પ્ર. ઉ. શાસ્ત્રી
અદ્વૈતસિદ્ધાન્ત
અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય…
વધુ વાંચો >અધ્યાત્મરામાયણ (15મી સદી)
અધ્યાત્મરામાયણ (15મી સદી) : ભગવાન રામનું ચરિત વર્ણવતો સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ. ‘અધ્યાત્મરામચરિત’ અથવા ‘આધ્યાત્મિક રામસંહિતા’ એવાં નામોથી પણ આ ગ્રંથ ઓળખાય છે. આ ગ્રંથ વાલ્મીકિના રામાયણને આધારે લખાયેલો હોવાથી વાલ્મીકિના રામાયણની જેમ સાત કાંડોનો બનેલો છે. તેમાં 65 સર્ગો છે. પંદરમી સદીમાં તે રામ શર્મા નામના કોઈક શિવભક્તે લખેલો…
વધુ વાંચો >અમરકોશ
અમરકોશ : સંસ્કૃત ભાષાનો પ્રાચીન શબ્દકોશ. લેખક અમરસિંહ. સહેલાઈથી યાદ રહે તે માટે કોશની છંદોબદ્ધ રચના કરેલી. તેનું વાસ્તવિક નામ અમરસિંહે ‘નામલિંગાનુશાસન’ આપેલું. તેમાં નામ અર્થાત્ સંજ્ઞા અને તેના લિંગભેદનું અનુશાસનશિક્ષણ છે. તેમાં અવ્યયો છે, પણ ધાતુ (ક્રિયાપદ) નથી. આ કોશમાં સાધારણ શબ્દો સાથે અપરિચિત લાગે તેવા શબ્દો ભરપૂર છે.…
વધુ વાંચો >અર્ધમાગધી કોશ
અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…
વધુ વાંચો >અવધાનવિદ્યા
અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી,…
વધુ વાંચો >અવધૂત સંપ્રદાય
અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે. અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે.…
વધુ વાંચો >અષ્ટસિદ્ધિ
અષ્ટસિદ્ધિ : પ્રાચીન ભારતનાં દર્શનો વગેરેમાં ગણાવવામાં આવેલી અને તપ દ્વારા મળેલી વિશિષ્ટ શક્તિઓ. સિદ્ધિ શબ્દ પૌરાણિક પાત્રોનાં નામને પણ સૂચવે છે. સિદ્ધિ એ શિવપુરાણ મુજબ ગણેશની પત્નીનું નામ છે. રામાયણ મુજબ રાજા જનકના પુત્ર લક્ષ્મીનિધિની પત્નીનું નામ સિદ્ધિ હતું. મહાભારત મુજબ કુંતીના સ્વરૂપે પ્રગટ થયેલી દેવીનું નામ સિદ્ધિ છે…
વધુ વાંચો >અષ્ટાવક્ર
અષ્ટાવક્ર : પ્રાચીન ભારતીય ઋષિ. તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ?…
વધુ વાંચો >આઠવલે, રામચંદ્ર બળવંત
આઠવલે, રામચંદ્ર બળવંત (જ. 1894, પુણે; અ. 1986, મુંબઈ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન અને જાણીતા અધ્યાપક. જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં તેમણે જીવનનો મોટો ભાગ અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓ પુણેમાં 20 વર્ષની વય સુધી રહી બી.એ.ની પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને ભાઉ દાજી પ્રાઇઝ મેળવ્યું. એ પછી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને…
વધુ વાંચો >આણંદસુંદરી
આણંદસુંદરી : ઘનશ્યામ (જ. 1700; અ. 1750) નામના કવિએ લખેલું પ્રાકૃત સટ્ટક (નાટક). તે 4 અંકોની પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટિકા છે. આ સટ્ટક 22 વર્ષની વયે કવિ ઘનશ્યામે રચ્યું છે. આરંભમાં નાંદી અને પ્રસ્તાવના બાદ પ્રથમ જવનિકાન્તરના મુખ્ય દૃશ્યમાં શિખંડચંદ્ર નામનો રાજા સિંધુદુર્ગના વિભંડક નામના રાજાએ ખંડણી ન આપતાં પોતાના…
વધુ વાંચો >