બીજલ પરમાર

સાન્ટિયાગો (1)

સાન્ટિયાગો (1) : ચિલીનું પાટનગર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, વ્યાપારિક મથક અને ઔદ્યોગિક કેન્દ્ર. તે આશરે 33° 27´ દ. અ. તથા 70° 38´ પ. રે. પર આવેલું છે. 1541માં વસાવવામાં આવેલા આ નગરની પાર્શ્ર્વભૂમિમાં ઍન્ડિઝનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. તે સમુદ્રસપાટીથી આશરે…

વધુ વાંચો >

સાન્તો ડોમિન્યો

સાન્તો ડોમિન્યો : વેસ્ટ ઇન્ડિઝના હિસ્પાન્યોલા ટાપુના પશ્ચિમ ભાગમાં હૈતી અને પૂર્વ ભાગમાં ડોમિનિકન પ્રજાસત્તાક – એવા જે બે દેશો આવેલા છે, એ પૈકી ડોમિનિકન પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મુખ્ય બંદર. તે 19° 30´ ઉ. અક્ષાંશવૃત્ત અને 70° 42´ પ. રેખાંશવૃત્ત પર ટાપુના દક્ષિણકાંઠે સમુદ્રસપાટીથી આશરે 17 મી.ની ઊંચાઈએ વસેલું…

વધુ વાંચો >

સિયેરા લેયોન (Sierra Leon)

સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની…

વધુ વાંચો >

સિંગાપોર

સિંગાપોર : અગ્નિ એશિયામાં આશરે 01° 17´ ઉ. અ. તથા 103° 51´ પૂ. રે. પર મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ દેશ. તેનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી લગભગ 129 કિમી. ઉત્તરમાં છે. સિંગાપોરની ઉત્તરમાં મલેશિયા અને દક્ષિણમાં ઇન્ડોનેશિયા દેશોની જલસીમાઓ આવેલી છે, જ્યારે તેની પશ્ચિમ બાજુએ મલાક્કાની સામુદ્રધુની અને પૂર્વ બાજુએ…

વધુ વાંચો >

સ્કૅન્ડિનેવિયા

સ્કૅન્ડિનેવિયા યુરોપ ભૂમિખંડના વાયવ્ય ભાગમાં સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ, જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ તેમજ તેમને અડીને આવેલા અન્ય ટાપુઓથી રચાતો સમગ્ર ભૂમિપ્રદેશ. તેમાં સામાન્ય રીતે નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણ દેશોને સમાવવામાં આવે છે. ખાસ કરીને તેમનાં સ્થાન, ભૂસ્તરીય રચના, જાતિ અને ભાષાકીય દૃષ્ટિએ જોતાં આ પ્રદેશ એક ભૌગોલિક એકમ રચે…

વધુ વાંચો >

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. તેની ઉત્તર સીમાએ જમ્મુ અને…

વધુ વાંચો >

હૉન્ડુરાસ (Honduras)

હૉન્ડુરાસ (Honduras) : મધ્ય અમેરિકાની સંયોગી ભૂમિમાં આવેલો નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 00´થી 16° 30´ ઉ. અ. અને 83° 15´થી 89° 30´ પ. રે. વચ્ચેનો 1,12,492 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનાં પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર અનુક્રમે 652 કિમી. અને 386 કિમી. જેટલાં છે. હૉન્ડુરાસની…

વધુ વાંચો >