ભાષાશાસ્ત્ર અને લિપિ
અંગ્રેજી ભાષા
અંગ્રેજી ભાષા યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે : યુ.એસ. 17 કરોડ કૅનેડા 1.5 કરોડ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ આફ્રિકા 2૦ લાખ…
વધુ વાંચો >આંદામાની ભાષાસમૂહ
આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી.…
વધુ વાંચો >કોકેસિયન ભાષાપરિવાર
કોકેસિયન ભાષાપરિવાર : દક્ષિણ-પશ્ચિમ રશિયામાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર વચ્ચે આવેલ પર્વતમાળા તે કોકેસસ. આ પર્વતમાળાને આધારે અહીં વસતા લોકો કો-કા-શૉન કહેવાય છે. ‘ધોળી જાતિ’ (white race) અથવા ‘યુરોપિડ જાતિ’ (uropid race) તરીકે ઓળખાતા આ લોકો આધુનિક માનવોની સૌથી જૂની કડીરૂપ મનાય છે. આ લોકો મૂળ યુરોપ, પ. એશિયા…
વધુ વાંચો >ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ
ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર
ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિવિચાર : ગુજરાતી ભાષાના ધ્વનિસ્વરૂપ વિશે આધુનિક ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ અધ્યયન રજૂ કરતો મહત્વનો ગ્રંથ. તેના કર્તા ડૉ. પ્રબોધ પંડિત (1923–1975) ગુજરાતી ભાષાવિજ્ઞાનના સમર્થ વિદ્વાન હતા. આ પુસ્તકનું લખાણ 1957થી 1961 દરમિયાન થયેલું છે; જે કેટલાક લેખો રૂપે ‘સંસ્કૃતિ’ માસિકમાં તથા ‘ઇન્ડિયન લિંગ્વિસ્ટિક્સ’નાં કેટલાંક વૉલ્યૂમોમાં છપાયેલું. આ…
વધુ વાંચો >જર્મન ભાષા
જર્મન ભાષા : જર્મની ઉપરાંત ઑસ્ટ્રિયાની પણ રાષ્ટ્રભાષા તથા સ્વિટ્ઝર્લૅન્ડની 4 પૈકીની એક રાષ્ટ્રભાષા. ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ તે ઉત્તર યુરોપના બીજા દેશો એટલે કે બેલ્જિયમ, ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, ઇંગ્લૅન્ડ, આઇસલૅન્ડ વગેરે ભાષાઓની સજાત (cognate) ભાષા છે; કારણ કે એ બધી વચ્ચે કેટલાંક મૂળભૂત સામ્યો ર્દગ્ગોચર થાય છે. આ ભાષકો પ્રાચીન કુળોના…
વધુ વાંચો >ઝમખશરી
ઝમખશરી (જ. 19 માર્ચ 1075, ઝમખશર, ઉઝબેકિસ્તાન; અ. 1143–44) : ભાષાશાસ્ત્ર તથા હદીસશાસ્ત્રના વિદ્વાન. મૂળ નામ અબુલ કાસિમ મહમૂદ અલ-ઝમખ્શરી. તેમને ‘ફખ્રે ખ્વારઝમ’ અને ‘જારુલ્લાહ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઝમખશરીનો સંબંધ ‘‘મો’તઝિલા’’ કહેવાતા બુદ્ધિવાદી વર્ગ સાથે હતો. તે ઈશ્વર તથા ધર્મને અધ્યાત્મને બદલે બુદ્ધિની કસોટી ઉપર રાખીને સમજવાનો પ્રયત્ન…
વધુ વાંચો >દ્રવિડ ભાષાઓ
દ્રવિડ ભાષાઓ : દ્રવિડ કુળની ભાષાઓ. ભાષાનું નામ બનેલો ‘દ્રવિડ’ શબ્દ પોતે દ્રાવિડી કુળનો નથી. શબ્દના આરંભમાં આવતા જોડાક્ષર દર્શાવે છે કે આ ભાષાકુળની ભાષાઓ માટે તે સ્વીકૃત શબ્દ છે. એક માન્યતા અનુસાર આ ભાષાના ભાષકો પણ ભારત બહારથી જ આવ્યા હતા. બલૂચિસ્તાનમાં બોલાતી ‘બ્રાહુઈ’ નામની ભાષા આનું ઉદાહરણ છે.…
વધુ વાંચો >ધ્વનિશાસ્ત્ર
ધ્વનિશાસ્ત્ર : જુઓ, ભાષા અને ભાષાવિજ્ઞાન.
વધુ વાંચો >