ભૂગોળ
હોનાન (Honan)
હોનાન (Honan) : ચીનના ઉત્તર-મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે 34° 00´ ઉ. અ. અને 113° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,66,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શાન્સી અને હોપેહ પ્રાંતો, પૂર્વમાં શાનતુંગ અને આન્વેઈ પ્રાંતો, પશ્ચિમમાં શેન્સી તથા દક્ષિણમાં હુપેહ પ્રાંત આવેલા છે. ચેંગ-ચાઉ (ઝેંગ-ઝાઉ) તેનું પાટનગર છે.…
વધુ વાંચો >હોનિયારા
હોનિયારા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં ટાપુઓના સમૂહથી બનેલા (ટાપુદેશ) સોલોમનનું પાટનગર તેમજ બંદર. ભૌગોલિક સ્થાન : 9° 26´ દ. અ. અને 159° 57´ પૂ. રે.. તે ગ્વાડેલકૅનાલ ટાપુના ઉત્તર કાંઠે વસેલું નાનું નગર છે. તે દરિયા તરફ હંકારી જતાં નાનાં-મોટાં વહાણો માટેના ‘પૉઇન્ટ ક્રુઝ’ બારાની બંને બાજુએ વિસ્તરેલું છે. અહીં…
વધુ વાંચો >હોનોલુલુ
હોનોલુલુ : ઉત્તર પૅસિફિક મહાસાગરમાં મધ્યભાગમાં આવેલા હવાઈ ટાપુઓનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 19´ ઉ. અ. અને 157° 52´ પ. રે.. આ શહેરનું સત્તાવાર નામ ‘સિટી અને હોનોલુલુનો પ્રાદેશિક વિભાગ’ છે. વાસ્તવમાં તો હોનોલુલુ ઓઆહુના આખાય ટાપુને આવરી લે છે; તેમ છતાં ઓઆહુના…
વધુ વાંચો >હૉન્ડુરાસ (Honduras)
હૉન્ડુરાસ (Honduras) : મધ્ય અમેરિકાની સંયોગી ભૂમિમાં આવેલો નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 00´થી 16° 30´ ઉ. અ. અને 83° 15´થી 89° 30´ પ. રે. વચ્ચેનો 1,12,492 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનાં પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર અનુક્રમે 652 કિમી. અને 386 કિમી. જેટલાં છે. હૉન્ડુરાસની…
વધુ વાંચો >હૉન્ડુરાસનો અખાત
હૉન્ડુરાસનો અખાત : મધ્ય અમેરિકાના હૉન્ડુરાસની ભૂમિ તરફ પ્રવેશતો કૅરિબિયન સમુદ્રનો ફાંટો. તે 16° 00´ ઉ. અ. અને 88° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તે હૉન્ડુરાસના ઉપસાગર તરીકે પણ ઓળખાય છે. આ અખાતે હૉન્ડુરાસ અને ગ્વાટેમાલાની કિનારાપટ્ટીને ખાંચાખૂંચીવાળી બનાવેલી છે. આ અખાત દૅન્ગ્રિગા (જૂનું ગામ સ્ટૅન ખાડી) અને બેલિઝથી…
વધુ વાંચો >હોપેહ (Hopeh)
હોપેહ (Hopeh) : ઉત્તર ચીનમાં આવેલો પ્રાંત. તે Hubei (હુબેઇ) તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 116° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2000 મુજબ આશરે 1,87,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પશ્ચિમના શાન્સી અને પૂર્વના ચિહલીના અખાતની વચ્ચે આવેલો છે. તેની…
વધુ વાંચો >હોબાર્ટ
હોબાર્ટ : ઑસ્ટ્રેલિયાના તસ્માનિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 42° 53´ દ. અ. અને 147° 19´ પૂ. રે.. તે તસ્માનિયાના અગ્નિભાગમાં ડરવેન્ટ નદી પર આવેલું છે. શહેરી વિભાગનું ક્ષેત્રફળ 78 ચોકિમી. જેટલું છે. બૃહદ્ હોબાર્ટમાં ગ્લેનોર્કી શહેર તથા નજીકના ક્લેરન્સ, કિંગબરો, બ્રાઇટન, સોરેલ અને ન્યૂ નોફૉર્ક જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.…
વધુ વાંચો >હોલૅન્ડ
હોલૅન્ડ : જુઓ નેધરલૅન્ડ્ઝ.
વધુ વાંચો >હોશંગાબાદ (Hoshangabad)
હોશંગાબાદ (Hoshangabad) : મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 77° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,037 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અનિયમિત લંબચોરસ જેવો છે. તેની ઉત્તરમાં નર્મદા નદીથી અલગ પડતા શિહોર અને રાયસેન…
વધુ વાંચો >હોશિયારપુર
હોશિયારપુર : પંજાબ રાજ્યના ઈશાન ભાગમાં હિમાચલ પ્રદેશની સીમા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 32´ ઉ. અ. અને 75° 54´ પૂ. રે.ની આજુબાજુનો 3,403 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર લંબગોળ છે અને પૂર્વમાં સતલજ નદીથી ઉત્તરમાં બિયાસ નદી…
વધુ વાંચો >