બળદેવભાઈ પટેલ
શેતૂર
શેતૂર : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Morus alba Linn. (સં. પૂર્ય, તૂત; હિં. સહતૂત, તૂત; મ. તૂત; બં. તૂત; તે. રેશ્મે ચેટ્ટુ, પિપલીપન્ડુ ચેટ્ટુ; ત. મુસુકેટ્ટે, કામ્બલી ચેડી; ક. હિપ્નેરલ, અં. વ્હાઇટ મલબેરી) છે. તે એકગૃહી (monoecious) કે કેટલીક વાર દ્વિગૃહી (dioecious) ક્ષુપ કે…
વધુ વાંચો >શેરડી
શેરડી એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saccharum officinarum Linn. (સં. ઇક્ષુ; હિં. પોંડા, ગન્ના, ઈખ, ઉપ્પ; બં. આક, કુશિર; મ. ઉસ; ક. કબ્બુ; તે. ચિરકુ; તા. કરંબુ; મલા. કરીંબુ; અં. સુગરકેઇન, નોબલકેઇન) છે. તે એક ઊંચું બહુવર્ષાયુ તૃણ છે અને તેનું માત્ર વાવેતર જ થાય…
વધુ વાંચો >શેવાળ (બ્રાયૉપ્સિડા)
શેવાળ (બ્રાયૉપ્સિડા) : દ્વિઅંગી (Bryophyta) વનસ્પતિઓનો એક સૌથી મોટો વર્ગ. તેને બ્રાયૉપ્સિડા (મુસાઈ) કહે છે અને શેવાળ(moss)ના નામથી પણ ઓળખવામાં આવે છે. શેવાળની 660 પ્રજાતિઓ અને 15,000 જાતિઓ નોંધાઈ છે; જે પૈકી સ્ફેગ્નમ, ઍન્ડ્રિયા, ફ્યુનારિયા, હિપ્નમ, બક્સબોમિયા, પૉલિટ્રાઇકમ, ટૉર્ચુલા, બ્રાયમ, નિયમ, ફિસિડેન્સ, ગ્રિમિયા, યુલોટા, નેકેરા અને ટીલિયમ જાણીતી છે. તેમાં…
વધુ વાંચો >શોષણ (absorption)
શોષણ (absorption) : વનસ્પતિ દ્વારા થતી પાણીના શોષણની પ્રક્રિયા. મોટાભાગની વનસ્પતિઓ જમીનમાં મૂળ દ્વારા સ્થાપિત થયેલી હોય છે. જમીનમાં માટીના સૂક્ષ્મકણોની ફરતે પાણી અને નાના નાના વાયુ-અવકાશો આવેલા હોય છે. પાણીમાં કેટલાક ક્ષારો ઓગળેલા હોય છે. ક્ષારો ઓગળવાને પરિણામે માટીના કણોની ફરતે દ્રાવણ બને છે. સામાન્ય પરિસ્થિતિમાં આ દ્રાવણમાં પાણીનું…
વધુ વાંચો >શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ
શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ (જ. 5 એપ્રિલ 1804, હૅમબર્ગ; અ. 23 જૂન 1881, ફ્રૅન્ક્ફર્ટમ મેઇન) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ ‘કોષવાદ’(cell theory)ના સહસ્થાપક (જર્મન દેહધર્મવિજ્ઞાની, થિયૉડૉર સ્વાન સાથે) હતા. તેમણે હિડલબર્ગમાં 1824-27 દરમિયાન શિક્ષણ લીધું અને હૅમબર્ગમાં કાયદાશાસ્ત્રી તરીકેના વ્યવસાયનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં જ તેમને વનસ્પતિવિજ્ઞાનમાં અભિરુચિ ઉત્પન્ન થઈ અને પૂર્ણ સમય માટે તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયા. તેઓ સમકાલીન વનસ્પતિ-વિજ્ઞાનીઓના વર્ગીકરણ વિશેના વિચારો સાથે સંમત નહોતા.…
વધુ વાંચો >શ્વસન (વનસ્પતિશાસ્ત્ર)
શ્વસન (વનસ્પતિશાસ્ત્ર) સજીવની અગત્યની દેહધાર્મિક ક્રિયા. પ્રકાશસંશ્લેષણની જેમ તે એક મહત્વની શક્તિવિનિમયની પ્રક્રિયા છે. જીવંત કોષમાં શ્વસન-ઉત્સેચકોની મદદ વડે કાર્બનિક પોષક તત્વો(વધારે સ્થિતિશક્તિ ધરાવતા પદાર્થો; દા.ત., ગ્લુકોઝ)નું જૈવિક ઑક્સિડેશન થાય છે. આ દરમિયાન વીજાણુપ્રવાહ-સ્વરૂપે મુક્ત થતી ગતિશક્તિનો ATP જેવાં શક્તિસભર સંયોજનોના નિર્માણમાં ઉપયોગ થાય છે. વધારાની નીપજ તરીકે અકાર્બનિક પદાર્થો…
વધુ વાંચો >શ્વાનમુખી
શ્વાનમુખી : દ્વિદળી વર્ગમાં આવેલ સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Antirrhinum majus Linn. (ગુ. શ્વાનમુખી, અં. સ્નેપડ્રૅગન) છે. રાતો આગિયો, કલ્હાર, રસીલી, કડુ વગેરે તેના સહસભ્યો છે. ઍન્ટિર્હિનમ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધમાં તેમજ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થયેલું…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સક્યુલન્ટ્સ
સક્યુલન્ટ્સ [માંસલ (રસાળ) વનસ્પતિઓ] : બાહ્ય પર્યાવરણીય શુષ્કતા અનુભવતી અને માંસલ અંગો (પ્રકાંડ, પર્ણ કે મૂળ) ધરાવતી મરુદ્ભિદ (xerophyte) વનસ્પતિઓ. ટૂંકા ચોમાસા દરમિયાન આ વનસ્પતિઓ આ અંગ કે અંગોમાં વિપુલ જથ્થામાં પાણીનો સંગ્રહ કરે છે. તેઓ સામાન્યત: ઉષ્ણ કટિબંધના શુષ્ક વિસ્તારોમાં થાય છે. તેમની દેહરચના ઓછા પાણીમાં જીવી શકાય તે…
વધુ વાંચો >સક્રિય વહન
સક્રિય વહન : જૈવિક પટલો દ્વારા થતા ચયાપચયિત પદાર્થો (metabolites) કે આયનોના વહનનો એક પ્રકાર. આ પદાર્થોનું વહન નિષ્ક્રિય (મંદ) વહન (passive transport) કે સક્રિય વહન (active transport) દ્વારા થાય છે. મંદ વહનની પ્રક્રિયામાં પદાર્થનું વહન વાહકની હાજરી કે ગેરહાજરીમાં પ્રસરણઢોળાવ(diffusion gradient)ની દિશામાં થાય છે. કોષના કોષદ્રવ(cellsap)માં ચયાપચયિત પદાર્થ કે…
વધુ વાંચો >