ઍન્ટિમોનાઇટ : ઍન્ટિમનીનું અગત્યનું ધાતુખનિજ. રા. બં. – Sb2S3; સ્ફ. વ. – ઑર્થોર્હોમ્બિક; સ્વ. – પાતળા લાંબા પ્રિઝમ સ્વરૂપ; લિસોટાવાળા, અમળાયેલા કે વળી ગયેલા સ્ફટિક અથવા દાણાદાર, સોયાકાર સમૂહ કે પાનાકાર સ્ફટિક; રં. – ઝાંખાથી ઘેરા સીસા જેવો રાખોડી, વાદળી કે કાળાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડને સમાંતર; ચ. – ધાતુમય, અનેકરંગિતા; ભં. સ. – ખરબચડીથી વલયાકારસમ; ચૂ. – સીસા જેવો રાખોડી; ક. – 2; વિ. ઘ. – 4.63 થી 4.66; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 3.194, β = 4.046, γ = 4.303, (બ) 2γ = 25oથી 45; પ્ર. સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. – રીઅલગાર, ઓર્પિમેન્ટ, ગેલેના, બેરાઇટ, સિનેબાર, પાયરાઇટ, સ્ફેલેરાઇટ, કૅલ્સાઇટ અને સોના સાથે મુખ્યત્વે નિમ્ન ઉષ્ણતાજળજન્ય શિરા, સ્થાનાંતરિત નિક્ષેપોસ્વરૂપે; ઉ : ઍન્ટિમનીના ઉત્પાદન માટે.

વ્રિજવિહારી દીનાનાથ દવે