પ્રાણીશાસ્ત્ર

નવસર્જન (regeneration)

નવસર્જન (regeneration) : જુઓ પુનર્જનન

વધુ વાંચો >

નાગ (cobra)

નાગ (cobra) : ભારતમાં સર્વત્ર દેખાતો, સરીસૃપ વર્ગના સ્ક્વૅમાટા શ્રેણીના ઇલેપિડે કુળનો ઝેરી સાપ. ફેણ, નાગનું વિશિષ્ટ લક્ષણ. ત્રીજા ક્રમાંકથી ત્રીસ ક્રમાંકની પાંસળીઓ વચ્ચે આવેલું શરીર વિસ્તૃત બનવાથી ફેણનું નિર્માણ થાય છે. ફેણના પાછલા ભાગમાં ચશ્માંને મળતી એક આકૃતિ આવેલી હોય છે. આ આકૃતિ બે અથવા એક વર્તુળની બનેલી હોય…

વધુ વાંચો >

નાગરાજ (king cobra)

નાગરાજ (king cobra) : દુનિયાના ઝેરી સર્પોમાં સૌથી વધુ મોટો સાપ. તે મહાનાગ પણ કહેવાય છે. વર્ગીકરણ : નામ : નાજા હન્નાહ, કુળ : ઇલેપિડી; ઉપશ્રેણી : સર્પેન્ટિના; શ્રેણી સ્ક્વોમોટા; વર્ગ સરીસૃપ સમુદાય : મેરુદંડી; સૃષ્ટિ : પ્રાણીસૃષ્ટિ. નાગરાજની લંબાઈ 450થી 540 સેમી. હોય છે. 560 સેમી. (18 ફૂટ) લાંબો…

વધુ વાંચો >

નાનો કલકલિયો

નાનો કલકલિયો (Common Kingfisher) : એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા તેમજ ભારતમાં નાનાં-મોટાં જળાશયો અને નદી-નાળાંના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળતું પંખી. તે ચળકતા રંગવાળું સુંદર પંખી છે. તેનું શાસ્ત્રીય નામ છે : Alcedo atthis. Linnaeus તેનો સમાવેશ Palecaniformes શ્રેણી અને Phalacrocoracidae કુળમાં થાય છે. તેનું કદ ચકલી કરતાં થોડું મોટું, એટલે…

વધુ વાંચો >

નિવસનતંત્ર

નિવસનતંત્ર પર્યાવરણનાં બધાં સજીવ અને નિર્જીવ પરિબળોના સંકલન(integration)ને પરિણામે ઉદભવતું તંત્ર. કોઈ એક વિસ્તારમાં આવેલા જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરપ્રક્રિયા થતાં તેનો ઉદભવ થાય છે. આ આંતરપ્રક્રિયા દરમિયાન કાર્યશક્તિનું વહન થતાં સ્પષ્ટ પોષી (trophic) બંધારણ રચાય છે; જૈવિક વિભિન્નતા (biodiversity) ઉત્પન્ન થાય છે અને દ્રવ્યચક્ર (material cycle –…

વધુ વાંચો >

નીલગાય (રોઝ – Blue bull)

નીલગાય (રોઝ – Blue bull) : શ્રેણી સમખુરી(arteodactyla)ના, બોવિડે કુળનું સમસંખ્યામાં આંગળી ધરાવતું વાગોળનારું તૃણાહારી સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus. ભારતમાં આ પ્રાણી હિમાલયની તળેટીથી માંડીને મૈસૂર સુધીના ભારતીય દ્વીપકલ્પના ભાગોમાં વસે છે. પૂર્વ બંગાળ, આસામ કે મલબાર કિનારાના પ્રદેશોમાં તે જોવા મળતું નથી. તે પર્વતીય કે ગાઢ જંગલને…

વધુ વાંચો >

નીલશિર (Mallard)

નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને…

વધુ વાંચો >

નોળિયો (mongoose)

નોળિયો (mongoose) : સાપના દુશ્મન તરીકે જાણીતું માંસાહારી (carnivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતા નોળિયા(અથવા નકુળ)નો સમાવેશ હર્પેટિસ કુળમાં થાય છે. ભારતમાં સૌથી વધુ પરિચિત નોળિયા તરીકે H. edwardsiની ગણના થાય છે. સાપને મારનાર તરીકે મશહૂર હોવા છતાં અન્ય પ્રાણીઓની જેમ સાપના ઝેરની અસર નોળિયા પર પણ થાય છે અને…

વધુ વાંચો >

પક્સીનિયા

પક્સીનિયા : કિટ્ટ અથવા ગેરુ (rust) તરીકે ઓળખાતી રોગજનીય (pathogenic) ફૂગ. તે બેસીડિયોમાયસેટીસ્ વર્ગના યુરેડિનેલીસ ગોત્રમાં આવેલા પક્સીનિયેસી કુળની ફૂગ છે. તે ઘઉં, જવ, ઓટ, રાય, મગફળી, સફરજન, સફેદ ચીડ (white pine)  અને સ્નૅપડ્રૅગન જેવી આર્થિક અગત્યની વનસ્પતિઓ કે પાક ઉપર પરોપજીવન ગુજારે છે અને પાકને ઘણું આર્થિક નુકસાન પહોંચાડે…

વધુ વાંચો >

પક્ષી

પક્ષી સામાન્યપણે ઊડવાની ક્ષમતા ધરાવતું પીંછાંવાળું પૃષ્ઠવંશી પ્રાણી. કીટકો અને ચામાચીડિયાં જેવાં પ્રાણીઓ પણ ઉડ્ડયન કરતાં હોય છે; પરંતુ પીંછાં માત્ર પક્ષીઓને હોય છે. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતાં આ પક્ષીઓ અન્ય પ્રાણીઓ માટે અશક્ય એવી જગ્યાએ પણ જઈ શકે છે. તેથી તેઓ પૃથ્વી પર સર્વત્ર જોવા મળે છે. અતિઉષ્ણ એવા…

વધુ વાંચો >