ભારતીય સંસ્કૃતિ
ઠકાર, વિમલાતાઈ
ઠકાર, વિમલાતાઈ (જ. 25 માર્ચ 1923, નાગપુર; અ. 11 માર્ચ 2009) : ભારતની સંત-પરંપરાને ઉજ્જ્વળ સ્વરૂપ આપનાર અને સત્યના અધિષ્ઠાન પર આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક તથા સંનિષ્ઠ જીવનસાધક. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. વિમલાતાઈના જન્મસમયે તેમના…
વધુ વાંચો >ડોંગરે, રામચંદ્ર
ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા…
વધુ વાંચો >ઢબુ
ઢબુ : ઢબુ કે ઢબુ પૈસો નામે ઓળખાતો તાંબાનો સિક્કો. વસ્તુત: ઢબુ બે પૈસા કે છ પાઈની કિંમત બરાબર હતો. તેનું વજન પણ પૈસા કરતાં બમણું હતું. સ્થાનિક લોકો તેને ‘બેવડિયું કાવડિયું’ કે ‘બેવડિયો પૈસો’ પણ કહેતા. વડોદરા રાજ્યે ‘દોન પૈસે’ના નામે આ સિક્કો ચલાવેલો. બ્રિટિશ કંપની સરકાર તેમજ પાછળથી…
વધુ વાંચો >ઢંકપુરી
ઢંકપુરી : મહત્વનું જૈન તીર્થધામ. તે ઢંક કે ઢાંક તરીકે પણ ઓળખાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામથી 25.6 કિમી, નજીકના રેલવે સ્ટેશન પાનેલીથી 11.2 કિમી, ગોંડલથી 72 કિમી. અને સૈન્ધવોની રાજધાની ઘૂમલીથી પૂર્વ તરફ 40 કિમી. દૂર છે. અહીં આલેચ ડુંગરની તળેટીમાં પ્રખ્યાત એવી ઢાંકની ગુફાઓ આવેલી છે. ચૂનાના ખડકોમાંથી…
વધુ વાંચો >ઢાલ
ઢાલ : દ્વંદ્વ યુદ્ધમાં શત્રુના હુમલાથી પોતાનું સંરક્ષણ કરવાનું સાધન. પ્રાચીન કાળમાં ગદાયુદ્ધ દરમિયાન અને ત્યારપછી તલવાર અને ભાલાના આક્રમણ સામે આત્મરક્ષણ માટે પાયદળ કે અશ્વારોહી સૈનિકો તેનો ઉપયોગ કરતા હતા. બંદૂક અને તોપ જેવાં દૂરથી મારી શકે તેવાં સાધનોની શોધ થયા પછી ઢાલ નિરુપયોગી સાધન બની ગયું, જોકે આધુનિક…
વધુ વાંચો >ઢાંકી, મધુસૂદન
ઢાંકી, મધુસૂદન (જ. 31 જુલાઈ 1927, પોરબંદર, ગુજરાત; અ. 29 જુલાઈ 2016, અમદાવાદ) : કલાનાં વિવિધ ક્ષેત્રોના આજીવન અભ્યાસી, અન્વેષક અને લેખક. મુખ્ય રસનો વિષય મંદિરસ્થાપત્ય, શિલ્પ, લોકકલાઓ – હસ્તકલાઓ, ઉદ્યાનવિદ્યા અને રત્નવિદ્યા. ભૂસ્તરવિદ્યા અને રસાયણવિદ્યાના વિષયો સાથે વિજ્ઞાનના સ્નાતક. કારકિર્દીનો આરંભ તેમણે સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇંડિયામાંથી (1950થી 53) કર્યો.…
વધુ વાંચો >ઢુંઢિરાજ
ઢુંઢિરાજ (ઈ. સ. 1500ની આસપાસ) : મધ્યકાળનો મહાન ભારતીય જ્યોતિષાચાર્ય. પિતા નૃસિંહ; ગુરુ જ્ઞાનરાજ. મૂળ વતન : દેવગિરિ (દોલતાબાદ), ગોદાવરીની ઉત્તરે ગામ પાર્થપુર (પાથરી). મૌલિક ગ્રંથસર્જન : ‘જાતકાભરણ’, ‘ગ્રહલાઘવોદાહરણ’, ‘ગ્રહફ્લોપપત્તિ’; ‘પંચાંગફલ’; ‘કુંડકલ્પલતા’; ‘સુધારસ’ ગ્રંથ ઉપરની ટીકા ‘સુધારસકરણચષક’. મધ્યકાલીન ભારતીય જ્યોતિષ પરંપરામાં ઢુંઢિરાજનું સ્થાન ધ્રુવતારક સમાન છે. તેમના પુરોગામી જ્યોતિષાચાર્યોમાં ગણેશ…
વધુ વાંચો >તક્ષશિલા
તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…
વધુ વાંચો >તથાગત ગુપ્ત
તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક…
વધુ વાંચો >તરણેતરનો મેળો
તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું…
વધુ વાંચો >