ભૌતિકશાસ્ત્ર

હાઇડ્રોજન બૉમ્બ

હાઇડ્રોજન બૉમ્બ : ભારે હાઇડ્રોજન (ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ) થકી અનિયંત્રિત, સ્વનિર્ભર, થરમૉન્યૂક્લિયર સંલયન (fusion) પ્રક્રિયા વડે પ્રચંડ વિસ્ફોટ માટે વપરાતી પ્રયુક્તિ, સંલયન-પ્રક્રિયામાં ઊર્જા-પ્રચુર એવી બે ન્યૂક્લિયસ વચ્ચે સંઘાત દરમિયાન તેમના પ્રોટૉન અને ન્યૂટ્રૉનની અન્યોન્ય પુનર્ગોઠવણી દ્વારા બે કે વધુ પ્રક્રિયકો પેદા થાય છે. તે ઉપરાંત આઇન્સ્ટાઇનના સૂત્ર ઊર્જા E =…

વધુ વાંચો >

હાઈગેનનો સિદ્ધાંત

હાઈગેનનો સિદ્ધાંત : પ્રકાશનું તરંગ સ્વરૂપ વર્ણવતો સિદ્ધાંત. પ્રાથમિક તરંગ-અગ્ર(wave-front)નું પ્રત્યેક બિંદુ પ્રકાશનું ઉદગમ બનતાં ગૌણ ગોળાકાર તરંગિકાઓ (wavelets) પેદા કરે છે જેથી કોઈક સૂક્ષ્મ સમયે પ્રાથમિક તરંગ-અગ્ર તરંગિકાઓનું આચ્છાદન (envelope) બને. ડચ વૈજ્ઞાનિક હાઈગેને પ્રકાશનું સ્વરૂપ તરંગનું હોવાનું રજૂ કર્યું હતું અને તેને આધારે પ્રકાશના તરંગવાદનો ઘણો વિકાસ કર્યો.…

વધુ વાંચો >

હાન્શ થિયૉડૉર વુલ્ફગૅન્ગ

હાન્શ, થિયૉડૉર વુલ્ફગૅન્ગ (જ. 30 ઑક્ટોબર 1941, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2005ના નોબેલ પુરસ્કાર-વિજેતા. લેસર-આધારિત પરિશુદ્ધ વર્ણપટવિજ્ઞાન(spectroscopy)ના વિકાસ માટે આપેલા ફાળાના સંદર્ભમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમના આ કાર્યમાં પ્રકાશીય આવૃત્તિ કંકત પદ્ધતિ(optical frequency comb technique)નો સમાવેશ થાય છે. તેમને નોબેલ પુરસ્કાર 2005માં મળ્યો, પણ તેમના…

વધુ વાંચો >

હાયપેરૉન (Hyperon)

હાયપેરૉન (Hyperon) : પ્રોટૉન અને ન્યૂટ્રૉન સિવાય દીર્ઘ આયુ (long-life) ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ. દીર્ઘ આયુવાળા કણો એ અર્થમાં છે કે તે પ્રબળ આંતરક્રિયા (strong interaction) દ્વારા ક્ષય પામતા નથી. એટલે કે તેમનો સરેરાશ જીવનકાળ (life-time) 10–24 સેકન્ડથી ઘણો વધારે હોય છે. લૅમડા (Lamda), સિગ્મા (Sigma), ક્ષાય (Xi) અને ઓમેગા-ઋણ…

વધુ વાંચો >

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ…

વધુ વાંચો >

હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus)

હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus) (જ. 25 ઑક્ટોબર 1931, હૅમ્બર્ગ, જર્મની) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ક્લાઉઝ હાસૅલ્માન તથા સ્યુકુરો માનાબેને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…

વધુ વાંચો >

હિગ્સ પીટર

હિગ્સ પીટર (Higgs, Peter) (જ. 29 મે, 1929, ન્યૂ કૅસલ અપૉન ટાઈન, યુનાઇટેડ કિંગ્ડમ) : હિગ્સ બોઝોન કણની શોધ-આગાહી માટે 2013નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રાન્સવા ઑન્ગ્લે સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અથવા તો વિભાજિત થયો હતો. પીટર હિગ્સે 1954માં કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

હિલિયમ (helium)

હિલિયમ (helium) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય, 0) સમૂહનું હલકું વાયુમય રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા He. માત્ર હાઇડ્રોજન એક જ એવું તત્વ છે જે તેના કરતાં હલકું છે. અન્ય તત્વો સાથે સંયોજાતો ન હોવાથી તેને (અને તે સમૂહના અન્ય વાયુઓ) નિષ્ક્રિય (inert) અથવા વિરલ (rare) અથવા ઉમદા (nobel) વાયુ…

વધુ વાંચો >

હૂકનો નિયમ

હૂકનો નિયમ : સ્થિતિસ્થાપકતા(elasticity)ના સિદ્ધાંતનો પાયો તૈયાર કરનાર નિયમ. રૉબર્ટ હૂકે આ નિયમ 1676માં આપ્યો. વ્યાપક રીતે આ નિયમ નીચે પ્રમાણે આપી શકાય છે : સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં પ્રતિબળ(stress)ના સમપ્રમાણમાં વિકૃતિ (વિરૂપણ) (strain) પેદા થાય છે. પ્રતિબળ–વિકૃતિનો સંબંધ દર્શાવતો આલેખ : (1) હૂકનો વિસ્તાર, (2) સુઘટ્ય વિસ્તાર પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ…

વધુ વાંચો >

હૂક રૉબર્ટ

હૂક, રૉબર્ટ (જ. 18 જુલાઈ 1635, ઇંગ્લૅન્ડ; અ. 3 માર્ચ 1703, લંડન) : આજે પણ જેનો સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત સ્વીકાર્ય છે તેવા અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની. 13 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં જાણીતા ચિત્રકાર સર પીટર લેલીને ત્યાં ચિત્રકામ શીખવા માટે રહ્યા. એક તરફ તેમનું સ્વાસ્થ્ય બરાબર ન હતું અને તેમાંય તેલ…

વધુ વાંચો >