બળદેવભાઈ પટેલ

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર)

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર) : વધારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત કરવા સમગ્ર વનસ્પતિ કે તેનાં વિકિરણાંગો(dispersal organs)ની ટૂંકા કે લાંબા અંતર સુધી થતી ગતિ. લીલ, ફૂગ અને બૅક્ટેરિયા સ્વયં અથવા તેમના બીજાણુઓ (spores) સ્થળાંતરણ કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનાં વિકિરણાંગો જેવાં કે બીજ, પ્રજનનાંગો કે વર્ધી અંગો સ્થળાંતરણ કરે છે. આ અંગોનું…

વધુ વાંચો >

સ્થાનીયતા

સ્થાનીયતા : કોઈ એક જાતિ કે વર્ગક-સમૂહ(taxonomic group)નો આવાસ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પૂરતો જ મર્યાદિત રહે તેવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર પરિબળોમાં અલગીકરણ (isolation) અથવા મૃદા કે આબોહવાકીય પરિસ્થિતિઓ સામેની પ્રતિક્રિયા(response)નો સમાવેશ થાય છે. આવા વર્ગક(taxon)ને તે પ્રદેશનો સ્થાનિક (endemic) ગણવામાં આવે છે. સ્થાનીયતાનો વિસ્તાર વર્ગકની કક્ષા ઉપર…

વધુ વાંચો >

સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર)

સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર) : એક કે તેથી વધારે પ્રકારના સ્રોત અપૂરતા હોય ત્યારે જૈવસમાજમાં સાથે સાથે રહેતી એક કે તેથી વધારે જાતિઓના સજીવો વચ્ચે તે જ સ્રોત(કે સ્રોતો)ના ઉપયોગ માટે થતી નકારાત્મક આંતરક્રિયા. કોઈ એક જાતિમાં ખોરાક કે રહેઠાણ જેવા સ્રોતનો જરૂરિયાતનો અમુક ભાગ જ બધા સભ્યોને મળે છે; અથવા કેટલાક…

વધુ વાંચો >

સ્પેથોડિયા

સ્પેથોડિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નૉનિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકાની મૂલનિવાસી (native) છે અને તેને શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. ભારતમાં તેની બે જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. Spathodia campanulata Beauv. (હિં. રુગતૂરા, તા. પાટડી, તે. પાટડિયા, અં. આફ્રિકન ટ્યૂલિપ ટ્રી, સ્ક્વર્ટ ટ્રી) અનુકૂળ સંજોગોમાં આશરે…

વધુ વાંચો >

સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ

સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ (જ. 22 સપ્ટેમ્બર 1750, સ્પેન્ડાઉ, જર્મની; અ. 7 એપ્રિલ 1816, બર્લિન) : જર્મન વનસ્પતિવિજ્ઞાની અને શિક્ષક. તેમણે વનસ્પતિઓમાં લિંગતા વિશે અભ્યાસ કર્યો અને ફલન(fertilization)નો સિદ્ધાંત આપ્યો, જે આજે મૂળભૂત રૂપે સ્વીકૃતિ પામ્યો છે. સ્પ્રેન્ગેલે ધર્મશાસ્ત્ર (theology) અને ભાષાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે સ્પેન્ડાઉ અને બર્લિનમાં કેટલાંક…

વધુ વાંચો >

સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ)

સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ) : લિપિડ(તેલ)નો સંગ્રહ કરતી અંગિકા. તેને ઓલીઓઝોમ પણ કહે છે. તૈલીબીજમાં તેના શુષ્ક વજનનો મોટો ભાગ ટ્રાઇઍસાઇલ ગ્લિસરોલ (ટ્રાઇગ્લિસરાઇડ) સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્ફીરોઝોમમાં આ લિપિડ સંચિત સ્વરૂપે જોવા મળે છે. કોષની અંગિકાઓમાં તે વિશિષ્ટ એટલા માટે છે કે તેની ફરતે ‘અર્ધ-એકમપટલ’ (half-unit membrane) આવેલો હોય છે. આ…

વધુ વાંચો >

સ્ફેનોફાઇલેલ્સ

સ્ફેનોફાઇલેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી (pteridophyta) વિભાગમાં આવેલા સ્ફેનોપ્સીડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. તે ઉપરી મત્સ્યયુગ(Devonian)માં ઉદભવ પામી અંગારયુગ (Carboni-ferous) અને અધરિક પર્મિયનમાં ચરમ સીમાએ વિકસી અધરિક રક્તાશ્મયુગ (Triassic) સુધી જીવંત રહી, પુરાકલ્પ(Paleozoic era)ના અંતમાં વિલુપ્ત થયું. તે અર્વાચીન ઇક્વિસીટમની ઉત્ક્રાંતિની સીધી રેખામાં હોવાનું મનાતું નથી; પરંતુ પાર્શ્ર્વરેખામાં વિકાસ પામ્યું હોવાનું…

વધુ વાંચો >

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને…

વધુ વાંચો >

સ્વપોષિતા (autotrophism)

સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…

વધુ વાંચો >

સ્વીટ પીઝ (મીઠા વટાણા)

સ્વીટ પીઝ (મીઠા વટાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus odoratus Linn. (ગુ. મીઠા વટાણા, અં. Sweet peas) છે. તે આરોહી (climber), આછા રોમ ધરાવતી, એકવર્ષાયુ અને સિસિલીની મૂલનિવાસી (native) વનસ્પતિ છે. તેનાં આકર્ષક અને સુવાસિત પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પર્ણો પિચ્છાકાર…

વધુ વાંચો >