પ્રીતિ બરુઆ
કવિતા (1981)
કવિતા (1981) : આધુનિક અસમિયા કવિ નીલમણિ ફૂકનનો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. નીલમણિ ફૂકન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા. ત્યાં આધુનિકતમ સાહિત્યિક પ્રવાહોનું અધ્યયન કર્યું, અને આસામમાં પાછા ફરીને કાવ્યસર્જન કર્યું. તેમના આ પ્રથમ કાવ્યસંગ્રહે પુરસ્કાર પામીને તેના કવિને પ્રતિષ્ઠા અપાવી. ભારતની અન્ય ભાષાઓના…
વધુ વાંચો >કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી)
કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી) : મધ્યકાલીન અસમિયા કવિ. કંદલિ એટલે કવિઓનો રાજા. જન્મ નૌગાવના બ્રાહ્મણ પંડિત પરિવારમાં. એમણે મણિમાણિક્ય રાજા અથવા રાજાના આશ્રિત વરાલી રાજાના આગ્રહને વશ થઈને અસમિયા રામાયણની રચના કરી હતી. રામાયણ ઉપરાંત એમણે ‘દેવજિત’ તથા ‘તામ્રધ્વજ’ કાવ્યોની પણ રચના કરી છે. એમણે રચેલા રામાયણના પાંચ જ ખંડો…
વધુ વાંચો >કાકતી, બનિકાન્ત
કાકતી, બનિકાન્ત (જ. 15 નવેમ્બર 1894, બારપેટ્ટા, આસામ; અ. 15 નવેમ્બર 1952, ગૌહતી) : અસમિયા ભાષાના અગ્રણી વિવેચક અને ભાષાવિજ્ઞાની. ડૉ. કાકતી ગૌહતી યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક હતા અને સાહિત્ય ભણાવતા. પ્રાચીન અસમિયા સાહિત્ય વિશેનાં તેમનાં અધ્યયનો પ્રથમ ‘ચેતના’ સામયિકમાં પ્રકાશિત થયેલાં અને પછી ‘પુરાણી અસમિયા સાહિત્ય’(1940)માં તે સંગૃહીત થયાં છે.…
વધુ વાંચો >કાકતી, રોહિણીકુમાર
કાકતી, રોહિણીકુમાર (જ. 7 જૂન 1931, ટકૌબારી, જિ. કામરૂપ, આસામ) : અસમિયા ભાષાના ખ્યાતનામ વાર્તાકાર. તેમણે ગુવાહાટી યુનિ.માંથી બી.એસસી. તથા દિબ્રૂગઢ યુનિ.માંથી એલએલ.બી.ની પદવી મેળવી. ટૂંકી વાર્તાથી સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. રામધેનુ યુગના એ ખ્યાતનામ વાર્તાકાર ગણાય છે. (‘રામધેનુ’ ઉચ્ચ કક્ષાનું માસિકપત્ર હતું અને ત્રણેક દસકા સુધી તેણે ઘણા સમર્થ…
વધુ વાંચો >