બશીર  એહમદી

મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ

મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ (transverse myelitis) : કરોડરજ્જુમાં એકદમ થઈ આવતો (ઉગ્ર) કે ધીમેથી વિકસતો (ઉપોગ્ર) સોજાનો વિકાર. તેમાં શરૂઆતમાં ડોકમાં કે પીઠમાં દુખાવો થાય છે અને તે પછી પગમાં પરાસંવેદનાઓ (paresthesias), સંવેદનાક્ષતિ (sensory loss), સ્નાયુઓમાં નબળાઈ અને લકવો તથા મૂત્ર-મળના નિયંત્રણમાં ક્ષતિ ઉદભવે છે. સામાન્ય રીતે તે થોડા કલાકોમાં ઉદભવે તો…

વધુ વાંચો >

લકવો (paralysis)

લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ.  તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે…

વધુ વાંચો >

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA)

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી…

વધુ વાંચો >