બળદેવભાઈ પટેલ

ધાવડી

ધાવડી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગની લિથ્રેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Woodfordia fruiticosa Kurz syn. W. floribunda salib (સં. ધાતકી, અગ્નિજ્વાલા; હિં ધવાઈ, ધાય, મ ધાયરી; ગુ. ધાવડી; તે ધાતુકી; બં. ધાઈ; અં. ફાયર-ફ્લેમ બુશ) છે. તે બહુશાખિત (1.5-3.6 મી. ઊંચો, ભાગ્યે જ 7 મી. ની ઊંચાઈ સુધી પહોંચતો) સુંદર…

વધુ વાંચો >

નર્સ પૉલ એમ.

નર્સ પૉલ એમ. (જ. 25 જાન્યુઆરી 1949, ગ્રેટ બ્રિટન) : 2001ના વર્ષના નોબેલ પુરસ્કારનો સહવિજેતા કોષવિજ્ઞાની. તેમણે 1973માં યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ ઍન્જલિયા, નૉર્વિચ, ઇંગ્લૅન્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી ICRF (Imperial Cancer Research Fund) સેલ સાઇકલ્ લૅબોરેટરીના 1984–87 સુધી અધ્યક્ષ રહ્યા અને 1987–93 સુધી ફૅકલ્ટી ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

નસોતર

નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે…

વધુ વાંચો >

નાક-છીંકણી

નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ…

વધુ વાંચો >

નાગરવેલ

નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…

વધુ વાંચો >

નાગલી

નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું…

વધુ વાંચો >

નાજેલી, કાર્લ વિલ્હેમ

નાજેલી, કાર્લ વિલ્હેમ (જ. 27 માર્ચ 1817, કિલ્ચબર્ગ, સ્વિટ્ઝરર્લૅન્ડ; અ. 20 મે 1891, મ્યૂનિક, જર્મની) : વનસ્પતિકોષો પરના સંશોધન માટે જાણીતા સ્વિસ વનસ્પતિશાસ્ત્રી. નાજેલીએ શરૂઆતમાં જર્મન પ્રકૃતિવિજ્ઞાની લૉરેન્ઝ ઑકેન પાસે તાલીમ લીધેલી. ત્યારપછી જિનીવા યુનિવર્સિટીના ઑગસ્ટિન પાયરેમ ડીર્કન્ડોલે અને જેના યુનિવર્સિટીના મેથ્યાસ જેકોબ શ્લેઇડનના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે…

વધુ વાંચો >

નારંગી

નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ;  તે. નારંગમુ; ફા. નારંજ, અં  લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની…

વધુ વાંચો >

નારિયેળી

નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…

વધુ વાંચો >

નાસપાતી

નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic),…

વધુ વાંચો >