બબાભાઈ સો. પટેલ

આયોજન-આર્થિક

આયોજન, આર્થિક સમયના નિશ્ચિત ગાળામાં પૂર્વનિર્ધારિત હેતુઓ તથા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તથા તે દિશામાં સમાજમાં ઉપલબ્ધ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ માટે રાજ્ય જેવી જાહેર સંસ્થા દ્વારા અર્થતંત્રને લગતા મહત્વના નિર્ણયો રૂપે થતું આયોજન. આર્થિક આયોજન એ મહત્વના આર્થિક નિર્ણયો લેવાની તથા તેને કાર્યાન્વિત કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. મુક્ત…

વધુ વાંચો >

આર્થિક સમસ્યા

આર્થિક સમસ્યા : વૈકલ્પિક ઉપયોગ ધરાવતાં મર્યાદિત સાધનોના સંદર્ભમાં અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાના માનવીના પ્રયાસોમાંથી ઊભો થતો પસંદગીનો પ્રશ્ન. માનવીની જરૂરિયાતો અનંત છે. તે માટે તેનું શરીર અને વિશેષત: કદીય તૃપ્ત ન થતું તેનું મન જવાબદાર છે. વળી જરૂરિયાતો વારંવાર સર્જાય છે, જેમ કે જમ્યા બાદ અમુક સમયાંતરે ફરીથી જમવાની ઇચ્છા…

વધુ વાંચો >

આર્થિક સ્વાતંત્ર્ય

આર્થિક સ્વાતંત્ર્ય : પ્રાપ્ત સંજોગોમાં ઉપલબ્ધ આર્થિક વિકલ્પોમાંથી વ્યક્તિની દૃષ્ટિએ ઇષ્ટ વિકલ્પની મુક્ત પસંદગી કરવાની સ્વતંત્રતા. તેમાં આર્થિક નિર્ણયો લેવાનો તથા તેનો અમલ કરવાનો-એમ બંને અધિકારો અભિપ્રેત છે. આર્થિક સ્વાતંત્ર્યનું એક મહત્વનું લક્ષણ તે આવક કઈ રીતે વાપરવી તે અંગેનું સ્વાતંત્ર્ય એટલે કે પોતાના માટે કઈ રીતે આવક ખર્ચવી, કઈ…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ જે.

કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને…

વધુ વાંચો >

થિયૉસૉફિકલ સોસાયટી

થિયૉસૉફિકલ સોસાયટી : બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરતી આંતર-રાષ્ટ્રીય સંસ્થા. ‘થિયોસ’ અને ‘સોફીઆ’ એવા બે ગ્રીક શબ્દોના અર્થ છે દૈવી પ્રજ્ઞા કે બ્રહ્મવિદ્યા. થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપના 17 નવેમ્બર, 1875ના રોજ અમેરિકાના ન્યૂયૉર્કમાં રશિયન બાનુ શ્રીમતી હેલેના પેટ્રોવ્ના બ્લેવેટ્સ્કી(1831–91)એ તથા અમેરિકાના પત્રકાર ર્ક્ધાલ હેન્રી સ્ટીલ ઑલ્કોટે (1832–1907) કરી હતી. રૂઢિચુસ્તતા, વહેમ, ધાર્મિક બદ્ધમતો,…

વધુ વાંચો >