ (rotational motion) કરતો ન હોય…
વધુ વાંચો >કણજ્ઞાપકો
કણજ્ઞાપકો (particle detectors) : ઇલેક્ટ્રૉન, પૉઝિટ્રૉન, પ્રોટૉન, α-કણ, આયનો જેવા વિદ્યુતભાર ધરાવતા કણો, વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન, ફોટૉન (x-કિરણો, γ-કિરણો) તથા મેસૉનના અર્દશ્ય કણને પ્રત્યક્ષ કરતાં તેમજ તેમનું મૂલ્યાંકન કરતાં ઉપકરણો. કણના અસ્તિત્વના જ્ઞાપન (detection) માટે કણ તથા જ્ઞાપકનો દ્રવ્ય વચ્ચે કોઈ પ્રકારની આંતરક્રિયા થવી જરૂરી છે. સામાન્ય રીતે આ આંતરક્રિયા (i)…
વધુ વાંચો >કણપ્રવેગકો
કણપ્રવેગકો (particle accelerators) : પરમાણુ-બંધારણના અભ્યાસ માટે જરૂરી, પ્રચંડ ઊર્જા ધરાવતા કણો ઉત્પન્ન કરવા માટેનાં ઉપકરણો. તેમની મદદથી વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરી તેમની ગતિજ ઊર્જામાં બહુ મોટા પ્રમાણમાં વધારો કરી શકાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આવા કણોમાં ઇલેક્ટ્રૉન પ્રોટૉન, ડ્યૂટરોન અને આલ્ફા કણોનો સમાવેશ થાય છે. કાર્બન, બેરિલિયમ, ઑક્સિજન…
વધુ વાંચો >કણબંધન
કણબંધન (nucleation) : ન્યૂક્લિયસના સર્જનની પ્રક્રિયા. પદાર્થની બાષ્પ, પ્રવાહી, ગલન કે ઘન અવસ્થામાંથી સ્ફટિક મેળવી શકાય. સ્ફટિક બનાવવા (crystal growth) માટેનું પ્રથમ પગલું ‘ન્યૂક્લિયસ’નું સર્જન છે. અણુ કે પરમાણુનો નાનામાં નાનો સમૂહ કે જેમાં અણુ/પરમાણુની ગોઠવણી સ્ફટિકના ‘સ્પેસલેટિસ’ મુજબ હોય તથા જે સ્ફટિકવિકાસના આરંભબિંદુ (embryo) તરીકે વર્તે તેને ન્યૂક્લિયસ કહે…
વધુ વાંચો >કણ-ભૌતિકી
કણ-ભૌતિકી (particle physics) : દ્રવ્યના સૂક્ષ્મતમ ઘટક કણો, તેમના ગુણધર્મો તથા તેમની વચ્ચે પ્રવર્તતાં બળોનો અભ્યાસ. તેને કણ-ભૌતિકશાસ્ત્ર પણ કહે છે. વિજ્ઞાનના પ્રારંભથી જ માનવીને પદાર્થના મૂળભૂત ઘટકો વિશે જાણવાની ઉત્કંઠા રહી છે. આ જિજ્ઞાસાએ પદાર્થના બંધારણ તથા તેના ઘટકસ્વરૂપનો અભ્યાસ તેમજ સંશોધન કરવા માટે સતત પ્રેરણા આપી છે, જેના…
વધુ વાંચો >