પ્ર. દી. અંગ્રેજી
ખગોલીય યામપ્રણાલી
ખગોલીય યામપ્રણાલી (astronomical coordinate system) : ખગોલીય પદાર્થના (આકાશી કે) ખગોલીય ગોલક પરના સ્થાનને બે ખૂણા વડે વ્યક્ત કરતી પ્રણાલી. એમાંના એક કોણને સંદર્ભતલથી માપવામાં આવે છે, જ્યારે સંદર્ભતલને અવલોકનસ્થળ અને કોઈ વિશિષ્ટ સંદર્ભદિશા વડે નિશ્ચિત કરવામાં આવે છે. સામાન્ય રીતે અવલોકનના સ્થળથી કોઈ ખાસ પસંદ કરેલા સ્થાનને જોડતી સુરેખા…
વધુ વાંચો >ખગોલીય યુગગણના
ખગોલીય યુગગણના : ખગોલીય પદાર્થોનું વયનિર્ધારણ. પૃથ્વી, ઉલ્કા (meteorite) અને ચંદ્રખડકોના નમૂનાનું પ્રયોગશાળામાં રેડિયો-ઍક્ટિવિટીના અવલોકન ઉપરથી વય નક્કી કરવામાં આવે છે. યુરેનિયમ (અર્ધ-આયુ 5 x 109વર્ષ) પદ્ધતિમાં ખડકના નમૂનામાં રહેલા યુરેનિયમ, હિલિયમ અને સીસાનું પ્રમાણ નક્કી કરીને વયનિર્ધારણ થાય છે. રૂબિડિયમનું સ્ટ્રૉન્શિયમના સમક્રમાંકમાં રૂપાન્તર (અર્ધ-આયુકાળ 61 x 109વર્ષ) થવાનું પ્રમાણ…
વધુ વાંચો >ખગોલીય વેધશાળા
ખગોલીય વેધશાળા ખગોલીય વેધ લેવા માટેનું સ્થળ. સંસ્કૃત શબ્દ ‘વેધ’ विध् ધાતુ ઉપરથી બનેલો છે. विध् એટલે વીંધવું. અહીં ર્દષ્ટિ વડે ખગોલીય જ્યોતિને વીંધવામાં, અર્થાત્, તેનું અવલોકન લેવામાં આવે છે. ગ્રહો, તારા, સૂર્ય-ચંદ્ર વગેરે આકાશીય પિંડોની ગતિ, સમય વગેરેને લગતા નિરીક્ષણ જેવું કામ. જ્યાં આ પ્રકારનું કામ થતું હોય અને…
વધુ વાંચો >ખગોલીય સારણીઓ
ખગોલીય સારણીઓ : ખગોલીય પદાર્થ અંગે જરૂરી માહિતીને સારણી રૂપે રજૂ કરતો માહિતીસંગ્રહ. આ સારણી અને નકશાઓ ખગોળશાસ્ત્રીઓના રોજબરોજના કાર્ય માટે તથા ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ બહુ ઉપયોગી બને છે. સારણી મુખ્યત્વે ત્રણ કક્ષાની હોય છે : શોધયાદી (finding list), સ્થાન-સૂચક સારણી અને વિશિષ્ટ સારણી. શોધયાદીમાં, તારક-અભ્યાસીઓને સામાન્ય રીતે જરૂર…
વધુ વાંચો >ખગોળના કૂટ પ્રશ્નો
ખગોળના કૂટ પ્રશ્નો : ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાન- (cosmology)ના એવા પ્રશ્નો જેમની ચર્ચા દ્વારા, વૈજ્ઞાનિકો અગત્યના મુદ્દાઓનો તાગ મેળવવા પ્રવૃત્ત હોય છે. તાજેતરમાં ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાને ઘણીબધી પ્રગતિ સાધી હોવા છતાં એવા કેટલાયે વણઊકલ્યા પ્રશ્નો છે જેમનો ઉકેલ મેળવવા ખગોળશાસ્ત્રીઓ ખૂબ ઉત્સુક છે. તેવા કેટલાક પ્રશ્નોનું ટૂંકું વિવરણ અહીંયાં કર્યું છે.…
વધુ વાંચો >ખગોળના સીમાડા
ખગોળના સીમાડા : છેલ્લાં ત્રીસેક વર્ષોમાં ખગોળશાસ્ત્રની લગભગ બધી જ પ્રશાખાઓમાં થયેલી પ્રગતિ. કેટલાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તો થઈ જ છે, પરંતુ સંશોધનના ફળસ્વરૂપે મળેલી જાણકારી નવીન પ્રશ્નો તરફ પણ દોરી ગઈ છે. 1932 પછીના ચાર દાયકા દરમિયાન તારક-સંરચના(stellar-structure)ના ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરવામાં આવી છે. કારણ કે તારક-સંરચના વિશેના સિદ્ધાંતો…
વધુ વાંચો >ખગોળશાસ્ત્ર
ખગોળશાસ્ત્ર પ્રાસ્તાવિક; ખગોળશાસ્ત્રનો ઉદભવ; ખગોલીય ઉપકરણો; ખગોળશાસ્ત્રની આધુનિક શાખાઓ; ખગોળસૃષ્ટિપરિચય; ખગોળશાસ્ત્ર : શોખ તરીકે; વ્યવહારોપયોગી ખગોળશાસ્ત્ર; ખગોળશિક્ષણ અને સંશોધન માટેની ભારતીય સંસ્થાઓ. પ્રાસ્તાવિક સૂર્ય, ચંદ્ર, તારકો, ગ્રહો અને બીજા ખગોલીય પિંડોની ગતિ અને પ્રકૃતિના અભ્યાસ વિશેનું શાસ્ત્ર. વિશ્વમાં આવિર્ભાવ પામતાં દ્રવ્ય અને ઊર્જાનું વિજ્ઞાન, તે ખગોળશાસ્ત્ર. ખગોલીય પિંડરૂપી જ્યોતિઓનું વિજ્ઞાન…
વધુ વાંચો >ગુરુ (ગ્રહ)
ગુરુ (ગ્રહ) : સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. ઈ. સ. 1609માં ગૅલિલિયોએ સૌપ્રથમ દૂરબીનથી ગુરુનાં અવલોકન લીધાં હતાં. ત્યારબાદ ચારસો વર્ષમાં વધારે વધારે વિભેદનશક્તિ ધરાવતાં દૂરબીનો દ્વારા ગુરુના ગ્રહની માહિતી મેળવવામાં આવી છે. 1972થી 1977 દરમિયાન ચાર અવકાશયાનો આંતરગ્રહીય મહાયાત્રા (grand tour) માટે પ્રક્ષેપિત કરવામાં આવેલાં. તેમાં પાયોનિયર–10 યાન 3 માર્ચ…
વધુ વાંચો >ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity)
ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity) : પૃથ્વી ઉપર અસર કરતા એકસરખા (uniform) ગુરુત્વીય ક્ષેત્ર(uniform gravitational field)ને કારણે, પિંડ ઉપર ઉદભવતું પરિણામી બળ પિંડના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા દરેક પદાર્થ માટે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને એકસરખું (સમાંગી) ક્ષેત્ર ગણવામાં આવેલું છે. આવા ક્ષેત્રમાં કોઈ પિંડને ગમે તે…
વધુ વાંચો >ગુરુત્વીય નિપાત (gravitational collapse)
ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…
વધુ વાંચો >