ભારતી શેલત
ચાવડા રાજ્યો (કચ્છ)
ચાવડા રાજ્યો (કચ્છ) : આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર ઈ.સ.ની નવમી દશમી સદી દરમિયાન કચ્છના પશ્ચિમ ભાગમાં થયેલાં ચાવડા કુળનાં કેટલાંક રાજ્યો. પાટગઢ(તા. લખપત)માં વીરમ ચાવડો (ઈ.સ.ની નવમી સદીનો પૂર્વાર્ધ) રાજ્ય કરતો હતો. વીરમ ચાવડો ગૂંતરી(તા. નખત્રાણા)ના સાંધ રાજ્યનો ખંડિયો હતો. એણે પોતાની પુત્રી બુદ્ધિ સિંધના સમા રાજા લાખિયાર ભડના પુત્ર લાખા…
વધુ વાંચો >ચાહમાન રાજવંશ
ચાહમાન રાજવંશ : મધ્યયુગમાં સાતમી સદીથી શરૂ કરીને મુખ્યત્વે આજનાં ગુજરાત તથા રાજસ્થાનની આસપાસના પ્રદેશોમાં જુદે જુદે સમયે સત્તાસ્થાને રહેલો રાજવંશ. રાજસ્થાનમાં શાકંભરી, જાલોર, નડૂલ, સાચોર તથા રણથંભોરમાં તેમણે રાજ્ય કરેલું. ગુજરાતમાં લાટ, ભરૂચ, નાંદીપુરી, ચાંપાનેર, વાવ, માંડવા વગેરે સ્થળોએ ચૌહાણ તરીકે સત્તા કબજે કરી હતી. અગ્નિપુરાણ પ્રમાણે ચાહમાનો અગ્નિકુળના…
વધુ વાંચો >જયશિખરી
જયશિખરી : (ઈ. સ.ની 8મી સદી) ઉત્તર ગુજરાતમાં પંચાસરનો શૂરવીર રાજવી તથા વનરાજ ચાવડાનો પિતા. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ ‘રત્નમાળ’(સત્તરમી-અઢારમી સદી)માં વનરાજનો પિતા જયશિખરી એના સોળ સામંતો સાથે પંચાસરમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર જયશિખરીએ કનોજના રાજા ભુવડનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ભુવડે તેની સામે સેના મોકલી;…
વધુ વાંચો >જંબુસર
જંબુસર : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક. નાંદીપુરીના ગુર્જર નૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોએ તે વસાવેલું હતું. આ વંશના રાજા દદ્દ બીજાના કલચુરિ સં. 380 અને 385(ઈ. સ. 629 અને 634)નાં દાનશાસનોમાં દાન ગ્રહણ કરનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો નિર્દેશ છે. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના વલભી સં. 320(ઈ. સ. 639-40)ના…
વધુ વાંચો >જાંબ ચાંપો
જાંબ ચાંપો : વનરાજનો મંત્રી અને ચાંપાનેરનો વસાવનાર. ‘પ્રબંધ ચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ જેવા જૈન પ્રબંધોમાં વનરાજની પ્રારંભિક કારકિર્દીને લગતા રસપ્રદ પ્રસંગોના નિરૂપણમાં વનરાજના સાથીદારને જેણે જંગલમાં આંતરેલા તે જાંબ નામે ધનુર્વિદ્યાવિશારદ વણિકને વનરાજ પાસે લાવ્યા. વનરાજે એની યુદ્ધકલાથી પ્રસન્ન થઈ, પોતાનો રાજ્યાભિષેક થતાં એને મહામાત્ય નીમવાનું વચન આપ્યું. અણહિલવાડ…
વધુ વાંચો >જોટે, રત્નમણિરાવ ભીમરાવ
જોટે, રત્નમણિરાવ ભીમરાવ (જ. 19 ઑક્ટોબર 1895, ભુજ (કચ્છ); અ. 24 સપ્ટેમ્બર 1955) : ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસક્ષેત્રના અન્વેષક, સંશોધક અને લેખક. સ્વજનો અને મિત્રોમાં ‘ભાણાભાઈ’ના હુલામણા નામથી ઓળખાતા રત્નમણિરાવ જ્ઞાતિએ સાઠોદરા નાગર અને મૂળ અમદાવાદના વતની હતા. તેમણે પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. 1914માં મૅટ્રિક અને 1919માં સંસ્કૃત સાહિત્ય…
વધુ વાંચો >તળાજા
તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…
વધુ વાંચો >તારંગા
તારંગા : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગા હિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન…
વધુ વાંચો >દત્તદેવી
દત્તદેવી : ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત (શાસનકાળ આશરે ઈ. સ. 330–380)ની પ્રધાન મહિષી. સંભવત: એ કદમ્બ કુળની રાજકુમારી અને કકુત્સ્થ વર્માની પુત્રી હતી. સમુદ્રગુપ્તના એરણ (મ. પ્ર.) શિલાસ્તંભલેખમાં સમુદ્રગુપ્ત તેમજ તેની રાણી દત્તદેવીના ઉદાત્ત ચરિતની પ્રશસ્તિ કરેલી છે. આ લેખમાં દત્તદેવીને પતિપરાયણ, સન્માર્ગનું અવલંબન કરનાર વ્રતિની અને શીલસંપન્ન હોવાનો તથા પોતાના…
વધુ વાંચો >દરાયસ, મહાન
દરાયસ, મહાન (દારયવહુષ 1લો) (જ. ઈ. સ. પૂ. 550; અ. ઈ. સ. પૂ. 486) : પ્રાચીન ઈરાનનો સમ્રાટ. એકીમેનિડ વંશનો એક મહાન રાજવી. દરાયસ પાર્થિયાના સત્રપ (ગવર્નર) હિસ્ટેસ્પીસનો પુત્ર હતો. તેના બેહિસ્તુનના શિલાલેખમાં આપેલી માહિતી તેના ઇતિહાસનો મુખ્ય સ્રોત છે. ઈ. સ. પૂ. 522માં કૅમ્બિસિસના મૃત્યુ બાદ તેણે સાયરસના બીજા…
વધુ વાંચો >