ભૂગોળ
ફુંડીનો ઉપસાગર
ફુંડીનો ઉપસાગર : કૅનેડાના ન્યૂ બ્રન્સવિક અને નોવા સ્કોશિયા પ્રદેશોને અલગ પાડતો ઉપસાગર. ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે નાનકડો ફાંટો છે. આ ઉપસાગર તેના મુખપ્રદેશ પાસે આશરે 100 કિમી. જેટલો પહોળો છે. તેની લંબાઈ 240 કિમી. જેટલી છે. ઈશાન-ભાગમાં તે બે ફાંટામાં વિભાજિત થાય છે, ઉત્તર ફાંટો ચિગ્નેટો ઉપસાગર અને પૂર્વ…
વધુ વાંચો >ફૂલબાની
ફૂલબાની : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જિલ્લાના બૌધ ખોંડમાલ પેટાવિભાગનું વડું મથક તથા એ જ નામ ધરાવતું નગર. અગાઉના આંગુલ જિલ્લાનું પણ તે મુખ્ય મથક હતું. 1993ના નવેમ્બરની 12મી તારીખે ફૂલબાની (બૌધ ખોંડમાલ) જિલ્લાની નવેસરથી રચના કરવામાં આવેલી છે. ભૌ. સ્થાન : તે 20° 30´ ઉ.અ. અને 84°…
વધુ વાંચો >ફેઝ (ફેસ)
ફેઝ (ફેસ) : ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પરંપરાગત ચાલી આવતી ચાર રાજધાનીઓ પૈકી ફેઝ પ્રાંતની રાજધાનીનું શહેર. તે ઇસ્લામ સંસ્કૃતિનું ધાર્મિક કેન્દ્ર છે. તે રબાતથી પૂર્વમાં 150 કિમી. અંતરે સેબુ નદીને મળતી ફેઝ નદીને કાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 34° 05´ ઉ. અ. અને 4° 57´ પ. રે. આ…
વધુ વાંચો >ફૈઝલાબાદ
ફૈઝલાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા વિભાગમાં આવેલો જિલ્લો (ક્ષેત્રફળ : 9,106 ચોકિમી.) અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક તથા શહેર. 1979 સુધી તે લ્યાલપુર નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 31° 30´ ઉ. અ. અને 73° 04´ પૂ. રે. ચિનાબ અને રાવી નદીઓના સંગમસ્થાનથી ઉપરવાસમાં રચાતા રેચના…
વધુ વાંચો >ફૈઝાબાદ (1)
ફૈઝાબાદ (1) : જુઓ અયોધ્યા (જિલ્લો)
વધુ વાંચો >ફૈઝાબાદ (2)
ફૈઝાબાદ (2) : ઈશાન અફઘાનિસ્તાનમાં કોકચેહ નદી પર 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું બદખશાનનું પાટનગર. ભૌ. સ્થાન : 37° 10´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે.. શિયાળામાં ત્યાં થતી વધુ પડતી હિમવર્ષાથી ક્યારેક તે આજુબાજુના ભાગોથી અલગ પડી જાય છે, પરંતુ ઉનાળા ખુશનુમા રહે છે. થોડીક જગાઓમાં ખેતી થાય…
વધુ વાંચો >ફૉકલૅન્ડ
ફૉકલૅન્ડ : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલો બ્રિટન-શાસિત ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 52° 0´ દ. અ. અને 60° 0´ પ. રે.ની આજુબાજુ આ ટાપુસમૂહ વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાને દક્ષિણ છેડે આવેલી હૉર્નની ભૂશિરથી ઈશાનમાં 640 કિમી. અને મેગેલનની સામુદ્રધુનીથી પૂર્વમાં આશરે 500 કિમી. અંતરે તે આવેલો છે. આ ટાપુસમૂહમાં બે મુખ્ય…
વધુ વાંચો >ફૉકલૅન્ડની સામુદ્રધુની
ફૉકલૅન્ડની સામુદ્રધુની : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં પૂર્વ અને પશ્ચિમ ફૉકલૅન્ડના ટાપુઓ વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32 કિમી. છે. તે ઈશાન-નૈર્ઋત્યમાં વિસ્તરેલી છે. નાના નાના ઘણા ટાપુઓ આ સામુદ્રધુનીમાં આવેલા છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ફૉર્ટ-દ-ફ્રાન્સ
ફૉર્ટ-દ-ફ્રાન્સ : ફ્રેન્ચ વેસ્ટ ઇન્ડીઝના લઘુ ઍન્ટિલિઝ ટાપુસમૂહમાં આવેલા માર્ટિનિક ટાપુનું પાટનગર, બંદર તથા મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 14° 36´ ઉ. અ. અને 61° 05´ પ. રે. તે માર્ટિનિક ટાપુના પશ્ચિમ કિનારા પરના નૈર્ઋત્ય ભાગમાં માદામ નદીમુખ પર આવેલું છે. માર્ટિનિક ટાપુ ફ્રાન્સનું દરિયાપારનું એક સંસ્થાન છે અને ફૉર્ટ-દ-ફ્રાન્સ…
વધુ વાંચો >ફૉર્તાલેઝા
ફૉર્તાલેઝા : દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલના ઈશાન કિનારે આવેલું સીએરા રાજ્યનું પાટનગર, મહત્વનું બંદર તથા શહેર. ભૌગોલિક સ્થાન : 3° 43´ દ. અ. અને 38° 30´ પ. રે. બ્રાઝિલમાં ઈશાન છેડે આવેલી ભૂશિર નજીકના નાતાલથી વાયવ્યમાં 442 કિમી. અંતરે દરિયાકિનારાની અર્ધચંદ્રાકાર ખાંચાખૂંચીવાળા ભાગમાં પાજેવ (પીજુ) નદી પર તે વસેલું છે. આબોહવા…
વધુ વાંચો >