બળદેવભાઈ પટેલ
દૂબ્વા, મેરી યુજિન
દૂબ્વા, મેરી યુજિન (જ. 28 જાન્યુઆરી 1858, એડ્સન, નેધરલૅન્ડ; અ. 16 ડિસેમ્બર 1940, ડી બેડલીર) : ડચ શરીરજ્ઞ, નૃવંશશાસ્ત્રી અને ભૂસ્તરવિજ્ઞાની. તેમણે વાનર અને માનવ વચ્ચેની કડીસ્વરૂપ જાવામૅનના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમની કારકિર્દી ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના શરીરવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે 1886થી શરૂ થઈ. તેમણે પૃષ્ઠવંશીઓમાં સ્વરપેટીની તુલનાત્મક અંત:સ્થ રચના વિશે સંશોધનો…
વધુ વાંચો >દેવદાર
દેવદાર : અનાવૃત બીજધારી વિભાગના પાઈનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cedrus deodara (Roxb.) Loud. syn. C. libani Barrel, var. deodara Hook. F. (સં. देवदारू; હિં., મ., બં, ગુ. દેવદાર) છે. તે વિશાળ, સદાહરિત અને સુંદર વૃક્ષ છે. તેની વિસ્તાર પામતી શાખાઓને લઈને તે વિશાળકાય બને છે. તે અતિદીર્ઘાયુષી હોય…
વધુ વાંચો >દેવબાવળ
દેવબાવળ : દ્વિદળી વર્ગના સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (સં. રામબબૂલ, કિડ્કિંરાટ; હિં. વિલાયતી કિકિરાત, વિલાયતી બબૂલ; મ. દેવબાવળી, ગુ. દેવબાવળ, રામબાવળ, પરદેશી બાવળ) છે. તે એક મોટો કાંટાળો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનો મૂલનિવાસી છે. તે ભારતના શુષ્ક ભાગોમાં લગભગ બધે જ…
વધુ વાંચો >દ્રાક્ષ
દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે…
વધુ વાંચો >દ્વિભાજન
દ્વિભાજન (વનસ્પતિ) : એકકોષી સજીવોમાં જોવા મળતી વાનસ્પતિક (vegetative) પ્રજનનની એક પદ્ધતિ. આ પદ્ધતિમાં એકકોષી સજીવ અસૂત્રીભાજન (amitosis) કે સમસૂત્રીભાજન (mitosis) દ્વારા અનુપ્રસ્થ (transverse) કે લંબ (longitudinal) કોષવિભાજન પામે છે. બૅક્ટેરિયા, લીલ અને ફૂગ અનુકૂળ સંજોગોમાં આ પ્રકારનું પ્રજનન કરી વંશવૃદ્ધિ કરે છે. બૅક્ટેરિયામાં દ્વિભાજન : પાણી અને પોષકદ્રવ્યોનો પૂરતો…
વધુ વાંચો >ધતૂરો
ધતૂરો (ધંતૂરો) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તે ઉન્માદક (deliriant) અસર ઉત્પન્ન કરતો ઝેરી પદાર્થ ધરાવતો છોડ છે. તેની જાતિઓ છોડ, ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં તે બધે જ થાય છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી…
વધુ વાંચો >ધરો
ધરો : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા કુળ પોએસીની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon Pers. (સં. दुर्वा, हरितली; હિં. दुब, हरितली, બં.દુર્બા, દુભ, દુબ્બા; ચ-હરિયાલી, કરાલા, તા.અરગુમ-પુલ્લુ, હરિયાલી; તે. ગેરિયા ગડ્ડી, હરવાલી; ક્ધનડ-કુડીગારીકાઈ, ગારીકાઈહાલ્લુ; પં. ધુબ ખાબ્બાલ, તલ્લા, અં. bermuda or bahama grass) છે. તે સખત, બહુવર્ષાયુ, ભૂપ્રસારી અને…
વધુ વાંચો >ધવ (ધાવડો)
ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે. તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત,…
વધુ વાંચો >ધાણા
ધાણા : દ્વિદળી વર્ગમાં આવેલા એપ્રિયેસી (અમ્બેલીફેરી) કુળની એક વનસ્પતિનાં ફળ. તેના છોડનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુમ્બરી; હિં. ધનિયા; મ. કોથીંબર, ધણે; બં. ધને; ગુ. ધાણા, કોથમીર; તે. કોથીમલું, ધણિયાલું; મલા. કોત્તમપાલરી; ક. કોતંબરીકાળું; અં. કોરિઍન્ડર) તે 30–90 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેનાં નીચેનાં પર્ણો…
વધુ વાંચો >ધામણ
ધામણ : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia tilifolia Vahl (સં. ધનાન્, ધનુર્વૃક્ષ; હિં. ધામિન્; બં. ધામની; તે ચારચી; તા. સદાચી, ઉન્નુ; ક. ઉદુવે) છે. તે મધ્યમથી માંડી વિશાળ કદનું વૃક્ષ છે અને ભારતભરમાં મેદાની-સપાટ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળે છે. તેની વૃદ્ધિ ખીણોમાં અને દક્ષિણ…
વધુ વાંચો >