ભારતી શેલત
ધનકટક
ધનકટક : પ્રાચીન ધનકટક અમરાવતીની પશ્ચિમે બે કિમી. અને બેઝવાડાથી પશ્ચિમમાં આશરે 30 કિમી. દૂર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલું છે. પુરાણોમાં ઉલ્લિખિત આંધ્રભૃત્ય (સાતવાહન) રાજવંશની એ રાજધાની હતું. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ધનકટકમાં ઈ. સ. 133થી 154 દરમિયાન સત્તારૂઢ થયો. એનો પુત્ર વાસિષ્ઠિપુત્ર પુળુમાવિ ઈ. સ. 130 થી 159…
વધુ વાંચો >નાગરાજ્યો
નાગરાજ્યો : ભારતમાંનાં નાગવંશના રાજાનાં રાજ્યો. નાગ લોકો ભારતના વિભિન્ન પ્રદેશોમાં ફેલાયેલા હતા એની પુષ્ટિ સાહિત્યિક, આભિલેખિક અને સિક્કાશાસ્ત્રનાં પ્રમાણોથી થાય છે. પુરાણો અનુસાર વિદિશા, કાંતિપુરી, મથુરા અને પદ્માવતી નાગોની શક્તિનાં કેન્દ્રો હતાં. વિદિશાના નાગવંશી શાસકોમાં શીશ, ભોગિન અને સદાચંદ્ર ચંદ્રાંશ જેવા રાજાઓ થયા હતા. અભિલેખોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર…
વધુ વાંચો >નાગહ્રદ
નાગહ્રદ : મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની. ઉદેપુરથી ઉત્તરે 24 કિમી. દૂર અને ખેમલી સ્ટેશનથી 10 કિમી. એકલિંગજીની પહાડીમાં નાગહ્રદ (હાલનું નાગદા) તીર્થ આવેલું છે. ‘નાગહ્રદ’ કે ‘નાગદ્રહ’ એ નાગદાનું પ્રાચીન નામ છે. મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની નવમી સદી સુધી મેવાડના નાગહ્રદ(નાગદા)માં હતી. પ્રાચીન વર્ણનો મુજબ એક કાળે મેવાડની…
વધુ વાંચો >નાગાર્જુન સિદ્વ
નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા…
વધુ વાંચો >નિચક્ષુ
નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે. નિચક્ષુની વંશાવળી : નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં…
વધુ વાંચો >નિષધ
નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે. ‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો…
વધુ વાંચો >નેદુન્જેલિયન
નેદુન્જેલિયન : દક્ષિણ ભારતના પાંડ્ય વંશનો પ્રતાપી રાજા. રાજ્યઅમલ ઈ. સ. 765થી 815. મારવર્મન રાજસિંહ પહેલાનો પુત્ર નેદુન્જેલિયન મારંજેલિયન, પરાંતક, જટિલવર્મન તથા વરગુણ પ્રથમ તરીકે પણ જાણીતો છે. તે ‘પંડિતવત્સલ’ અને ‘પરાંતક’ (શત્રુઓને હણનાર) કહેવાતો. તેણે કાવેરી નદીના દક્ષિણના કાંઠે તાંજોર પાસેના પેનાગદમ મુકામે પલ્લવો સામે જ્વલંત વિજય મેળવ્યો હતો.…
વધુ વાંચો >પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી)
પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી) : ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક. કુરુની પૂર્વે આવેલું આ જનપદ ગંગા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર પંચાલનું પાટનગર અહિચ્છત્ર અને દક્ષિણ પંચાલનું કામ્પિલ્ય. અહિચ્છત્ર એ હાલનું બરેલી જિલ્લાનું રામનગર અને કામ્પિલ્ય એ ફર્રુખાબાદ જિલ્લાનું કાંપિલ હોવાનું જણાય છે. કાન્યકુબ્જ (કનોજ) આ જનપદમાં આવેલું…
વધુ વાંચો >પાવા
પાવા : બિહારમાં ગોરખપુરથી વાયવ્યમાં 48 કિમી. દૂર આવેલું ગામ. પ્રાચીન સમયમાં એ મલ્લ દેશનું નગર હતું. પાવાના મલ્લો પાવેય્યક કહેવાતા. બુદ્ધ આ ગામમાં ઘણી વાર પધારેલા. ‘ઉદાન’ અનુસાર બુદ્ધ પાવાના અજકપાલક ચૈત્યમાં રહ્યા હતા. આ ગામમાં બુદ્ધ રહેતા હતા તે દરમિયાન મલ્લોએ પોતાનો નવો સંથાગાર ‘ઉભ્ભાટક’ બંધાવ્યો હતો, જેનું…
વધુ વાંચો >પાવાપુરી
પાવાપુરી : બિહારમાં આવેલું જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર. જૈન શાસ્ત્રોમાં જેને ‘મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે તે આ જ પાવાપુરી મહાવીરની પ્રસિદ્ધ નિર્વાણભૂમિ હતી. મધ્યમા પાવાનું નામ પહેલાં ‘અપાપાપુરી’ હતું. મહાવીરના નિર્વાણ પછી તેનું નામ પાવાપુરી પડ્યું. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મહાવીર સ્વામી જંભીય ગામથી પાવાપુરી પધાર્યા. આ નગરીમાં મહાવીરે ઘણી…
વધુ વાંચો >