બળદેવભાઈ પટેલ
વિનિમયન (Crossing over)
વિનિમયન (Crossing over) : સજીવોમાં સમજાત રંગસૂત્રોની જોડમાં રહેલી પિતૃ અને માતૃ-રંગસૂત્રિકાને અનુરૂપ રંગસૂત્રખંડોના આંતરવિનિમય દ્વારા થતી સહલગ્ન જનીનોના પુન:સંયોજન-(recombination)ની પ્રક્રિયા. વિનિમયનના બે પ્રકારો છે : (1) જનન (germinal) વિનિમયન અથવા અર્ધસૂત્રી (meiotic) વિનિમયન : તે પ્રાણીઓમાં જન્યુજનન(gametogenesis)ની ક્રિયા દરમિયાન જનનપિંડના જનનઅધિચ્છદમાં અને વનસ્પતિમાં બીજાણુજનન (sporogenesis) દરમિયાન થાય છે. (2)…
વધુ વાંચો >વિલાયતી શિરીષ (રાતો શિરીષ)
વિલાયતી શિરીષ (રાતો શિરીષ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enterolobium saman Prain = Samanea saman Merrill syn. Pithecolobium (Pithecellobium) saman Benth. (ગુ. વિલાયતી શિરીષ, રાતો શિરીષ, રાતો સડસડો, સન્મન; બં. બેલાતી સિરિસ; ત. થુંગુમૂંજી; તે. નિદ્રાગાન્નેરુ; અં. રેઇન ટ્રી) છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી,…
વધુ વાંચો >વિલ્સન, ઍલેક્ઝાંડર
વિલ્સન, ઍલેક્ઝાંડર (જ. 6 જુલાઈ 1766, પૅસ્લે, રે’ન્ફ્ર્યૂ, સ્કૉટલૅન્ડ; અ. 23 ઑગસ્ટ 1813, ફિલાડેલ્ફિયા) : સ્કૉટલૅન્ડના પક્ષીવિદ (ornithologist) અને કવિ. તેમણે ઉત્તર અમેરિકાના પક્ષીઓ વિશે પહેલવહેલાં (pioneering) સંશોધનો કર્યાં હતાં અને ‘અમેરિકન ઑર્નિથૉલોજી’ના 9 ખંડો (1808-14) પ્રકાશિત કર્યા હતા. આમ, તેઓ અમેરિકીય પક્ષીવિદ્યાના સ્થાપક તરીકે અને તેમના સમયના સૌથી ખ્યાતનામ…
વધુ વાંચો >વિશીર્ણતા (wilting)
વિશીર્ણતા (wilting) : વનસ્પતિઓને થતો એક રોગ. આ રોગમાં વનસ્પતિઓ નિર્જલીકરણ (dehydration) અનુભવે છે અને શુષ્કતા (draught) દર્શાવે છે. રોગજન (pathogen) નિર્જીવ જલવાહિનીમાં વસાહત બનાવે છે. તેમના પ્રવર્ધ્યો (propagules) અને ચયાપચયકો (metabolites) ઉત્સ્વેદન-બળ(transpiration-pull)ને કારણે ઉપરની દિશામાં વહન પામે છે. રોગજન જલવાહક મૃદુતક (xylem parenchyma), મજ્જાકિરણો (medullary rays), અન્નવાહક (phloem) અને…
વધુ વાંચો >વિષમબીજાણુતા
વિષમબીજાણુતા : વનસ્પતિઓમાં બે જુદા જુદા કદના અને જુદી જુદી વિકાસકીય પદ્ધતિ દર્શાવતા બીજાણુ-નિર્માણની ક્રિયા. નાના બીજાણુઓને લઘુબીજાણુઓ (microspores) કહે છે. તેઓ લઘુ-બીજાણુધાની(microsporangium)માં ઉત્પન્ન થાય છે. મોટા બીજાણુઓને મહાબીજાણુઓ (megaspores) કહે છે. તેઓ મહાબીજાણુધાની(megasporangium)માં ઉત્પન્ન થાય છે. લઘુબીજાણુ અંકુરણ પામી નરજન્યુજનક (male gametophyte) કે લઘુજન્યુજનક (microgametophyte) ઉત્પન્ન કરે છે. મહાબીજાણુ…
વધુ વાંચો >વિષ્ણુકાંતા (કાળી શંખાવલી)
વિષ્ણુકાંતા (કાળી શંખાવલી) : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides L. (સં. વિષ્ણુકાંતા; હિં. અપરાજિતા, શંખપુષ્પી; બં. નીલ અપરાજિતા; ક. વિષ્ણુકાકે; ત. વિષ્ણુકાંતિ; તે. વિષ્ણુકાંતમુ; મલ. વિષ્ણુકીરાંતી.) છે. તેની બીજી જાતિ E. nummularius L. વલસાડ અને છોટાઉદેપુરનાં જંગલોમાં મળી આવે છે. કાળી શંખાવલી રોમિલ, બહુવર્ષાયુ…
વધુ વાંચો >વીંછીકંટો (ઍકેલીફા)
વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…
વધુ વાંચો >વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર)
વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર) સજીવનું એક અગત્યનું લક્ષણ. એકકોષી યુગ્મનજ (zygote) સૂક્ષ્મદર્શી કોષમાંથી ક્રમશ: વિભાજનો અને વિભેદનો પામી વર્ષો પછી 120 મી. ઊંચી અને 12 મી.નો થડનો ઘેરાવો ધરાવતું સિક્વોયા નામનું મહાકાય વૃક્ષ વિકાસ પામે છે. પ્રાણીઓમાં ચોક્કસ અને સીમિત પ્રકારની વૃદ્ધિ હોય છે. વનસ્પતિને અનુકૂળ સંજોગો મળતા અપરિમિત વૃદ્ધિ…
વધુ વાંચો >વૃદ્ધિવલય
વૃદ્ધિવલય : વૃક્ષોના કાષ્ઠમાં થતી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ઋતુનિષ્ઠ (seasonal) સામયિકતાને લીધે ઉત્પન્ન થતો વલય. સમશીતોષ્ણ પ્રદેશોમાં સ્પષ્ટ તફાવતોવાળી ઋતુઓ જોવા મળે છે. શિયાળામાં ઠારી નાખતી ઠંડી હોય છે, પરંતુ વસંતઋતુમાં આબોહવા હૂંફાળી અને અનુકૂળ હોય છે. પાનખર ઋતુમાં વૃક્ષ પર્ણપતન કરે છે. આ ઋતુઓના અનુસંધાનમાં વૃક્ષો તેમની દ્વિતીય વૃદ્ધિ…
વધુ વાંચો >વેટિવેરિયા (ખસ)
વેટિવેરિયા (ખસ) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક બહુવર્ષાયુ ઘાસની પ્રજાતિ. તે જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે : Vetiveria zizanioides (Linn.) Nash syn. Andropogon muricatus Retz. (સં. સુગંધીમૂલ; હિં. ખસ-ખસ; ગુ. ખસ, વાળો; મ. વાળો; અં. વેટિવર). સામાન્ય રીતે ‘વેટિવર’ તરીકે…
વધુ વાંચો >