પ્ર. ઉ. શાસ્ત્રી

પ્રહલાદ

પ્રહલાદ : પ્રાચીન ભારતનું એક પૌરાણિક પાત્ર. ભાગવત વગેરે પુરાણો મુજબ પ્રહલાદ રાક્ષસોના રાજા હિરણ્યકશિપુનો પુત્ર હતો. તેની માતાનું નામ કયાધુ હતું. કયાધુ જંભાસુરની દીકરી હતી. આથી પ્રહલાદ જંભાસુરનો દૌહિત્ર થાય. તેના પુત્રોમાં આયુષ્માન્, શિબિ, બાષ્કલ અને વિરોચન વગેરેનો સમાવેશ થાય છે. બલિરાજા પ્રહલાદનો પૌત્ર હતો. પ્રહલાદ દત્તાત્રેય, શંડ અને…

વધુ વાંચો >

પ્રહલાદનદેવ

પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી…

વધુ વાંચો >

પ્રાકૃતપ્રકાશ

પ્રાકૃતપ્રકાશ : વરરુચિએ ઈ. પૂ. 1લી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ. આ ગ્રંથમાં 487 સૂત્રો બાર પરિચ્છેદોમાં વિષય મુજબ વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં 44, બીજામાં 47, ત્રીજામાં 66, ચોથામાં 33, પાંચમામાં 47, છઠ્ઠામાં 64, સાતમામાં 34, આઠમામાં 71, નવમામાં 18, દસમામાં 14, અગિયારમામાં 17 અને બારમામાં 32 સૂત્રો આપવામાં આવ્યાં…

વધુ વાંચો >

પ્રાકૃત ભાષા અને સાહિત્ય

પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…

વધુ વાંચો >

પ્રાતિશાખ્ય

પ્રાતિશાખ્ય : વૈદિક વ્યાકરણને લગતા ગ્રંથો. વેદના મંત્રોમાં સંધિ વગેરે ફેરફારો અને પદપાઠ કરવામાં થતા ફેરફારો વિશે પ્રાતિશાખ્ય ગ્રંથોમાં નિયમો આપવામાં આવ્યા છે. શબ્દની પ્રકૃતિ, પ્રત્યયો, તેનો અર્થ અને તેની વ્યુત્પત્તિ – એ બાબતો વ્યાકરણ અને નિરુક્ત એ બે વેદાંગોમાં આપેલી હોવાથી પ્રાતિશાખ્ય ગ્રંથોમાં એની ચર્ચા આપી નથી. ‘ઋક્પ્રાતિશાખ્ય’માં છંદ,…

વધુ વાંચો >

ફકીર

ફકીર : ઇસ્લામ ધર્મના ત્યાગી કે વૈરાગી સાધુ. પવિત્ર કુરાનમાં (35:15) બધા મનુષ્યોને અલ્લાહના ‘ફકીર’ અર્થાત્ જરૂરતમંદ અને અલ્લાહને ‘ગની’ અર્થાત્ અ-જરૂરમતમંદ બતાવવામાં આવેલ છે. મુસ્લિમ સૂફીઓએ તેની વ્યાખ્યા આ રીતે કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી. આધ્યાત્મિક રીતે જોઈએ તો ફકીર…

વધુ વાંચો >

બાઉલ

બાઉલ : બંગાળમાં પ્રચલિત એક ભિક્ષુ સંપ્રદાય. આ સંપ્રદાયના અનુયાયી સાધકો બંગાળનાં ગામોમાં  ગીત ગાઈને જીવન ગાળનારા હિંદુ તથા મુસલમાન બંને પ્રકારના હોય છે. તેઓ કાપડના ટુકડાઓ સાંધીને શરીરને ઢાંકે છે, બંગાળી ભાષા બોલે છે અને બંગાળી ભાષામાં રચેલાં દિવ્ય પ્રેમનાં ગીતો ગાય છે. ‘બાઉલ’ શબ્દ ‘વાતુલ’ પરથી આવ્યાની એક…

વધુ વાંચો >

બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ)

બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ ગદ્યકથાલેખક. સંસ્કૃત ભાષાના લેખકોમાં અપવાદ રૂપે તેમણે પોતાના જીવન વિશે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકામાં અનેક વિગતો નોંધી છે. એ માહિતી મુજબ બાણ વત્સ કે વાત્સ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી અને દાદાનું નામ અર્થપતિ હતું. આ અર્થપતિના પિતા…

વધુ વાંચો >

બાલચંદ્ર

બાલચંદ્ર (ઈ. 13મી સદીનો પૂર્વાર્ધ) : સોલંકી યુગના સંસ્કૃત ભાષાના વિદ્વાન ગુજરાતી કવિ. તેમના પિતાનું નામ ધરદેવ અને માતાનું નામ વિદ્યુત્ હતું. તેમનાં માતાપિતા મોઢેરામાં રહેતાં હતાં. પિતા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મ તરફ આસ્થાવાળા હતા અને ગરીબો તથા સાધુઓને ઉદાર હાથે દાન આપનારા હતા. તેમનો પુત્ર મુંજાલ એ જ…

વધુ વાંચો >

બાલભારત

બાલભારત (નવમી સદી) : નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. મહાભારત પર આધારિત આ નાટકનું બીજું નામ ‘પ્રચંડપાંડવ’ એવું નાટ્યકારે આપ્યું છે, જે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ બનેલા પાંડવોના સંદર્ભમાં યોગ્ય છે. જોકે તેનું ‘બાલભારત’ શીર્ષક વધુ જાણીતું છે. ‘બાલ’ નામથી ઓળખાતા કવિએ ભારત એટલે મહાભારત પર કરેલી નાટ્યરચના એવો અર્થ તારવી શકાય.…

વધુ વાંચો >