બીજલ પરમાર
તાંગાઇલ
તાંગાઇલ : બાંગ્લાદેશના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. તાંગાઇલ જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3414 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર આશરે વસ્તી 4,37,023 (2022) ધરાવે છે. જેવી રીતે દક્ષિણનાં મધુપુર જંગલોથી તાંગાઇલ પ્રદેશ, ઢાકા પ્રદેશથી અલગ પડે છે, તેવી જ રીતે બ્રહ્મપુત્ર નદીથી તે મિમેનસિંગ પ્રદેશથી અલગ પડે છે.…
વધુ વાંચો >તિબેટ
તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ…
વધુ વાંચો >તિરુચિરાપલ્લી
તિરુચિરાપલ્લી : ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે 4511 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે,…
વધુ વાંચો >તુગેલા
તુગેલા : દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના નાતાલ પ્રાન્તમાં આવેલી નદી. તે આશરે 29° 11´ દ. અક્ષાંશ તથા 31° 25´ પૂ. રેખાંશ પર આવેલી છે. તેના પર આવેલો જળધોધ પણ ‘તુગેલા’ નામે ઓળખાય છે. આ નદી લેસોથો દેશની સીમા નજીક આશરે 3299 મીટરની ઊંચાઈએ આવેલા મૉન્ટ-ઑક્સ પર્વતમાંથી ઉદભવીને લગભગ 502 કિમી.ની લંબાઈમાં…
વધુ વાંચો >તુમકુર
તુમકુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લાઓ પૈકી અગ્નિ ખૂણામાં આવેલો જિલ્લો અને તે જ નામનું વહીવટી મથક. આ જિલ્લાનું સ્થાન લગભગ 600થી 900 મી ઊંચાઈ ધરાવતા દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. અને તે આશરે 10,598 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. તેની વાયવ્યમાં ચિત્રદુર્ગ, પશ્ચિમમાં ચિકમંગલુર, નૈર્ઋત્યમાં હસ્સન, દક્ષિણમાં માંડય, અગ્નિમાં બૅંગાલુરુ,…
વધુ વાંચો >તુવાલુ
તુવાલુ : પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે. પહેલાં તે એલિસ…
વધુ વાંચો >તેગુસિગાલ્પા
તેગુસિગાલ્પા (Tegucigalpa) : મધ્ય અમેરિકાના હોન્ડુરાસ દેશનું પાટનગર તથા મોટામાં મોટું નગર. દેશના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં તે વસેલું છે. તે આશરે 14° 05´ ઉ. અક્ષાંશ તથા 87° 14´ પ. રેખાંશ પર અને સમુદ્રસપાટીથી લગભગ 1007 મીટરની ઊંચાઈએ આવેલું છે. ‘તેગુસિગાલ્પા’નો અર્થ ‘ચાંદીની ટેકરી’ એવો થાય છે. હકીકતમાં આ શહેરના…
વધુ વાંચો >તેહરી ગઢવાલ
તેહરી ગઢવાલ : ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 30 38´ ઉ. અ. અને 78 48´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા…
વધુ વાંચો >દિગ્બોઈ
દિગ્બોઈ : આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23’ ઉ. અ. અને 95° 38’ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ…
વધુ વાંચો >દિનાજપુર
દિનાજપુર : બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમમાં હિમાલયની તળેટીમાં આવેલ રાજશાહી વહીવટી વિભાગનો જિલ્લો. નદીઓના કાંપથી રચાયેલાં ફળદ્રૂપ મેદાનોમાં આ જિલ્લો આવેલો છે. આ મેદાનોની વચ્ચે વચ્ચે થોડા ઊંચા ભાગો પણ આવેલા છે. બાલુર ઘાટનાં નદીઓના કાંપવાળાં ફળદ્રૂપ મેદાનોમાં ખાદ્યાન્ન તથા રોકડિયા પાકોનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેમાં શેરડી, શણ, તેલીબિયાં અને ડાંગરનો…
વધુ વાંચો >