બળદેવભાઈ કનીજિયા
સમ્સા
સમ્સા (જ. 1898, આગરા, જિ. મૈસૂર, કર્ણાટક; અ. 1939) : કન્નડ કવિ, વાર્તાકાર અને અસામાન્ય પ્રતિભાશાળી નાટ્યકાર. તેમણે અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃતમાં વિદ્વત્તા મેળવી, થોડાં વર્ષ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમનું ખરું નામ એ. એસ. વેંકટાદ્રી અય્યર હતું. 1936માં તેઓ મૈસૂર પાછા ફર્યા ત્યારે વિચાર,…
વધુ વાંચો >સરદેશમુખ ત્ર્યંબક વિનાયક
સરદેશમુખ, ત્ર્યંબક વિનાયક (જ. 1919, અક્કાલકોટ, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ડાંગોરા : એકા નગરીચા’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.ટી.ની ડિગ્રી મેળવ્યા બાદ હાઈસ્કૂલ તથા કૉલેજ કક્ષાએ 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સેવાનિવૃત્ત થયા. તેઓ…
વધુ વાંચો >સરદેસાઈ, લક્ષ્મણરાવ
સરદેસાઈ, લક્ષ્મણરાવ (જ. 1904, સવાઈવેરમ, ગોવા; અ. ?) : કોંકણી ભાષાના જાણીતા વિવેચક, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘ખબરી’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો. તેમણે લિસિયમ ખાતે મરાઠી, કોંકણી અને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કર્યો તેમજ ફ્રેન્ચ, લૅટિન અને અંગ્રેજીમાં વિશેષજ્ઞતા મેળવી પછી અલમૈડા કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા.…
વધુ વાંચો >સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી)
સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી) (જ. 15 જૂન 1918, નરસપુર, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘સ્વર્ણકમલુળુ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનાં બાળપણમાં લગ્ન થયેલાં. લગ્ન બાદ મૅટ્રિક થયાં, પછી વધુ અભ્યાસ કરી ન શક્યાં; પરંતુ તેલુગુ અને અંગ્રેજીની…
વધુ વાંચો >સરસ્વતી રામનાથ (શ્રીમતી)
સરસ્વતી રામનાથ (શ્રીમતી) (જ. 7 સપ્ટેમ્બર 1925, કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી હિંદીમાં ‘વિદ્વાન’; ડી. વી. હિંદી પ્રચારસભામાંથી ‘પ્રવીણ’ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેમણે અત્યાર સુધીમાં 140 ગ્રંથો આપ્યા છે. તમિળમાં : ‘ભારત નાટ્ટુ અરુકાલિન કથાઈ’ 5 ભાગમાં ભારતની નદીઓ પરનો ગ્રંથ, ‘ઇન્ડિયા માનિલાંગલ’ ભારતીય રાજ્યો…
વધુ વાંચો >સરાવગી અલકા
સરાવગી, અલકા (જ. 1960, કોલકાતા) : હિંદી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની કૃતિ ‘કલિકથા : વાયા બાઇપાસ’ બદલ તેમને 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હિંદી ઉપરાંત અંગ્રેજી અને બંગાળીની જાણકારી તેઓ ધરાવે છે. તેમને ઇતિહાસ, પ્રકૃતિ-અધ્યયન તેમજ સંગીતમાં…
વધુ વાંચો >સરાહ અબૂબકર (શ્રીમતી)
સરાહ અબૂબકર (શ્રીમતી) (જ. 30 જૂન 1936, કાસરગોડ, કેરળ) : કન્નડ લેખિકા. તેઓ 198790 દરમિયાન કર્ણાટક સાહિત્ય અકાદમીનાં સભ્ય; 1992-95 દરમિયાન કન્નડ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ-સભ્ય; 1993-96 ફિલ્મ પ્રિવ્યૂ કમિટીનાં પણ સભ્ય હતાં. તેમની માતૃભાષા મલયાળમ હોવા છતાં તેમણે કન્નડમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચંદ્રગિરિ’, ‘તીર્થદલ્લી’ (1984); ‘સહાના’ (1985); ‘વજ્રગલુ’ (1988);…
વધુ વાંચો >સલાઈ ઇલન્તિરાયન
સલાઈ ઇલન્તિરાયન (જ. 1930, સલાઈનૈનાર પલ્લિવસલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ કવિ, નિબંધકાર અને વિવેચક. સાહિત્યિક જગતમાં તેઓ ઉપર્યુક્ત તખલ્લુસથી ઓળખાતા. પલયમકોટ્ટઈમાં શરૂનું શિક્ષણ લીધા બાદ તેમણે ચેન્નાઈ (મદ્રાસ) પ્રેસિડેન્સી કૉલેજમાંથી એમ.એ. (1954), એમ.લિટ્. (1956) અને તમિળ કહેવતો અને સમાજ પરના શોધપ્રબંધ દ્વારા પીએચ.ડી.ની પદવી મેળવી (1970). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં…
વધુ વાંચો >સલીમ શાહઝાદ
સલીમ શાહઝાદ (સલીમખાન ઇબ્રાહીમખાન) (જ. 1 જૂન 1949, ધૂલિયા, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂમાં એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન અને લેખનકાર્ય કર્યું. તેમણે અત્યારસુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દુઆ : પાર મુન્ટાશર’ (1981); ‘તઝકિયા’ (1987) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જદીદ શાયરી કી અબજાદ’ (1983);…
વધુ વાંચો >સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર
સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર (જ. 9 જૂન 1925, ઑમઝૂર, મેર્મજાલ, દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કોંકણી લેખક. ‘ખંડાપ’, ‘કોંકણકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.; એમ.ડી.(એ.એમ.)ની પદવી મેળવી. પછી એમસીસી બૅંક લિ., મૅંગલોરના નિયામક તરીકે જોડાયા. 1950-58 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ‘પોઇન્નારી’ના સ્થાપક-સંપાદક; 1960-65 દરમિયાન મૅંગલોરમાંથી પ્રગટ થતા દૈનિક…
વધુ વાંચો >