ભૂસ્તરશાસ્ત્ર
સહસ્ફટિકીભવન (Eutectic)
સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે.…
વધુ વાંચો >સંગતિ (conformity)
સંગતિ (conformity) : સ્તરબદ્ધતાનું સાતત્ય. સ્તરોમાં જોવા મળતું સંરચનાત્મક વલણ. કોઈ પણ જાતના વિક્ષેપ કે નિક્ષેપવિરામ (depositional break) વિના, જ્યારે કણજમાવટની ક્રિયા સતત ચાલુ રહે, જામેલા કોઈ પણ સ્તર કે સ્તરોનું ધોવાણ થયા વિના કોઈ એક સ્થાનમાં એકબીજા ઉપર સમાંતર સ્થિતિમાં સ્તરો કે સ્તરસમૂહો ગોઠવાયેલા હોય ત્યારે તેમને સંગત સ્તરો…
વધુ વાંચો >સંતૃપ્તિ (Saturation)
સંતૃપ્તિ (Saturation) : ખડકો કે ખનિજો તૈયાર થવા માટેના માતૃદ્રવમાં જે તે ઘટકદ્રવ્યોની પર્યાપ્ત હોવાની સ્થિતિ. આવી સ્થિતિ ન પ્રવર્તતી હોય તો તે દ્રાવણ અર્ધસંતૃપ્ત, અંશત: સંતૃપ્ત કે અસંતૃપ્ત ગણાય. સંતૃપ્તિનો આ સિદ્ધાંત અગ્નિકૃત અને વિકૃત ખડકોના અભ્યાસ માટેના ‘ફેઝ રૃલ’(Phase rule)ના ઉપયોગમાંથી ઊભો થયેલો છે. એ સ્પષ્ટ છે કે…
વધુ વાંચો >સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology)
સંરચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર (Structural Geology) : ભૂસ્તરશાસ્ત્રની વિષયશાખા. પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી. તેની જુદી જુદી ઊંડાઈના જુદા જુદા ભાગોમાં તાપમાન અને દાબનાં પ્રતિબળો (stresses) કાર્યરત હોય છે. પ્રતિબળોમાંથી ઉદ્ભવતી ઊર્જા પોપડામાં ભેગી થતી રહે છે. વધુ પડતી સંચિત થયેલી ઊર્જા પોપડાના જે તે સ્થાનમાં વિક્ષેપ ઊભો કરે છે.…
વધુ વાંચો >સંવહન-પ્રવાહો (Convection Currents)
સંવહન-પ્રવાહો (Convection Currents) : ભૂમધ્યાવરણના બંધારણમાં રહેલાં દ્રવ્યોની ગતિશીલતા. ભૂપૃષ્ઠમાં ઉદ્ભવતાં અને જોવા મળતાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો માટે ખંડીય પ્રવહન-ભૂતકતી સંચલન, સમુદ્રતળ-વિસ્તરણ તેમજ સંવહન-પ્રવાહો જેવી ઘટનાઓ કારણભૂત હોવાની એક આધુનિક વિચારધારા પ્રવર્તે છે. આ ત્રણેય ઘટનાઓનું સંકલન ‘નૂતન ભૂસંચલન સિદ્ધાંત’માં કરવામાં આવ્યું છે. 1920ના દાયકા દરમિયાન આર્થર હોમ્સે સૂચવ્યું કે…
વધુ વાંચો >સંવાદી અંતર્ભેદકો (concordant intrusions)
સંવાદી અંતર્ભેદકો (concordant intrusions) : પ્રાદેશિક સ્તરઅનુવર્તી વલણ મુજબનો અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોના સ્તર-નિર્દેશન(strike)ના વલણને અથવા પત્રબંધી સંરચનાને સમાંતર ગોઠવાય ત્યારે તેમને સંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં સિલ, લૅકોલિથ, લોપોલિથ, ફૅકોલિથ જેવાં અંતર્ભેદકોનો સમાવેશ…
વધુ વાંચો >સાઇઝોફોરિયા
સાઇઝોફોરિયા : ભુજપાદ (Brachiopoda) સમુદાયનું એક અશ્મી. જે. જે. બિયર્સે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી વિભાગના ઉપરિ ડેવોનિયન સ્તરોમાંથી સાઇઝોફોરિયાની વસ્તીઓમાંથી ત્રણ નમૂનાઓમાં કદ-વિસ્તરણ અને આકારમાં રહેલી વિભિન્નતાઓનું વિશ્લેષણ કર્યું હતું અને પૂર્ણ નમૂનાઓની પ્રાપ્તિ પર ભાર મૂક્યો હતો. ભારતમાં મધ્ય પર્મિયન ભૂસ્તરીય યુગમાં મળી આવેલ ‘ધ પ્રોડક્ટસ્ લાઇમસ્ટોન સીરિઝ’ને ‘પંજાબિયન’ શ્રેણી…
વધુ વાંચો >સાઇલ્યુરિયન રચના
સાઇલ્યુરિયન રચના : ભૂસ્તરીય કાળગણના ક્રમમાં પ્રથમ જીવયુગ (પેલિયૉઝોઇક યુગ) પૈકીનો ત્રીજા ક્રમે આવતો કાળગાળો અને તે ગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોથી બનેલી રચના. તેની નીચે ઑર્ડોવિસિયન રચના અને ઉપર ડેવોનિયન રચના રહેલી છે. આ રચનાના ખડકો ક્યાંક પાર્થિવ તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેમની જમાવટ વર્તમાન…
વધુ વાંચો >સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ
સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ : પૃથ્વીના પોપડામાં જોવા મળતા મહત્વના સ્તરભંગો પૈકીનો એક સ્તરભંગ. યુ.એસ.ના પશ્ચિમ કાંઠે કૅલિફૉર્નિયામાંથી તે પસાર થાય છે. વાયવ્ય કૅલિફૉર્નિયાના કાંઠા નજીકથી રાજ્યની અગ્નિ-સરહદ સુધી 1,210 કિમી.થી પણ વધુ લંબાઈમાં, નજરે જોવા મળતી ફાટ રૂપે તે વિસ્તરેલો છે. સાન ફ્રાન્સિસ્કોની નજીકમાં થઈને તે દરિયા તરફ પસાર થાય…
વધુ વાંચો >સાયનાઇટ (Syenite)
સાયનાઇટ (Syenite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. બાયૉટાઇટ હૉર્નબ્લૅન્ડ અને પાયરૉક્સિન જેવાં ઘેરા રંગનાં મૅફિક ખનિજો તેમજ ગૌણ પ્રમાણમાં રહેલા પ્લેજ્યિોક્લેઝ (ઑલિગોક્લેઝ) સહિત મુખ્યત્વે આલ્કલી ફેલ્સ્પાર(ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન મોટેભાગે પર્થાઇટ પ્રકાર)ના ખનિજબંધારણવાળો, સ્થૂળદાણાદાર, સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો, સબઍસિડિક અંત:કૃત ખડક. કેટલાક સાયનાઇટમાં ક્વાર્ટઝનું નજીવું પ્રમાણ જોવા મળે છે, તો ક્યારેક નેફેલિન ક્વાર્ટઝનું…
વધુ વાંચો >