પ્રાણીશાસ્ત્ર
જીવોત્પત્તિ
જીવોત્પત્તિ : જુઓ : ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution)
વધુ વાંચો >જેલી પ્રાણી (jelly fish)
જેલી પ્રાણી (jelly fish) : દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને…
વધુ વાંચો >જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય
જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું અભયારણ્ય. ભૌગોલિક સ્થાન : તે 24 2´ ઉ. અ. અને 72 3´ પૂ. રે. પર આવેલું છે. થાર રણની દક્ષિણે અરવલ્લી હારમાળામાં આ જેસોરની ડુંગરાળ હારમાળા આવેલી છે. આ અભયારણ્યનો વિસ્તાર આશરે 180.66 ચો.કિમી. છે. જે સિપુ અને બનાસનદી વચ્ચે…
વધુ વાંચો >જૈવ-સંશ્લેષણ
જૈવ-સંશ્લેષણ (biosynthesis) : સજીવોના શરીરમાં થતી ચયીન (anabolic) પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને અનુક્રમે (1) અકાર્બનિક તત્વોમાંથી ઉત્પાદન પામતાં પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનો, (2) અકાર્બનિક અને પ્રાથમિક કાર્બનિક રસાયણોમાંથી બહુશર્કરા (polysaccharides), સંકીર્ણ સ્વરૂપનાં લિપિડો, પ્રોટીનો, ન્યૂક્લિઇક ઍસિડો, વિટામિનો જેવા સંકીર્ણ સ્વરૂપના જૈવરસાયણિક પદાર્થોનું નિર્માણ અને (3) અન્યોન્ય રૂપાંતરણથી ઉત્પન્ન થતા પ્રાથમિક ખાદ્ય…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >ઝાલર (gills)
ઝાલર (gills) : જળનિવાસી પ્રાણીઓનાં શ્વસનાંગો. આ શ્વસનાંગો દ્વારા પ્રાણીઓનાં શરીર અને પર્યાવરણ વચ્ચે વાયુની આપલે થાય છે. ઝાલરો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનને સ્વીકારે છે, જ્યારે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન નિર્માણ થયેલ કાર્બનડાયૉક્સાઇડનો ત્યાગ કરે છે. માછલી જેવાં પ્રાણીઓમાં ઝાલરો શરીરના અંત:સ્થ ભાગ રૂપે આવેલી હોય છે અને તે કંઠનળી સાથે…
વધુ વાંચો >ઝીબ્રા
ઝીબ્રા (Equus zebra or Zebra zebra) : સસ્તન વર્ગમાં ખરીધારી (perissodactyla) શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી. તે આફ્રિકા અને દક્ષિણ સહરાનું વતની છે. ઝીબ્રા, ઘોડા અને ગધેડાં ઇક્વિડી કુળનાં પ્રાણીઓ છે. આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1થી 1.50 મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા,…
વધુ વાંચો >ઝીંગા
ઝીંગા (prawn) : સંધિપાદ સમુદાયના સ્તરકવચી વર્ગનું પ્રાણી. તે મેલેકોસ્ટ્રેકા ઉપવર્ગનું ડેકાપોડા શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. ઝીંગાની મીઠા પાણીની સામાન્ય જાતિને પેલીમોન મેલ્કોલ્મસોની કહે છે, જે ક્ષારવાળું પાણી ધરાવતી નદીઓમાં જોવા મળે છે. તેનો રંગ ભૂરાશ પડતો લીલો હોય છે. જ્યારે ખારા પાણીનાં ઝીંગાને પિતિયસ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. આ…
વધુ વાંચો >ટ્યૂના
ટ્યૂના (ગેદર/કુપ્પા) : સ્કૉમ્બ્રિડે નામે ઓળખાતા બાંગડા (mackerel) કુળની અને દરિયાઈ મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની એવી માછલીઓની કેટલીક જાતો. ટ્યૂના માછલી સ્વાદિષ્ટ ગણાય છે. તેનો ઉદ્યોગ મોટા પાયા પર થાય છે. થીજેલી અને કૅનિંગ કરેલી માછલીનું વેચાણ થતું હોય છે. ટ્યૂના માછલીની ગતિ અત્યંત ઝડપી હોય છે. આ ગતિ શ્વસન-પ્રક્રિયા માટે…
વધુ વાંચો >