પ્રહલાદ છ. પટેલ

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર

રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…

વધુ વાંચો >

રેડિયો તસવીર

રેડિયો તસવીર : રેડિયો-તરંગોની મદદથી દૂરના અવકાશીય પદાર્થોની મેળવવામાં આવતી તસવીરો. રેડિયો-તરંગો વિદ્યુતચુંબકીય વિકિરણનો  અંશ છે. તે ઓછી આવૃત્તિ અને મોટી તરંગલંબાઈ ધરાવતું વિદ્યુત-ચુંબકીય વિકિરણ છે. રેડિયો-તરંગોની આવૃત્તિ આશરે 10 કિલોહર્ટ્ઝ અને 1,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે હોય છે. તેમની તરંગલંબાઈનો ક્રમ મિલિમીટરથી કિલોમીટર વચ્ચે હોય છે. રેડિયો-તરંગો, વિદ્યુત-ચુંબકીય વિકિરણ હોઈ, પ્રકાશની…

વધુ વાંચો >

રેનોલ્ડ્ઝ આંક

રેનોલ્ડ્ઝ આંક : સ્નિગ્ધ પ્રવાહનું લક્ષણ અને વર્તણૂક નક્કી કરતો પરિમાણવિહીન આંક. તેને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે : ………………………………………………………………………………………………..(1) જ્યાં, ρ, તરલની ઘનતા; V, ધારાનો વેગ; L, લાક્ષણિક લંબાઈ- માપ અને μ, તરલની સ્નિગ્ધતા છે. રેનોલ્ડ્ઝ આંક સ્નિગ્ધ પ્રવાહ-વિશ્લેષણમાં પ્રાધાન્ય ધરાવે છે. 1883માં ઑસ્બૉર્ન રેનોલ્ડ્ઝે આ આંકને સૂત્રબદ્ધ…

વધુ વાંચો >

રૅન્કિન ચક્ર

રૅન્કિન ચક્ર  : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં,…

વધુ વાંચો >

રૉકેટ

રૉકેટ પોતાના કદના એન્જિન કરતાં અધિક વધારે પાવર (=કાર્ય/સેકન્ડ) પેદા કરતું એન્જિન. રૉકેટના કદની મોટર કરતાં તે 3,000ગણો વધારે પાવર પેદા કરી શકે છે. રૉકેટ ઘણો વધારે પાવર પેદા કરી શકે છે પણ તેમાં ઈંધણ ઝડપથી બળી – ખલાસ થઈ જાય છે. જેમ વધુ ઈંધણ બળે છે તેમ તાપમાન વધુ…

વધુ વાંચો >

રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ

રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ (જ. 27 માર્ચ 1845, લિન્નેપ, નિમન રહાઇન પ્રાંત, જર્મની; અ. 10 ફેબ્રુઆરી 1923, મ્યૂનિક) : જેમનાથી ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાની શરૂઆત થઈ તેવા X-કિરણોના શોધક જર્મન નાગરિક. આ કિરણો શોધાયાં તે વેળાએ તેમની આસપાસ રહસ્ય ઘૂંટાતું રહ્યું હતું; માટે તેને X-(અજ્ઞાત)કિરણો તરીકે ઓળખાવવામાં આવ્યાં. જોકે…

વધુ વાંચો >

લઘુગ્રહો

લઘુગ્રહો : ખાસ કરીને મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે રહીને સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હજારો નાના ગ્રહો. તેમને ગૌણ (minor) ગ્રહો પણ કહે છે. ગ્રહીય અંતરાલ(spacing)ને લગતા જે. એ. બોડેના નિયમથી મળતી ખાલી જગાથી પ્રેરિત થઈને અનુપસ્થિત ગ્રહની શોધ શરૂ થઈ. ઇટાલિયન ખગોળવિદ જી. પિયાઝી(Piazzi)એ 1 જાન્યુઆરી, 1801ના રોજ Ceresની…

વધુ વાંચો >

લમેત્ર જ્યૉર્જ

લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…

વધુ વાંચો >

લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function)

લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function) : વ્યાપ્તિકૃત નિર્દેશાંકો (generalised coordinates) અને વ્યાપ્તિકૃત વેગોના વિધેય તરીકે ગતિ-ઊર્જા (kinetic energy) અને સ્થિતિ-ઊર્જા(potential energy)નો તફાવત. અહીં ગતિ-ઊર્જાને Ekin = T,  સ્થિતિ-ઊર્જાને Epot = V, વ્યાપ્તિકૃત યામોને qk તથા વ્યાપ્તિકૃત વેગોને તરીકે દર્શાવવામાં આવે છે. સરળતા ખાતર લાગ્રાન્જિયન વિધેયને L = T–V તરીકે આપવામાં આવે…

વધુ વાંચો >

લાપ્લાસ, પિયર સાયમન દ

લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે. લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ…

વધુ વાંચો >