ભૂસ્તરશાસ્ત્ર
એનેલ્સાઇટ
એનેલ્સાઇટ (એનેલ્સાઇમ) : ઝિયોલાઇટ વર્ગનું એક ખનિજ. રા. બં. – NaAlSi2O6H2O; સ્ફ. વ. – ક્યુબિક; સ્વ. – સુવિકસિત ટ્રેપેઝોહેડ્રોન સ્વરૂપ, જથ્થામય, પટ્ટાદાર યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ પડતો, ગુલાબી કે લીલાશ પડતો; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમય; ભં. સ. – વલયાકાર સમ, બરડ; ક. 5થી 5.5; વિ.…
વધુ વાંચો >એનોર્થાઇટ
એનોર્થાઇટ : પ્લેજિયોક્લેઝનું ખનિજ (પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ). રા. બં. – mCaAl2Si2O8 સાથે nNaAlSi3O8, Ab10An90થી Ab0An100; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – ટૂંકા પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, પટ્ટીદાર સંરચનાયુક્ત દળદાર, યુગ્મતા સામાન્ય જેવી કે કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ મુજબ; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી કે લાલાશ પડતો; સં.…
વધુ વાંચો >એનોર્થોક્લેઝ
એનોર્થોક્લેઝ : (આલ્કલી ફેલ્સ્પાર વર્ગ) સોડા માઇક્રોક્લિન – માઇક્રોક્લિનનો એક પ્રકાર. રા. બં. – (NaK)AlSi3O8; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. ટૂંકા પ્રિઝમ, ‘b’ સ્ફટિક અક્ષને સમાંતર ચપટા મેજ આકારના સ્ફટિક કે દળદાર. કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક પ્રકારની સાદી કે પુનરાવર્તિત યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ કે રાતાશ પડતો, લીલો;…
વધુ વાંચો >એનોર્થોસાઇટ
એનોર્થોસાઇટ : અગ્નિકૃત પ્રકારનો પૂર્ણ, સ્ફટિકમય કણરચનાવાળો બેઝિક અંત:કૃત ખડક. તે લગભગ સંપૂર્ણપણે એક જ ખનિજનો બનેલો હોય છે. આ ખનિજ પ્લેજિયોક્લેઝ છે. તેનું ખનિજબંધારણ લેબ્રેડોરાઇટ અથવા એન્ડેસીન લેબ્રેડોરાઇટ ગાળાનું હોય છે. ખડકનો રંગ સફેદ કે રાખોડી હોય છે. તે થોડા સેન્ટિમિટરની જાડાઈવાળા પડથી માંડીને ખૂબ જ મોટા જથ્થાઓમાં મળી…
વધુ વાંચો >એન્કેરાઇટ
એન્કેરાઇટ : ડોલોમાઇટને મળતું આવતું ખનિજ – કૅલ્શિયમ મૅગ્નેશિયમ – લોહ કાર્બોનેટ. રા. બં. – Ca(FeMg)(CO3)2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ. ર્હોમ્બોહેડ્રોન સ્વરૂપે, જથ્થામય; રં. – સફેદ, રાખોડી, કથ્થાઈ; સં. – રહોમ્બોહેડ્રોનને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક; ભં. સ. – વલયાકારવત્ બરડ; ક. – 3.5થી 4.0; વિ. ઘ. – 2.97;…
વધુ વાંચો >ઍન્કેરેમાઇટ
ઍન્કેરેમાઇટ (ankaramite) : ઑગાઇટ-સમૃદ્ધ, ઓલિવિનયુક્ત ઘેરા રંગવાળો બેસાલ્ટ. ઘેરા રંગવાળાં ખનિજોના પ્રમાણને આધારે બેસાલ્ટ ખડકોનું એક સરળ વર્ગીકરણ કરવામાં આવેલું છે. બેસાલ્ટ ખડકો કે જેમાં ઘેરા રંગવાળાં ખનિજોનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોય તેમને ‘Metabasalts’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેસાલ્ટ ખડકો પ્લેજિયોક્લેઝ (મુખ્યત્વે લેબ્રેડોરાઇટ), ઑગાઇટ અને ઓલિવિન ખનિજોથી બનેલા…
વધુ વાંચો >ઍન્ટિમની
ઍન્ટિમની (Sb) : આવર્ત કોષ્ટકના 15માં અગાઉના VB સમૂહનું ધાતુતત્વ. ખાલ્ડિયન સંસ્કૃતિના ઈ. પૂ. 4000ના અરસાના પુરાવશેષોમાં ઍન્ટિમની ધાતુનું વાવકૂવામાંથી પાણી કાઢવાનું વાસણ મળી આવ્યું છે, સુરમો (ઍન્ટિમની સલ્ફાઇડ) પ્રાચીન સમયમાં આંખના અંજન તરીકે વપરાશમાં હતો. 13મા સૈકામાં ‘ઍન્ટિમોનિયમ’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જીબરે (Geber) કર્યાનો ઉલ્લેખ છે. ઍન્ટિમની સલ્ફાઇડ સ્ટિબ્નાઇટના…
વધુ વાંચો >ઍન્ટિમોનાઇટ
ઍન્ટિમોનાઇટ : ઍન્ટિમનીનું અગત્યનું ધાતુખનિજ. રા. બં. – Sb2S3; સ્ફ. વ. – ઑર્થોર્હોમ્બિક; સ્વ. – પાતળા લાંબા પ્રિઝમ સ્વરૂપ; લિસોટાવાળા, અમળાયેલા કે વળી ગયેલા સ્ફટિક અથવા દાણાદાર, સોયાકાર સમૂહ કે પાનાકાર સ્ફટિક; રં. – ઝાંખાથી ઘેરા સીસા જેવો રાખોડી, વાદળી કે કાળાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડને સમાંતર; ચ. – ધાતુમય,…
વધુ વાંચો >ઍન્ડરસન જૉહાન ગુન્નાર
ઍન્ડરસન જૉહાન ગુન્નાર (જ. 3 જુલાઈ 1874, નીસ્ટા, સ્વીડન; અ. 29 ઑક્ટોબર 1960, સ્ટૉકહોમ) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી અને પુરાવસ્તુવિદ. ઍન્ડરસને ચીનના પ્રાગૈતિહાસના અધ્યયનમાં ચુ-કુશીનની ગુફાઓ શોધીને 1921થી પગરણ માંડ્યાં. 1927માં એ ગુફામાંથી પ્રાગૈતિહાસિક માનવીના અવશેષો મળ્યા તે સિનૅન્થ્રૉપસને નામે ઓળખાય છે. 1921માં તેમણે યાંગ-શાઓ-ત્સુનના નવાશ્મયુગનાં માટીનાં વાસણો શોધી કાઢ્યાં, તેથી…
વધુ વાંચો >ઍન્ડેલ્યુસાઇટ
ઍન્ડેલ્યુસાઇટ : એલ્યુમિનોસિલિકેટ ખનિજ. સ્વચ્છ, પારદર્શક હોય તો રત્ન ગણાય. રા. બં. : Al2O3SiO2; સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક; સ્વ. : મોટા પ્રિઝમસ્વરૂપ સ્ફટિક, સ્તંભાકાર અથવા તંતુમય જથ્થામાં; રં. : ગુલાબી, રતાશ પડતો કથ્થાઈ, સફેદ, જાંબલી, લીલાશ પડતો કે રાખોડી; સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. : કાચમય; ભં. સ. :…
વધુ વાંચો >