પ્રાણીશાસ્ત્ર
બબૂન
બબૂન : સસ્તન વર્ગની અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું એક પ્રાણી. તેનું વર્ગીકરણ ઍન્થ્રોપૉઇડિયા ઉપશ્રેણીના કેટાહ્રિની કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જૉન રે (1627–1705) નામના પ્રકૃતિવિદે બબૂનની ઓળખ સૌપ્રથમ આપી હતી. પ્રજાતિ પેપિયો હેઠળ બબૂનની પાંચ જાતિઓ જોવા મળી, જેમાં પ્રચલિત અને વિશાળ ફેલાવો ધરાવતી જાતિનું શાસ્ત્રીય નામ Papio hamadryas છે, જે…
વધુ વાંચો >બલૂચિથેરિયમ
બલૂચિથેરિયમ : એકી આંગળાંવાળું તૃણભક્ષી વિલુપ્ત પ્રાણી. તે અંતિમ ઑલિગોસીન અને પ્રારંભિક માયોસીન કાળમાં અસ્તિત્વ ધરાવતું હતું. તેના જીવાવશેષો એશિયાઈ ખડકસ્તરોમાંથી મળી આવે છે. તે વર્તમાન પૂર્વે 2.6 કરોડ વર્ષ અગાઉ વિલુપ્તિ પામ્યું છે. આ પ્રાણીને આજના ગેંડા સાથે સરખાવી શકાય; પરંતુ તે શિંગડા વગરનું હતું. તે તત્કાલીન ભૂમિ પર…
વધુ વાંચો >બહુરૂપતા (જનીનવિજ્ઞાન)
બહુરૂપતા (જનીનવિજ્ઞાન) : જનીનિક ભિન્નતાનું સ્વરૂપ. આ જનીનિક ભિન્નતા ખાસ કરીને અસતત (discontinuous) હોય છે અને વનસ્પતિ અને પ્રાણીની જાતિની એક જ વસ્તીમાં તે જુદાં જુદાં સ્વરૂપો ધરાવે છે; તે પૈકી સૌથી દુર્લભ સ્વરૂપની પણ જાળવણી વિકૃતિ દ્વારા થઈ શકે છે. આમ, મનુષ્યમાં રુધિરસમૂહો બહુરૂપતાનું ઉદાહરણ છે; જ્યારે તેની ઊંચાઈનું…
વધુ વાંચો >બહુવૈકલ્પિક જનીનો
બહુવૈકલ્પિક જનીનો સજીવમાં કોઈ એક નિશ્ચિત આનુવંશિક લક્ષણ માટે જવાબદાર એક જ જનીનનાં બેથી વધારે સ્વરૂપો. મેંડેલ અને તેમના અનુયાયીઓએ સામાન્ય જનીનના વૈકલ્પિક સ્વરૂપ માટે ‘કારક’ (allele or allelomorph) શબ્દ પ્રચલિત કર્યો. કોઈ એક જનીન અનેક રીતે વિકૃતિ પામી અનેક વૈકલ્પિક અભિવ્યક્તિઓ ઉત્પન્ન કરે છે. આવાં જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહે…
વધુ વાંચો >બળદ
બળદ ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી. વર્ગીકરણની ર્દષ્ટિએ તેનો સમાવેશ સસ્તન વર્ગ, સમખુરી (artiodactyle) શ્રેણીના બોવિડે કુળમાં થાય છે. ભારતીય બળદનું શાસ્ત્રીય નામ Bos indicus છે. પરદેશમાં ખૂંધ વગરના (દા.ત., જર્સી) બળદ પણ હોય છે. તેમને Bos taurus કહે છે. આદિકાળમાં…
વધુ વાંચો >બાજ
બાજ (falcon) : બંદૂકની ગોળી જેવું નળાકાર શરીર, મજબૂત બાંધો, લાંબી પૂંછડી અને અણીદાર લાંબી પાંખવાળું શિકારી પક્ષી. તીક્ષ્ણ ર્દષ્ટિ, સશક્ત પગ, તીણા અને વળેલ મજબૂત નહોરવાળા પંજા અને આંકડી(દાંત)યુક્ત ખાંચવાળી ચાંચ ધરાવતું આ પક્ષી શિકાર કરવામાં પાવરધું છે. શિકારની શોધમાં આકાશમાં ઊંચે ભમતું આ પક્ષી, ભક્ષ્ય નજરે પડતાં, તુરત…
વધુ વાંચો >બારસિંગા
બારસિંગા (swamp deer) : શ્રેણી સમખુરી (artiodactyla), અધ:શ્રેણી પેકોરાના સેર્વિડે કુળનું તૃણાહારી સસ્તન પ્રાણી. બે શિંગડાં ધરાવતા અને સામાન્યપણે ‘હરણ’ નામે ઓળખાતા આ પ્રાણીનું પ્રત્યેક શિંગડું છ શાખાવાળું હોવાને કારણે તેને બારસિંગા કહેવામાં આવે છે. શાસ્ત્રીય નામ Cervus unicolor. અંગ્રેજી નામ swamp deer (કળણ હરણ). ભારતમાં તેની બે જાતિ જોવા…
વધુ વાંચો >બાલસંભાળ (માનવેતર)
બાલસંભાળ (માનવેતર) (parental care) : સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ એવાં બાળકોની પ્રજનકો વડે લેવાતી યોગ્ય કાળજી. બાળક સ્વતંત્ર રીતે જીવવાનું સામર્થ્ય કેળવે ત્યાં સુધી પ્રજનકો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે. સામાન્યપણે બાલસંભાળની વૃત્તિ પ્રાણીઓની પ્રજનનશક્તિ સાથે સંકળાયેલી છે. મોટી સંખ્યામાં ઈંડાં મૂકનાર પ્રાણીઓ બાલસંભાળ જેવા કાર્યમાં પોતાની શક્તિનો વ્યય કરતાં નથી.…
વધુ વાંચો >બિલાડી
બિલાડી : સસ્તન વર્ગના માંસાદ (carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. બિલાડીની જાતિનાં પ્રાણીઓ તરીકે ઘરબિલાડી ઉપરાંત વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, પ્યુમા વગેરેનો સમાવેશ થાય છે. આશરે 4,00,00,000 વર્ષો પહેલાં પ્રારંભિક ઑલિગોસિન સમયના પ્રાપ્ત જીવાશ્મોના આધારે, તે સમયે ‘ડિનિક્ટિસ’ નામની પ્રાચીન બિલાડીનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે. આ બિલાડીનાં ઘણાં લક્ષણો…
વધુ વાંચો >બુલબુલ (Bulbul)
બુલબુલ (Bulbul) : ભારતવર્ષનું ખૂબ જાણીતું પંખી. ઈરાનમાં બારે માસ જોવા મળતું બુલબુલ (nightingale) એના સ્વરની મીઠાશ, એકધારી આલાપસરણી અને એની હલક માટે ખૂબ જાણીતું છે. એ કશાય રૂપરંગના ચમકારા વિનાનું સાદું નાનકડું સુકુમાર પંખી હોવા છતાં તે કેવળ તેની વાણીના સામર્થ્યથી વસંતના આગમનની જાણ કરાવે છે; વનકુંજોમાં તેનું ગાન…
વધુ વાંચો >