બાળકૃષ્ણ માધવરાવ મૂળે

આધાનપાત્ર પરિવહન

આધાનપાત્ર પરિવહન (container transport) : જથ્થાબંધ માલની, પ્રમાણબદ્ધ (standard) પરિમાણ (dimension) ધરાવતા પાત્ર દ્વારા હેરફેર કરવા માટેની અદ્યતન સંકલિત પદ્ધતિ. તે અમલમાં આવી તે પહેલાં માલની હેરફેરના દરેક તબક્કે સ્થાનાંતરણ માટેની ચીજવસ્તુઓને ઉતારવા કે ચઢાવવા માટે ભિન્ન–ભિન્ન માપઘટકોનો ઉપયોગ થતો હતો તથા અંતિમ સ્થાન સુધી માલ પહોંચે તે દરમિયાન તૂટક…

વધુ વાંચો >

આનંદમાર્ગ

આનંદમાર્ગ (1955) : સામાજિક અને આધ્યાત્મિક ધ્યેયને વરેલી વિશિષ્ટ પ્રકારની એક સંસ્થા. સ્થાપક પ્રભાતરંજન સરકાર (1921), જેઓ તેમના અનુયાયીઓમાં આનંદમૂર્તિ નામથી ઓળખાય છે. સંસ્થાનું મુખ્ય મથક કૉલકાતા (પશ્ચિમ બંગાળ). વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાની, કેળવણી આપવાનું તથા સમાજના કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગને સહાય આપવાનું ધ્યેય ધરાવતી આ સંસ્થા વિશ્વવ્યાપી…

વધુ વાંચો >

આપઘાત

આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…

વધુ વાંચો >

આપટે, ગોવિંદ સદાશિવ

આપટે, ગોવિંદ સદાશિવ (1866-1937) : વિખ્યાત ખગોળશાસ્ત્રી તથા બહુશ્રુત વિદ્વાન. મહારાષ્ટ્રના કર્હાડ તાલુકાના ખંડોબાચી પાલ ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ત્યાં અને મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધેલું. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લશ્કર(ગ્વાલિયર)ની શિંદે સરકારની માસિક રૂપિયા ત્રણની શિષ્યવૃત્તિ પર ઉજ્જૈન ખાતે ઉચ્ચ શિક્ષણ લઈને ગણિત તથા ખગોળશાસ્ત્રમાં પારંગત થયા.…

વધુ વાંચો >

આપદ્-ધર્મ

આપદ્-ધર્મ : સામાન્ય સંજોગોમાં શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું છતાં આપત્તિના સમયમાં અપવાદ તરીકે સંમતિને પાત્ર ગણાતું આચરણ. ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં ચારે વર્ણના લોકો માટે વિશુદ્ધ આચરણ અંગે શાસ્ત્રોએ દિશાસૂચન કરેલું છે અને તે મુજબ વર્તન કરવું એ દરેક માટે કર્તવ્યનો ભાગ ગણાવ્યો છે. પરંતુ આચરણ અંગેના નિયમો સામાન્ય સંજોગોમાં…

વધુ વાંચો >

આમોણકર, કિશોરી

આમોણકર, કિશોરી (જ. 10 એપ્રિલ 1931, મુંબઈ; અ. 3 એપ્રિલ 2017, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા. ખયાલ-ગાયકીનાં સિદ્ધહસ્ત કલાકારોમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમણે સંગીતની શિક્ષા નાનપણથી પોતાની માતા મોગુબાઈ કુર્ડીકર પાસેથી લીધી હતી. મોગુબાઈ ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અલ્લાદિયાખાં સાહેબનાં અગ્રણી શિષ્યા હતાં.…

વધુ વાંચો >

આયંગર, એમ. અનંતશયનમ્

આયંગર, એમ. અનંતશયનમ્ (જ. 4 ફેબ્રુઆરી તિરુચેન્નુર, ચેન્નાઇ 1891 ; અ. 19  માર્ચ 1978, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : ભારતની લોકસભાના પૂર્વઅધ્યક્ષ. વતન તિરુપતિ. શાળાકીય શિક્ષણ તિરુપતિમાં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈ ખાતે લીધું હતું. 1915માં તેમણે ચિત્તુર ખાતે વકીલાત શરૂ કરી. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતથી જ તેઓ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ લેતા…

વધુ વાંચો >

આયાત

આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં…

વધુ વાંચો >

આયુર્મર્યાદા

આયુર્મર્યાદા : સામાન્ય પરિસ્થિતિમાં વિભિન્ન દેશકાળનાં માનવ-જૂથોનો સરેરાશ માનવી કેટલાં વર્ષનું જીવન જીવી શકશે તે દર્શાવતો સમયાવધિ. તેને સરેરાશ આયુષ્ય કે અપેક્ષિત જીવનમર્યાદા (expectancy of life) પણ કહી શકાય. આયુર્મર્યાદા અંગેની સર્વપ્રથમ સારણી ઇંગ્લૅન્ડમાં 1853 માં પ્રકાશિત કરવામાં આવી હતી. ભારતમાં વસ્તીગણતરી થયા પછી તેને અંગેની વિગતો સાથે ભારતના નાગરિકોના…

વધુ વાંચો >

આયોજન-આર્થિક

આયોજન, આર્થિક સમયના નિશ્ચિત ગાળામાં પૂર્વનિર્ધારિત હેતુઓ તથા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તથા તે દિશામાં સમાજમાં ઉપલબ્ધ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ માટે રાજ્ય જેવી જાહેર સંસ્થા દ્વારા અર્થતંત્રને લગતા મહત્વના નિર્ણયો રૂપે થતું આયોજન. આર્થિક આયોજન એ મહત્વના આર્થિક નિર્ણયો લેવાની તથા તેને કાર્યાન્વિત કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. મુક્ત…

વધુ વાંચો >