ભારતી શેલત
કનક મુનિ
કનક મુનિ : બૌદ્ધ ધર્મના સાત માનુષી બુદ્ધોમાંના પાંચમા બુદ્ધ. અશોકે રાજ્યાભિષેકના ચૌદમા વર્ષે કનક મુનિના સ્તૂપને બમણો કરાવ્યો હોવાનો નિર્દેશ અશોકના નિગલી સાગર (નિગ્લીવ) સ્તંભલેખમાં જોવા મળે છે. અભિષેકને 20 વર્ષ થયે અશોકે જાતે આવીને કનક મુનિની પૂજા કરી અને શિલાસ્તંભ ઊભો કરાવ્યો. પાંચ ધ્યાની બુદ્ધોમાંના બીજા ધ્યાની બુદ્ધ…
વધુ વાંચો >કનિંગહૅમ ઍલેક્ઝાંડર (સર)
કનિંગહૅમ, ઍલેક્ઝાંડર (સર) (જ. 23 જાન્યુઆરી 1814, લંડન; અ. 28 નવેમ્બર 1893, લંડન) : ભારતીય પુરાતત્ત્વ ખાતાના પ્રથમ વડા તથા પ્રાચ્યવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર અને પુરાવસ્તુવિદ્યાના જાણીતા વિદ્વાન. 1833માં ભારતના ભૂમિસૈન્યમાં ઇજનેર તરીકે જોડાયા તથા 1861માં મેજર જનરલના ઉચ્ચ હોદ્દા સાથે લશ્કરની સેવામાંથી નિવૃત્ત થયા. ભારત સરકાર હેઠળની તેમની સેવાના કાર્યકાળ…
વધુ વાંચો >કર્ક બીજો
કર્ક બીજો (નવમી સદી) : રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજનો જ્યેષ્ઠ પુત્ર. એ ‘કર્કરાજ સુવર્ણવર્ષ’ તરીકે ઓળખાતો. ઇન્દ્રરાજ પછી એ ‘લાટેશ્વર’ થયો. એની રાજધાની ખેડામાં હતી. એણે દાનમાં આપેલી ભૂમિ અંકોટ્ટક ચોર્યાસી, ભરુકચ્છ વિષય, મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ, નાગસારિકા વિભાગ અને માહિષક 42માં આવેલી હતી. એ મહાસામંતાધિપતિ કહેવાતો. એનાં ઈ.સ. 812થી ઈ.સ. 824નાં…
વધુ વાંચો >કશ્યપ
કશ્યપ : ગોત્રકાર સપ્તર્ષિઓમાંના એક, પ્રજાપતિઓમાંના એક, મંત્રદ્રષ્ટા ઋષિ. તે મરીચિ ઋષિના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઇલા, વિનતા, કપિલા, મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી હતી. પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે. કશ્યપને આ પત્નીઓથી આદિત્ય,…
વધુ વાંચો >કાકરગામ
કાકરગામ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ. ‘પ્રબંધચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં વનરાજની આરંભિક કારકિર્દીને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગોના સંદર્ભમાં કાકરગામનો પ્રાચીન ઉલ્લેખ આવે છે. એ અનુસાર વનરાજ પોતાના મામા સાથે બધે ધાડો પાડવા લાગ્યો. એક દિવસ કાકરગામમાં એક વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો,…
વધુ વાંચો >કારુવાકી
કારુવાકી : અશોકની બીજી રાણી. એને તીવર નામે પુત્ર હતો. અશોકના પ્રયાગ-કોસમ રાની સ્તંભલેખમાં એને ‘दुतियाये देयिये ति तीवलमाते कालुवाकिये’ – ‘બીજી રાણી તીવરની માતા કારુવાકી’ કહી છે. આ સ્તંભલેખમાં એના ધાર્મિક દાનનો ઉલ્લેખ છે. ‘દિવ્યાવદાન’માં આ રાણીનું નામ ‘તિસ્સંરક્ખા – તિષ્યરક્ષિતા’ આપ્યું છે. એનું મૂળ નામ કારુવાકી હોવાનું અને…
વધુ વાંચો >કાલગણના (પુરાતત્ત્વ)
કાલગણના (પુરાતત્ત્વ) : ભૂતકાળના વૃત્તાન્ત તરીકે ઇતિહાસના બનાવોને સમયના માપદંડમાં મૂકવાની પદ્ધતિ. મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારોના નિશ્ચય માટે કાલગણના આવશ્યક છે. અન્ય જાતિઓની જેમ, આર્યજાતિઓમાં પણ અતિપ્રાચીન કાળથી કાલગણના પ્રવર્તમાન હતી. વૈદિક આર્યોની પ્રાચીનતમ કાલગણના કલ્પ, મન્વન્તર અને યુગપરક હતી. પૂર્વસૃષ્ટિના વિલય પછી નવસૃષ્ટિનો આરંભ તે કલ્પ. કલ્પમાં મન્વન્તરો…
વધુ વાંચો >કાલભોજ
કાલભોજ (ઈ.સ. 734થી ઈ.સ. 753) : મેવાડના ગુહિલોત વંશનો પ્રતાપી રાજા. તે બાપા રાવળને નામે ઓળખાતો. અભિલેખોમાં આવતી વંશાવળીઓમાં આ નામનો કોઈ રાજા દેખા દેતો નથી. પંડિત ગૌ. હી. ઓઝા બાપારાવળને આ વંશના આઠમા રાજા કાલભોજનું ઉપનામ હોવાનું માને છે, જ્યારે ડૉ. ભાંડારકર એને નવમા રાજા ખુમ્માણ પહેલાનું અપર નામ…
વધુ વાંચો >કાશહૃદ
કાશહૃદ : દસક્રોઈ તાલુકાનું હાલનું કાસિંદ્રા. વલભીના મૈત્રક રાજા ધરસેન (ધ્રુવસેન 650-655) ત્રીજાનું કરજનું તામ્રપત્ર સાબરમતી નદીના પશ્ચિમ તટે આવેલા કાસિંદ્રામાંથી મળ્યું છે. તેમાં ખેટક આહારના કાશહૃદ પેટા વિભાગના એક અનભિજ્ઞાત ગામનો ઉલ્લેખ આવે છે. આ પરથી કાશહૃદ વિષય મોટો વહીવટી વિભાગ અને નાનો કાશહૃદ વિભાગ ખેટક આહાર(ખેડા પેટાજિલ્લો)નો પંથક…
વધુ વાંચો >