ભૂસ્તરશાસ્ત્ર

ઉષ્ણતાનયનના પ્રવાહો

ઉષ્ણતાનયનના પ્રવાહો (ભૂસ્તર) : ભૂમધ્યાવરણ અસમપ્રમાણમાં ગરમ થતાં તેના બંધારણમાંના દ્રવ્યની વર્તુલાકાર ગતિ. આ વિચાર 1920થી 1930ના ગાળામાં આર્થર હોમ્સે રજૂ કર્યો હતો. ભૂમધ્યાવરણ દ્રવ્યના એક પૂર્ણ એકમને ચક્ર (cell) કહે છે. ઉષ્ણતાનયનના પ્રવાહની વિચારધારા, ખંડીય પ્રવહન (continental drift) અને સમુદ્રતળ-વિસ્તરણ (sea-floor spreading) જેવી ઘટનાઓ સમજાવવા માટે ઉપયોગી છે. 100…

વધુ વાંચો >

ઉષ્ણતાવિદ્યુત

ઉષ્ણતાવિદ્યુત (pyroelectricity) : સ્ફટિકમાં તાપમાનના ફેરફારને કારણે, તેના જુદા જુદા ભાગ ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી ઉદભવતી વિદ્યુત. આ ઘટના સૌપ્રથમ 1824માં ક્વાર્ટ્ઝના સ્ફટિકમાં જોવા મળી. તે ઓછામાં ઓછી એકધ્રુવીય સમમિતિ અક્ષ ધરાવતા અવાહક સ્ફટિકીકૃત (crystallised) પદાર્થો વડે રજૂ થતી હોય છે. [ધ્રુવીયનો અર્થ સમમિતિ કેન્દ્ર (centre of symmetry).…

વધુ વાંચો >

ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા

ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા (pneumatolysis) : મૅગ્મા(ભૂરસ)ના ઘનીભવન દરમિયાન તૈયાર થતા જતા અગ્નિકૃત ખડકોમાંના કે સહસંકલિત પ્રાદેશિક ખડકોમાંના અમુક પરિવર્તનશીલ ખનિજ ઘટકો ઉપર થતી મૅગ્માજન્ય વિવિધ ઉષ્ણ વાયુઓ અને બાષ્પની પ્રક્રિયાના ફેરફારોની ઘટના. આ ઘટનાને કારણે પરિણમતી પરિવર્તન-પેદાશોને ઉષ્ણબાષ્પીય ખનિજો કહે છે. જ્વાળામુખીમાંથી નીકળતા વાયુઓની સપાટી પર થતી અસરો, ઊંડાણમાં રહેલ અંતર્ભેદકોની…

વધુ વાંચો >

ઊઝ

ઊઝ (ooze) : 30 %થી વધુ જીવજન્ય દ્રવ્યયુક્ત સૂક્ષ્મ દાણાદાર દરિયાઈ અગાધનિક્ષેપ (જુઓ ‘અગાધનિક્ષેપ’ ). મહાસાગરોના બેથિયલ અને એબિસલ (2,000 મીટરથી વધુ ઊંડાઈ) ક્ષેત્રના તળિયાના વિસ્તારમાં બે પ્રકારના અગાધનિક્ષેપો મળે છે : (1) જીવજન્ય ઊઝ, (2) રાતી માટી. (1) જીવજન્ય ઊઝના બે વિભાગો છે : (i) ચૂનાદ્રવ્યયુક્ત ઊઝ (2,000થી 3,900…

વધુ વાંચો >

ઊર્ધ્વગામી સ્તંભ

ઊર્ધ્વગામી સ્તંભ : જુઓ અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ.

વધુ વાંચો >

એકરૂપતાવાદ

એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ…

વધુ વાંચો >

એકાંગી મૅગ્મા

એકાંગી મૅગ્મા : એક જ ઘટકનો બનેલ મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં ઉદભવતા ખડકોના પીગળેલા રસને મૅગ્મા કહે છે. તે ઠંડો પડતાં અંત:કૃત અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. આ ખડકો મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન સ્ફટિકીકરણથી ઉત્પન્ન થતા ખનિજ કે ખનિજસમૂહોના બનેલા હોય છે. અગ્નિકૃત ખડકોના અવલોકન ઉપરથી મૂળ મૅગ્મા એક જ…

વધુ વાંચો >

એકૉન્ડ્રાઇટ

એકૉન્ડ્રાઇટ (achondrite) : એક પ્રકારની પાષાણ-ઉલ્કા (stony meteorite). એકૉન્ડ્રાઇટ્સ પાષાણ-ઉલ્કાનો એક વર્ગ પણ છે. એકૉન્ડ્રાઇટ વર્ગની પાષાણ-ઉલ્કાઓમાં કૉન્ડ્રૂલ(પાયરૉક્સીન, ઑલિવિન, નિકલ  લોહ અને ક્યારેક કાચના નાના, ગોળાકાર, દાણાદાર દ્રવ્યજથ્થા)નો અભાવ હોય છે. આ પ્રકારની પાષાણ-ઉલ્કાઓ સામાન્યત: વિરલ હોય છે. (જુઓ ઉલ્કા.) ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ઍક્ટિનોલાઇટ

ઍક્ટિનોલાઇટ : ઍમ્ફિબૉલ વર્ગનો ખડક. રા. બં. : Ca2(MgFe)5 Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : લાંબા સ્ફટિક, પાનાકાર, તંતુમય, વિકેન્દ્રિત અથવા દાણાદાર. રં. : આછા લીલાથી કાળાશ પડતો લીલો અથવા કાળો. સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર, બે સંભેદ વચ્ચેનો ખૂણો આશરે 56o. ચ. : કાચમય. ભં. સ. : ખરબચડીથી…

વધુ વાંચો >

ઍક્સિનાઇટ

ઍક્સિનાઇટ : એક પ્રકારનું ખનિજ. રા. બં. – (Ca, Mn, Fe, Mg)3 Al2BSi4O15(OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – પાતળા ધારદાર લંબચોરસ સ્ફટિક અથવા જથ્થામય; રં. – રંગવિહીન, પીળો, આછો જાંબલીથી લાલાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમય; ભં.સ. – ખરબચડી, વલયાકાર, બરડ; ક. -6.5-7.00; વિ. ઘ.…

વધુ વાંચો >